ETV Bharat / bharat

પ્રજોપ્તિ માટે પતિના હંગામી જામીન માંગતી પત્ની માતૃત્વ ધારણ કરવા અસક્ષમ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં આગામી સુનાવણી 18મી ડિસેમ્બરે થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 4:14 PM IST

પ્રજોપ્તિ માટે પતિના હંગામી જામીન માંગતી પત્ની માતૃત્વ ધારણ કરવા અસક્ષમ
પ્રજોપ્તિ માટે પતિના હંગામી જામીન માંગતી પત્ની માતૃત્વ ધારણ કરવા અસક્ષમ

મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં સંતતિ માટે પતિને હંગામી જામીન આપવા માટે પત્નીએ અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં મેડિકલ ટીમે મહિલા બાળક પેદા કરવા સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી માટે 18મી ડિસેમ્બરે થવાની છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Madhya Pradesh High Court temporary bail a team of doctors medical examination 18 December

જબલપુરઃ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં સંતતિ માટે પતિને હંગામી જામીન આપવા માટે પત્નીએ અરજી કરી હતી. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં આ કેસ પર ન્યાયાધીશ વિવેક અગ્રવાલ સમક્ષ સુનાવણી થઈ હતી. અરજીકર્તા મહિલાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં મહિલા પ્રજોપ્તિ માટે સક્ષમ ન હોવાનું દર્શાવાયું છે. ખંડવા નિવાસી મહિલા અનુસાર ગુનાહિત કારણો સર કોર્ટે તેણીના પતિને જેલવાસની સજા ફટકારી હતી. તેનો પતિ ઈન્દોર જેલમાં કેદની સજા કાપી રહ્યો છે. મહિલાએ અરજીમાં માતૃત્વ સુખ મેળવવાનું જણાવ્યું હતું.

મહિલાએ પોતાના પતિને એક મહિના સુધીના હંગામી જામીન આપવા એક અરજી દાખલ કરી હતી. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને જણાવ્યું હતું કે પ્રજોપ્તિનો અધિકાર એક મૌલિક અધિકાર છે. આ મહિલાનો પતિ ગુના હેઠળ સજા કાપી રહ્યો છે. લગ્ન દરમિયાન મહિલાને કોઈ પરેશાન ન હતી. તેણીએ ધાર્મિક દર્શન, ભારતીય સંસ્કૃતિમાં સંતાન ઉત્પન્ન કરવાનો હેતુ સંરક્ષિત હોવાનું જણાવ્યું છે.

મહિલાએ સુપ્રીમ કોર્ટે કેદીઓને વૈવાહિક જીવન અને તેના અધિકારીઓ માટે પતી અને પત્નીને સાથે રહેવા માટે રાહત આપી હતી. અરજીકર્તા કુદરતી અને કૃત્રિમ પ્રજનનનો લાભ લેવા માંગે છે. સરકાર તરફથી વકીલે દલીલ કરી છે કે અરજકર્તા રજોનિવૃત્તિની ઉંમર વટાવી ચૂકી છે. તેણી કુદરતી કે કૃત્રિમ રીતે માતૃત્વ ધારણ કરી શકે તેવી કોઈ શક્યતાઓ નથી. ભારતીય મહિલાઓમાં 40થી 50 વર્ષની ઉંમર વચ્ચે મહિલાઓમાં માસિક આવવાનું બંધ થઈ જાય છે.

જો કે મહિલાએ પોતે માતૃત્વ ધારણ કરવા સક્ષમ હોવાનું સોગંદનામુ રજૂ કર્યુ હતું. હાઈ કોર્ટે મેડિકલ કોલેજના પાંચ ડોક્ટરોવાળી ટીમને અરજીકર્તાનું મેડિકલ ચેકઅપ કરવા કહ્યું હતું. મેડિકલ ટીમે મહિલા માતૃત્વ ધારણ કરવા સક્ષમ ન હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. અરજીકર્તાના વકીલે મેડિકલ રિપોર્ટ પર પક્ષ રજૂ કરવા માટે સમયની માંગણી કરી છે. હાઈ કોર્ટે વકીલને માંગણીને યોગ્ય ઠેરવી 18મી ડિસેમ્બરે આગામી સુનાવણી કરવાનું નક્કી કર્યુ છે.

સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન 4 ડિસેમ્બર સુધી લંબાવી

Bribe Case Updates: રાઉઝ એવન્યૂ કોર્ટે લાંચના આરોપી PSIના બે દિવસના રીમાન્ડને મંજૂરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.