ETV Bharat / bharat

LPG Gas Cylinder Price: નવા વર્ષના પહેલા દિવસે રાહત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 100નો ધટાડો

author img

By

Published : Jan 1, 2022, 2:18 PM IST

Updated : Jan 1, 2022, 2:48 PM IST

નવા વર્ષમાં ઓઈલ કંપનીઓએ LPGના ભાવમાં રાહત (LPG Gas Cylinder Price)આપી છે. ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG Gas Cylinder Price: નવા વર્ષના પહેલા દિવસે રાહત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 100નો ધટાડો
LPG Gas Cylinder Price: નવા વર્ષના પહેલા દિવસે રાહત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 100નો ધટાડો

હૈદરાબાદ: નવા વર્ષના (new year 2022) પહેલા (LPG price in january ) દિવસે કોમર્શિયલ સિલિન્ડરના (LPG Gas Cylinder Price) ગ્રાહકોને ભેટ આપવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ LPG સિલિન્ડરના (commercial lpg cylinder) ભાવમાં ઘટાડો કર્યો છે. 14.2 kg ઘરેલું LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 102 રૂપિયાનો ઘટાડો

ઈન્ડિયન ઓઈલ (IOCL) દ્વારા 1 જાન્યુઆરી, 2022ના રોજ, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 102 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 1998.5માં 19 કિલોનો ગેસ સિલિન્ડર મળશે. ચેન્નાઈમાં ગ્રાહકોએ કોમર્શિયલ LPG સિલિન્ડર માટે 2131 રૂપિયા અને મુંબઈમાં 1948.50 રૂપિયા ચૂકવવા પડશે. નવા વર્ષમાં કોલકાતામાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 2076 રૂપિયામાં મળશે.

LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

દરેક રાજ્યમાં ઘરેલુ LPGના આ ભાવ

ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં પણ દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયા છે. કોલકાતાના લોકોએ ઘરેલુ LPG સિલિન્ડર માટે 926 રૂપિયા અને ચેન્નાઈના લોકોએ 916 રૂપિયા ચૂકવવા પડશે. લખનૌમાં LPG 938 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળશે. અત્યારે બિહારની રાજધાની પટનામાં ભાવની દ્રષ્ટિએ ગેસ મોંઘો છે, ત્યાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 998 રૂપિયા છે. અમદાવાદમાં LPGની કિંમત 907 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. ભોપાલમાં LPG 906 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:

LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

Petrol Diesel and CNG Price Hike: આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો

Last Updated : Jan 1, 2022, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.