ETV Bharat / bharat

લખનૌ ટ્રેક્ટર ટ્રોલી ઘટનાના આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ, 10 શ્રદ્ધાળુઓના થયા હતા મોત

author img

By

Published : Sep 27, 2022, 3:30 PM IST

સોમવારે લખનઉમાં ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતમાં 10 લોકોના મોત (Lucknow tractor trolley accident) થયા હતા. મંગળવારે બસ્તીમાંથી આરોપી ટ્રક ચાલકની પોલીસે ટ્રક સાથે ધરપકડ (accused truck driver was arrested) કરી હતી.

લખનૌ ટ્રેક્ટર ટ્રોલી ઘટનાના આરોપી ટ્રક ડ્રાઈવરની થઈ ધરપકડ, 10 શ્રદ્ધાળુઓના મોત
લખનૌ ટ્રેક્ટર ટ્રોલી ઘટનાના આરોપી ટ્રક ડ્રાઈવરની થઈ ધરપકડ, 10 શ્રદ્ધાળુઓના મોત

લખનઉ: લખનઉ ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઈવરની પોલીસે ટ્રક સાથે બસ્તીમાં ધરપકડ (accused truck driver was arrested) કરી છે. સોમવારે રાજધાની લખનૌના ઇટૌંજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહોનાની સામે અસનહા વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલીને એક ટ્રકે ટક્કર મારી હતી, જેમાં ટ્રેક્ટર બેકાબૂ થઈને રસ્તાની બાજુના તળાવમાં પલટી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટરમાં સવાર 10 લોકોના મોત થયા હતા, જેમાં 8 મહિલાઓ અને 2 સગીરનો સમાવેશ થાય છે. 36 ઘાયલોને CHC ઇટૌંજા અને એક ઘાયલને સારવાર માટે KGMUમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય: જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રોલીમાં લગભગ 46 લોકો હતા. તે બધા સીતાપુરથી ઉનાઈ દેવી મુંડન કરાવવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં 8 મહિલાઓ અને 2 સગીરો સહિત 10 શ્રદ્ધાળુઓના મોત (10 died in Lucknow road accident) થયા હતા. મુખ્યમંત્રી દ્વારા મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનોને આપત્તિ રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે મંગળવારે સવારે બસ્તી જિલ્લાના હાઈવે પરથી અકસ્માતમાં જવાબદાર ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

ટ્રક ચાલકને ટ્રક સાથે પકડી લીધો: નોંધનીય છે કે, કપ્તાનગંજ પોલીસ સ્ટેશનની પોલીસે બેરિયર લગાવીને ટ્રક ચાલકને ટ્રક સાથે પકડી લીધો હતો. લખનૌમાં સોમવારે ટ્રક નંબર HR 55 S4907એ ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. આરોપી ટ્રક ડ્રાઈવર મુરાદાબાદનો રહેવાસી હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી ટ્રક ડ્રાઈવરને લઈને લખનૌ જવા રવાના થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.