ETV Bharat / bharat

PM Modi Maldives : માલદીવ સરકારની મુશ્કેલી વધી, ભારતે માલદીવ હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 12:46 PM IST

PM Modi Maldives
PM Modi Maldives

માલદીવની મહિલા પ્રધાન મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આ વિવાદ સતત વધી રહ્યો છે. હાલમાં જ ભારત તરફથી માલદીવ હાઈ કમિશનને સમન્સ પાઠવવામાં આવ્યું છે. maldives high commissioner Ibrahim Shaheeb, Controversial comments on PM Modi, Mariyam Shiuna

નવી દિલ્હી : PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી માલદીવ માટે મોંઘી પડી રહી છે. હાલમાં જ મળતી માહિતી અનુસાર ભારત સરકારે માલદીવના હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું છે. થોડા સમય પહેલા જ માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ ભારતીય વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ત્યારે ભારતીય ટ્રાવેલ એજન્સીઓએ પણ માલદીવની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.

વિવાદ વકર્યો : તમને જણાવી દઈએ કે માલદીવની એક મહિલા પ્રધાન મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ વિવાદ સતત વધી રહ્યો છે. ભારતે આ મામલો માલદીવની મોહમ્મદ મુઈઝ્ઝુ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યારબાદ માલેમાં ભારતીય હાઈ કમિશનરે આ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી.

  • #WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block.

    He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw

    — ANI (@ANI) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માલદીવ સરકારનો ખુલાસો : ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ માલદીવ સરકારે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ ટિપ્પણી સરકાર દ્વારા કરવામાં આવી નથી. આ એક મંત્રીનો અંગત અભિપ્રાય છે. માલદીવ સરકારને આ ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી. ગરમાગરમી ભર્યા મામલા બાદ માલદીવ સરકારે મંત્રી મરિયમ શિયુના સહિત ત્રણ મંત્રીઓને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

શું છે વિવાદાસ્પદ કોમેન્ટનો મામલો ? ઉલ્લેખનીય છે કે, આ વિવાદ પીએમ મોદીના માલદીવ પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો. પીએમ મોદીએ તેમના માલદીવ પ્રવાસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ભારતવાસીઓને કહ્યું કે આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ ટાપુની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જોકે બાદમાં માલદીવ સરકારના મંત્રી મરિયમ શિયુનાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો. આ મામલે ભારે હોહા થતા બાદમાં મંત્રીએ સોશિયલ મીડિયા પરથી પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

  1. Maldives impact of boycott: માલદીવને લઈને ટૂર ઑપરેટરોએ કહ્યું, હવે દેખાશે બહિષ્કારની અસર
  2. PM Modi : માલદીવના મંત્રીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી, જાણો શું છે સમગ્ર મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.