ETV Bharat / bharat

આદિત્ય ઠાકરેએ કાશ્મીરી પંડિતો માટે કહી આ મહત્વની વાત

author img

By

Published : Jun 6, 2022, 5:05 PM IST

મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને (Target Killing) લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) માટે મહારાષ્ટ્રના દરવાજા હંમેશા ખુલ્લા છે.

મંત્રી આદિત્ય ઠાકરે: કાશ્મીરી પંડિતો માટે મહારાષ્ટ્રના દરવાજા હંમેશા ખુલ્લા છે
મંત્રી આદિત્ય ઠાકરે: કાશ્મીરી પંડિતો માટે મહારાષ્ટ્રના દરવાજા હંમેશા ખુલ્લા છે

મુંબઈઃ શિવસેનાએ ફરી એકવાર કાશ્મીરમાં હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ (Target Killing) પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કાશ્મીરની હાલત ખૂબ જ ખરાબ છે. આ એક ચોંકાવનારી અને હેરાન કરનારી ઘટના છે. મહારાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી પંડિતોની પાછળ મક્કમતાથી ઊભું રહેશે.

આ પણ વાંચો: Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે

ટારગેટ કિલિંગ થઈ રહી છે: પર્યાવરણ દિવસ (Environment Day) પર આયોજિત 'મેરી વસુંધરા' કાર્યક્રમ બાદ આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર (Central Government) પર નિશાન સાધતા કહ્યું કે કાશ્મીરમાં તેમની સ્થિતિ સારી નથી. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે પણ કાશ્મીરની સ્થિતિથી ચિંતિત છે. કશ્મીરી પંડિતો માટે જે પણ શક્ય થશે એ કરશે. અમે તેને ત્યાં છોડીશુ નહિ. સેંકડો ડરી ગયેલા કાશ્મીરી પંડિતો પલાયન કરવા લાગ્યા છે. કાશ્મીરી પંડિતોને વતન પરત ફરવાના સપના દેખાડવામાં આવ્યા હતા, પરંતુ, તેના વિપરીત તેમની ટારગેટ કિલિંગ થઈ રહી છે. આ એક હેરાન કરનારી ઘટના છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, મહારાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી પંડિતોની સાથે મજબૂતીથી ઊભું રહેશે.

આ પણ વાંચો: Ex Soldiers Rally in Gandhinagar : બળજબરીથી સચિવાલય પહોંચી નિવૃત આર્મી જવાનોની રેલી, શા છે મિજાજ જાણો

સરકાર શું કરી રહી છે? : રવિવારે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ કાશ્મીરી પંડિતોની ટાર્ગેટેડ હત્યાને (Target Killing) લઈને કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર ફરી સળગી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારમાં (Central Government) મહત્વના હોદ્દા પર રહેલા નેતાઓ ફિલ્મોના પ્રચારમાં વ્યસ્ત છે. કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. કાશ્મીરીઓની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. ત્યાં સ્થિતિ એવી બની છે કે, કાશ્મીરી પંડિતો આંદોલન કરવા મજબૂર છે. તો સવાલ એ છે કે સરકાર શું કરી રહી છે. આ સિવાય CM ઉદ્ધવ ઠાકરેએ પણ કાશ્મીરમાં (Kashmir) વધી રહેલા આતંકવાદનો મુદ્દો અનેક જાહેર મંચો પરથી ઉઠાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.