ETV Bharat / bharat

Maldives impact of boycott: માલદીવને લઈને ટૂર ઑપરેટરોએ કહ્યું, હવે દેખાશે બહિષ્કારની અસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 11:10 AM IST

માલદીવ સરકારના 3 કેબિનેટ મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાની આડઅસર હવે ધીરે-ધીરે માલદીવ પર થતી જોવા મળશે. માલદીવ બહિષ્કારના આહ્વાનની સાથે જ ભારત તરફથી આક્રમક જવાબી કાર્યવાહી નિશ્ચિતપણે માલદીવના પર્યટન ઉદ્યોગ પર ગંભીર અસર પાડશે.

Maldives impact of boycott
Maldives impact of boycott

નવી દિલ્હી: ઇન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સનું અનુમાન છે કે, તાજેતરની ઘટનાઓનું પરિણામ અને બહિષ્કારનું આહ્વવાન આગામી 20-25 દિવસની અંદર માલદીવના પ્રવાસન ઉદ્યોગમાં દેખાશે. ઓપરેટરોએ મોટા પાયે ટિકિટ રદ્દ કરવાની ખબર પર ફગાવી છે, તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિએ એર ટિકિટ અને હોટલ માટે મોટી ચુકવણી કરી છે, તો તેને રદ્દ નહીં કરી શકે. સોશિયલ મીડિયા પર અનેક ભારતીયો દાવો કરી રહ્યાં છે કે, તેમણે દ્વીપ રાષ્ટ્રમાં પોતાની નિર્ધારીત રજાઓ કેન્સલ કરી નાખી છે.

મોટાપાયે રજાઓ નથી થઈ રદ: મેક માય ટ્રિપના સ્થાપક દીપ કાલરાએ જણાવ્યું હતું કે, ભારતીય દ્વારા દ્વીપ રાષ્ટ્રમાં ભારતીયો દ્વારા આયોજિત રજાઓ મોટા પાયે રદ કરવામાં આવી નથી. અમે હજી સુધી આવી કોઈ પેટર્નની નોંધ લીધી નથી. કાલરાએ કહ્યું, 'આવો કોઈ સામૂહિક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.' દરમિયાન, ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સે જણાવ્યું હતું કે, બહિષ્કારના આહ્વાનની અસર 20-25 દિવસમાં દેખાશે. માલદીવ ટૂર અંગે કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. જે લોકોએ પહેલેથી હોટલ અને એક ટિકિટ માટે પૈસાની ચૂકવણી કરી દીધી છે, તેઓ તેમને રદ કરશે નહીં. ઇન્ડિયન એસોસિયેશન ઑફ ટૂર ઑપરેટર્સના પ્રમુખ રાજીવ મહેરાએ કહ્યું કે, 'અમે અપેક્ષા રાખીએ છીએ કે, લોકો માલદીવની ટ્રિપ બુક નહીં કરે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સામૂહિક ટિકિટ રદ કરવાના અહેવાલો સાચા છે, ત્યારે મેહરાએ જવાબ આપ્યો, 'લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ તેઓ તેને રદ કરી રહ્યા નથી.

આગામી દિવસોમાં દેખાશે અસર: જે લોકોએ પૈસા ચૂકવ્યા નથી તેઓ, પોતાની યોજના રદ કરે તેવી અપેક્ષા છે, પરંતુ બહિષ્કારની વાસ્તવિક અસર આગામી 25 દિવસમાં દેખાશે કારણ કે, કોઈ નવી પૂછપરછ કરવામાં આવી નથી. ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) એ પ્રવાસન ઉદ્યોગ માટે રાષ્ટ્રીય સંસ્થા છે. તેના 1600 થી વધુ સભ્યો છે, જે પ્રવાસન ઉદ્યોગના તમામ ક્ષેત્રોને આવરી લે છે.

માલદિવ્સ જવામાં ભારતીયો સૌથી મોખરે: અન્ય એક ઓપરેટરે પણ આવી જ એક લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, રાજકારણીઓના આવા નિવેદનો લોકોને મુસાફરી માટે ચોક્કસ દેશ પસંદ કરતા અટકાવે છે. આ સિવાય માલદીવ ભારતીયોમાં પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય હતું. દેશના પ્રવાસન મંત્રાલયના ડેટા અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં માલદીવની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ સૌથી વધુ હતા.

ભારતીયોમાં માલદીવ ખુબજ લોકપ્રિય: દિલ્હી સ્થિત ટૂર ઓપરેટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માલદીવની મુલાકાત લેનારા સૌથી વધુ પ્રવાસીઓ ભારતના (2,09,198) હતા, ત્યારબાદ રશિયા (2,09,146) અને ચીન (1,87,118) હતા. માલદીવ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ ઘટનાની અસર ચોક્કસપણે થશે. આપણે હજુ પણ તેની અસર જોઈ રહ્યા છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રવાસન સ્થળ તરીકે માલદીવને પસંદ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે. માલદીવ સરકારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મરિયમ શૂના, મલ્શા શરીફ અને મહજૂમ મજીદને પીએમ મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેઓએ પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાતની તસવીરોને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

  1. PM Modi : માલદીવના મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી, જાણો શું છે સમગ્ર મામલો
  2. Bangladesh Election: શેખ હસીનાની 8મી વખત પ્રચંડ જીત, બનશે 5મી વખત બાંગ્લાદેશના PM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.