ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સરકાર: અભિનેત્રી કેતકી ચિતલેની નહીં થાય ધરપકડ

author img

By

Published : Jun 28, 2022, 9:51 AM IST

Updated : Jun 28, 2022, 12:27 PM IST

મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટને કહ્યું છે કે તે અભિનેત્રી કેતકી ચિતલેની (Actress Ketki Chitale) ધરપકડ કરવામાં આવશે નહીં. કેતકી વિરુદ્ધ મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં 22 FIR દાખલ છે.

મહારાષ્ટ્ર સરકાર: અભિનેત્રી કેતકી ચિતલેની ધરપકડ કરાશે નહીં
મહારાષ્ટ્ર સરકાર: અભિનેત્રી કેતકી ચિતલેની ધરપકડ કરાશે નહીં

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે બોમ્બે હાઈકોર્ટને (Bombay High Court) જણાવ્યું હતું કે, NCP પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કથિત રીતે વાંધાજનક પોસ્ટ શેર કરવા બદલ અને નોંધાયેલી બાકીની 21 FIRના સંબંધમાં અભિનેત્રી કેતકી ચિતાલેની ધરપકડ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: સોનિયા ગાંધીના PA સામે નોંધાયો દુષ્કર્મનો કેસ

21 કેસમાં ધરપકડ કરવામાં નહીં આવે: મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં ચિતલે વિરુદ્ધ 22 FIR નોંધવામાં આવી છે. અભિનેત્રીની 14 મેના રોજ કાલવા પોલીસ સ્ટેશનમાં (Kalwa Police Station) નોંધાયેલી FIRના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગયા અઠવાડિયે થાણેની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, ચિતાલેએ FIRને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સોમવારે હાઈકોર્ટમાં જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ એન આર બોરકરની બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. સરકારી વકીલ અરુણ કામત પાઈએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, બાકીના 21 કેસમાં અરજદારની ધરપકડ કરવામાં આવશે નહીં. કામતના નિવેદનને સ્વીકારીને આ મામલાની આગામી સુનાવણી 12 જુલાઈના રોજ નક્કી કરી છે.

Last Updated : Jun 28, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.