ETV Bharat / bharat

2022 ચૂંટણી મિશન માટે ભાજપે કરી શરુઆત, 5 રાજ્યોમાં ચૂંટણીપ્રભારી નીમ્યાં

author img

By

Published : Sep 8, 2021, 1:25 PM IST

ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીઓને લઇને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે આ રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. આગામી વર્ષની શરૂઆતમાં આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

2022 ચૂંટણી મિશન માટે ભાજપે કરી શરુઆત, 5 રાજ્યોમાં ચૂંટણીપ્રભારી નીમ્યાં
2022 ચૂંટણી મિશન માટે ભાજપે કરી શરુઆત, 5 રાજ્યોમાં ચૂંટણીપ્રભારી નીમ્યાં

  • 2022ની શરુઆતમાં યોજાશે 5 રાજ્યોમાં ચૂંટણી
  • વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ કરતો ભાજપ
  • ચૂંટણીને ધ્યાનમાં રાખી કરી રાજ્ય પ્રભારીઓની નિમણૂક

નવી દિલ્હી: ભાજપે 2022ની શરૂઆતમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે પ્રભારીઓની જાહેરાત કરી દીધા છે. કેન્દ્રીયપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને સૌથી મહત્વના રાજ્ય ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાન 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહેશે. એટલું જ નહીં રાજ્યના કદને ધ્યાનમાં રાખતાં કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુર, અર્જુન રામ મેઘવાલ, સરોજ પાંડે, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુરને પણ યુપી ચૂંટણી માટે સહપ્રભારી બનાવવામાં આવ્યાં છે.

પંજાબમાં ગજેન્દ્રસિંહ શેખાવત ચૂંટણીપ્રભારી બન્યાં

તો પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપે ખાસ વિચારણા કરવી પડે તેવા સંજોગોમાં મહત્વની ગોઠવણો કરી રહ્યું છે. આ રાજ્યમાં કેન્દ્રીયપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી અને વિનોદ ચાવડાને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી બનાવ્યાં છે.

ફડણવીસને ગોવા પ્રભારી પ્રભારી બનાવ્યાં

જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ભાજપ મોવડીમંડળે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી બનાવી મોટી જવાબદારી સોંપી છે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશીને ભાજપે રાજ્ય પ્રભારી તરીકે નીમ્યાં છે. તેમની સાથે સાંસદ લોકેટ ચેટરજી અને સરદાર આર.પી. સિંહને સહપ્રભારી બનાવવામાં આવ્યાં છે.

જ્યારે મણિપુર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીયપ્રધાન ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ UP વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 18 શહેરોમાં 'પ્રબુદ્ધ સંમેલન' શરૂ કર્યું

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.