ETV Bharat / bharat

Kashi Vishwanath Corridor: અખિલેશ યાદવનો દાવો- "આ કોરિડોરની શરૂઆત અમારી સરકારમાં થયો હતો"

author img

By

Published : Dec 13, 2021, 9:42 AM IST

સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અખિલેશ યાદવે કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)ની શરૂઆત પોતાના મુખ્યપ્રધાન કાળમાં થઈ હોવાનો દાવો કર્યો છે.

Kashi Vishwanath Corridor: અખિલેશ યાદવનો દાવો, આ કોરિડોરની શરૂઆત અમારી સરકારમાં થયો હતો
Kashi Vishwanath Corridor: અખિલેશ યાદવનો દાવો, આ કોરિડોરની શરૂઆત અમારી સરકારમાં થયો હતો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરશે
  • લોકાર્પણ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના ભાજપ પર પ્રહાર
  • આ કોરિડોરની શરૂઆત અમારી સરકારમાં થઈ હતીઃ અખિલેશ યાદવ

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવાના એક દિવસ પહેલા સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અખિલેશ યાદવે કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)ની શરૂઆત પોતાના મુખ્યપ્રધાન કાળમાં થયો હોવાનો દાવો કર્યો હતો. અખિલેશ યાદવે રવિવારે આરોપ લગાવ્યો હતો કે, સત્તાધારી પક્ષ ભાજપ પાયાના સવાલોથી ધ્યાન હટાવવા માટે જનતાને બીજા મુદ્દાઓમાં ફસાવી રહી છે.

આ પણ વાંચો- કાકા-ભત્રીજા વચ્ચેનો ડખો થયો દૂર, UPમાં શિવપાલ-અખિલેશ સાથે મળી ચૂંટણી લડશે

ભાજપ ખાલી વાયદા કરે છે તેને પૂરા નથી કરતીઃ અખિલેશ યાદવ

અખિલેશે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપે ખેડૂતોની આવક બેમણી કરવાનો વાયદો કર્યો હતા, જેને તે પૂરા નથી કરી શકતા. મોંઘવારી બેકાબૂ થઈ છે. જનતા આ પ્રશ્ન ન કરી દે એટલે કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor) ધ્યાન હટાવવા માટે આ બધા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાને કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)ની શરૂઆત પોતાના શાસનકાળમાં થયો હોવાનો દાવો કરતા કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)ની જોગવાઈ પણ જો કોઈએ કેબિનેટમાં પાસ કરી હતી, શરૂઆત જો કોઈએ કરી હતી તો તે સમાજવાદી પાર્ટીની સરકાર હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે મહત્વાકાંક્ષી કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)નું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો- UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાયું

આ પહેલા શનિવારે બલરામપુરમાં સરયુ કેનાલ પ્રોજેક્ટ (Saryu Canal Project) અંગે અખિલેશ યાદવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારની કાર્યપ્રણાલી (Akhilesh Yadav on Yogi Sarkar) પર પ્રશ્નો ઉઠાવતા દાવો કર્યો હતો કે, આ પ્રોજેક્ટનું ત્રણ ચતુર્થાંશ કામ સમાજવાદી પાર્ટી સરકારના કાર્યકાળમાં જ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાજવાદી પાર્ટીની લાલ ટોપીને 'રેડ એલર્ટ' (red topi red alert) ગણાવવાના સંબંધિત એક પ્રશ્ન પર અખિલેશ યાદવે આને ભાજપ દ્વારા ચર્ચાના મુદ્દામાં બદલવાનું એક ષડયંત્ર ગણાવ્યું હતું.

ભાજપ અંગ્રેજો જેવું શાસન કરે છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Akhilesh Yadav on Yogi Sarkar) પર પોતાના છેલ્લા સાડા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ભેદભાવથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, અંગ્રેજ બાગલા પાડો ને રાજ કરોના મંત્ર પર કામ કરતા હતા. આ રીતે જ ભાજપ ડરાવીને અને લોકોને મારીને રાજ કરવા માગે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનતા ભાજપને પાઠ ભણાવશે.

અખિલેશ યાદવે અનેક પ્રશ્નોથી ભાજપને ઘેરી

અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં અત્યારે બેરોજગારીનો પ્રશ્ન (The question of unemployment in Uttar Pradesh) છે. અત્યારે શિક્ષામિત્ર ભટકી રહ્યા છે. યુવાનો દુઃખી છે. તેમણે કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવી દેવાની ઘટનાને કોણ ભૂલાવી શકે છે. કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, નદીઓમાં મૃતદેહો, બીમાર હોસ્પિટલ અને તેમાં અસુવિધાઓને પણ કોઈ કઈ રીતે ભૂલી શકે છે. નોટબંધીના સમયે લોકોને લાઈનમાં લગાવનારી સરકારને હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાતા વોટ આપવા માટે કતારમાં ઉભા રહીને સત્તાથી બહાર કરશે. સપા અધ્યક્ષે એ પણ આરોપ લગાવ્યો હતો કે, સરકાર પોતાના શાસનકાળના અંતિમ દિવસોમાં પોતાના વર્ષ 2017ના વાયદા અનુસાર, વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની વાત કરી રહી છે. સાંભળવા તો એ પણ મળી રહ્યું છે કે, સરકાર આ સામાન ચીનથી મગાવીને આપશે.

અમારી સરકાર આવશે તો ગોરખપુર યુનિવર્સિટી મુદ્દે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશુંઃ અખિલેશ યાદવ

આ પ્રશ્ન પર કે, શું સત્તામાં આવવા પર સમાજવાદી પાર્ટી વર્તમાન સરકારના શાસનકાળમાં થયેલા કથિત ખોટા અથડામણના કેસની તપાસ કરાવશે. અખિલેશે કહ્યું હતું કે, હજી અમારું ઘોષણાપત્ર (Manifesto of the Socialist Party) આવવા દો. તેમાં ઘણી બધી વસ્તુઓ હશે. સપા અધ્યક્ષે એક અન્ય પ્રશ્ન પર કહ્યું હતું કે, જો સમાજવાદ છે તે જ આંબેડકરવાદ છે અને જે આંબેડકરવાદ તે સમાજવાદ છે. કારણ કે, ડોક્ટર રામ મનોહર લોહિયા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર બંને જાતિ તોડવાના સમર્થક હતા. અખિલેશે એક પ્રશ્ન પર કહ્યું હતું કે, સત્તામાં આવ્યા પછી તેમની સરકાર ગોરખપુર યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીમાં ફેરવવાના મુદ્દે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે. તેમણે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ગરીબોને વિનામૂલ્યે પૌષ્ટિક ભોજન આપવા માટે જરૂર પડવા પર કેન્ટિન બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.