ETV Bharat / bharat

Manjinder Singh Sirsa Joins BJP: મનજિંદર સિંહ સિરસા ભાજપમાં સામેલ, DSGMC અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

author img

By

Published : Dec 1, 2021, 7:02 PM IST

અકાલી નેતા મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જોડાઈ (manjinder singh sirsa joins bjp) ગયા છે. સિરસા ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત (bjp leader gajendra shekhawat) અને ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

મનજિંદર સિંહ સિરસા ભાજપમાં સામેલ, DSGMC અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
મનજિંદર સિંહ સિરસા ભાજપમાં સામેલ, DSGMC અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

  • ગજેન્દ્ર શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં BJPમાં સામેલ થયાં
  • 2 વાર ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે મનજિંદર સિંહ સિરસા
  • અંગત કારણોસર DSGMCના પદોથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું

નવી દિલ્હી: દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ (delhi sikh gurdwara management committee president) મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જોડાઈ (manjinder singh sirsa joins bjp) ગયા છે. સિરસા ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત (bjp leader gajendra shekhawat) અને ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

2 વાર ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે સિરસા

આ પ્રસંગે ગજેન્દ્ર શેખાવતે કહ્યું કે, "2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિરસા ઉત્તર ભારતના રાજકારણમાં મુખ્ય શીખ ચહેરો (major sikh face in north indian politics) છે." તો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "તેમના ભાજપમાં જોડાવાથી ભાજપનો જનાધાર (bjp voter base in punjab) મજબૂત થશે." અકાલી નેતા મનજિંદર સિંહ સિરસાએ બુધવારે દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું (Manjinder Singh Sirsa resigns from president of DSGMC)આપી દીધું છે.

અંગત કારણોસર DSGMCના પદેથી રાજીનામું આપ્યું

તેમણે સમિતિના સભ્યો અને સ્ટાફને પત્ર લખીને આ જાહેરાત કરી છે. સિરસાએ અંગત કારણોને પોતાના રાજીનામું આપવા પાછળનું કારણ ગણાવ્યા છે. આ સાથે તેમણે DSGMCના પદો પર ચૂંટણી નહીં લડવાની વાત પણ કરી છે.

DSGMCની ચૂંટણીમાં સિરસાનો પરાજય થયો હતો

આ વખતની DSGMC ચૂંટણીમાં સિરસાનો પરાજય (manjinder singh sirsa lost dsgmc election) થયો હતો. જો કે સુખવિંદર સિંહ બાદલે તેમને પ્રમુખ તરીકે ચાલું રહેવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત સિરસા ગુરુમુખીની પરીક્ષામાં પણ નાપાસ થયા હતા.

આ પણ વાંચો: Karnataka elections:વડાપ્રધાન-દેવેગૌડાની બેઠકના કારણે કર્ણાટક ચૂંટણીમાં ભાજપ અને JDS વચ્ચે સમજૂતીની અટકળો

આ પણ વાંચો: Parliament winter session 2021: સંસદ ભવનના રૂમ નંબર 59માં લાગી આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.