ETV Bharat / bharat

શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ મનજિંદર સિંહ સિરસા પર પ્રતિબંધ લગાવાની માગ વધી

author img

By

Published : Jul 16, 2020, 7:26 PM IST

રાજધાની દિલ્હીમાં શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ મનજિંદર સિંહ સિરસા પર પ્રતિબંધ લગાવાની માગ વધી ગઇ છે. જાગો પાર્ટીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

નવી દિલ્હી: દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ મનજિંદર સિંહ સિરસા પર પ્રતિબંધ લગાવવાની માગ વધી છે. સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જાગો પાર્ટીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મનજીતસિંહ જી.કે.એ આ મામલે સિરસાની ફરિયાદ અકાલ તખ્ત પાસેથી કરી છે. મળતી માહિતી મુજબ અકાલ તખ્ત હવે સિરસા પર ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરી શકે છે.

જાગો પાર્ટીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મનજિત સિંઘ જીકેએ કહ્યું કે, આ સમગ્ર મામલો શીખના આઠમાં ગુરુ, ગુરુ હરકિશન સાહેબ સાથે સંબંધિત એક લેખ સાથે સંબંધિત છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે, આ લેખમાં સિરસાએ ગુરુ વિશે માત્ર ખોટી માહિતી આપી હતી. આ સાથે તેમણે નવમાં અને દસમાં ગુરુનું અપમાન પણ કર્યું હતું. જી.કે. અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે કોઇ એક વિશેની સાચી માહિતી ન હોય તો પછી કોઈએ તે વિશે પર બોલવું પણ ન જોઈએ. જો કે, સિરસા બોલે પણ છે અને તે ખોટું પણ બોલે છે.

મનજીતસિંહ જીકેએ કહ્યું કે, ગુરુ ગ્રંથ સાહેબને દસમાં ગુરુ દ્વારા ગુરુ ગદ્દી આપવામાં આવી છે. સિરસાને આ વિશે જાણકારી હોવી જોઇએ, પરંતુ તેઓ શીખ ઇતિહાસને ખોટી રીતે જાહેર કરી રહ્યા છે. અગાઉ તેમણે નગર કીર્તનમાં મૂર્તિઓનો ઉપયોગ કર્યો હતો, જે શીખ ધર્મમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઔરંગઝેબના સમય વિશે ઘણી વાતો કહેવામાં આવી હતી જેનો વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી અને જે શીખ ઇતિહાસને કલંકિત કરે છે.

જીકે કહ્યું કે, તેમણે અકાલ તખ્ત સાહેબ સાથે વાત કરી છે કે, સિરસા ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે, માત્ર સિરસા જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ કે જેને શીખ ધર્મના ઇતિહાસ વિશે ખબર નથી, તેણે તે વિશે લખવું ન જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.