ETV Bharat / bharat

Jammu and Kashmir: આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકારે લીધેલા નિર્ણયોની એક ઝલક

author img

By

Published : Aug 5, 2023, 5:37 PM IST

Updated : Aug 5, 2023, 6:06 PM IST

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને દૂર કર્યાને 4 વર્ષ પૂરા થયા છે. આ ચાર વર્ષ દરમિયાન સરકારે જમ્મુ કાશ્મીર માટે અનેક નિર્ણયો કર્યા છે જેના પરિણામે વિસ્તારમાં અનેક પરિવર્તન શક્ય બન્યા છે. જેમાં આ વિસ્તારના નાગરિકોની ઉન્નતિ માટે તેમજ રાજ્ય સરકારને પ્રશાસન કરવામાં સુગમતા રહે તેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. આર્ટિકલ 370ને રદ કર્યા બાદ સરકારે લીધેલા નિર્ણયો પર એક નજર કરીએ

Jammu kashmir after 370 cancellation
Jammu kashmir after 370 cancellation

જમ્મુ કાશમીરઃ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયા બાદ મહત્વની ઘટનાઓની એક ઝલક. જમ્મુ કાશ્મીરમાં 4 વર્ષ અગાઉ 5 ઓગસ્ટ-2019ના રોજ આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરની પુનઃ રચના માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. વાંચો મહત્વની ઘટમાળ

મહત્વના નિર્ણયો: ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370ને રદ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરને સામાજિક અને રાજકીય રીતે નવો આકાર આપવા માટે અનેક નીતિગત નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ કરવા માટે કરવામાં આવ્યા છે. છતાં આ નિર્ણયોનો અનેકવાર વિરોધ પણ કરવામાં આવ્યો છે. 4 વર્ષમાં જે મહત્વની ઘટના ઘટી તે ટાઈમલાઈન પર એક નજર કરીએ

2019:

ઓગસ્ટ 5: ભારત સરકારે આર્ટિકલ 370 રદ કરીને જમ્મુ કાશ્મીરની વિશેષ પરિસ્થિતિઓમાં ઘરમૂળથી પરિવર્તન કર્યો . આ સમગ્ર વિસ્તારને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનસ્થાપિત કરવામાં આવ્યો.

2020:

જાન્યુઆરી 22: જમ્મુ-કાશ્મીર પુનસ્થાપિત આદેશ 2020 જાહેર કરાયો. આ પ્રયાસથી કેન્દ્રીય કાયદાઓ જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તરવાનો માર્ગ મોકળો થયો જેનાથી આ વિસ્તારની અન્ય ભારત સાથે એકરૂપતા સુનિશ્ચિત થાય છે.

એપ્રિલ 1: સરકારે જેમની પાસે ઘર છે (અધિવાસ શૃંખલા) તેમના માટે એક કલમ દાખલ કરી જે અનુસાર 15 વર્ષ સુધી એક વ્યક્તિએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેવું પડશે. 10 વર્ષો સુધી નોકરી કરનાર અખંડ ભારતીય સેવા કર્મચારીઓના બાળકોનો સમાવેશ પણ આ શૃંખલામાં થાય છે.

2021:

ફેબ્રુઆરી 6: જમ્મુ કાશ્મીર પુનસ્થાપના આદેશ, 2021 પ્રસ્થાપિત કરાયો.આ આદેશ આર્ટિકલ 370 દૂર કરાયા બાદ અન્ય રાજ્યો સંવિધાનિક પરિવર્તનો સાથે સંરેખિત કરવામાં અનુકૂળતા પૂરી પાડે છે.

એપ્રિલ 3: જમ્મુ કાશ્મીર ઔદ્યોગિક ભૂમિ અધિગ્રહણ નીતિ,2021ને રજૂ કરવામાં આવી.આ નીતિનો હેતુ ઔદ્યોગિક કાર્યો માટે જમીન વેચીને રોકાણ આકર્ષવાનો હતો.

ઓગસ્ટ 5: આર્ટિકલ 370 રદ કર્યાના બે વર્ષ બાદ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુ કાશ્મીર ફિલ્મ નીતિ 2021ની જાહેરાત કરી. આ નીતિ અંતર્ગત જમ્મુ કાશ્મીરના મનોરંજન ઉદ્યોગને વેગ આપવાનો હતો. જેના કારણે જમ્મુ કાશ્મીરમાં ફિલ્મ શૂટિંગનો સુવર્ણ યુગ પરત લાવી શકાય અને જમ્મુ કાશ્મીરના સિનેમાના સુવર્ણ દિવસો નવપલ્લવિત કરી શકાય.

2022:

ફેબ્રુઆરી 11:જમ્મુ કાશ્મીર પંચાયતી રાજ (સંશોધન) અધિનિયમ, 2022 લાવવામાં આવ્યો આ અધિનિયમ અનુસાર સ્થાનિય શાસનને વધારવા માટે પંચાયતોને વધુ અધિકાર આપવામાં આવ્યા છે.

એપ્રિલ 14: સરકારે વ્યવસાયિક કૌશલ્ય અને રોજગાર ક્ષમતા વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા જમ્મુ અને કાશ્મીર કૌશલ્ય વિકાસ મિશનની શરૂઆત કરી.

ઓગસ્ટ 5: આર્ટિકલ 370ને રદ કર્યાના ત્રણ વર્ષ બાદ સરકારે પ્રવાસ, કૃષિ અને પાયાગત માળખા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ અને આ ક્ષેત્રોની અર્થ વ્યવસ્થાને પુનર્જીવીત કરવા એક મોટી યોજનની જાહેરાત કરી.

2023:

જાન્યુઆરી 15: જમ્મુ કાશ્મીર વિકાસ વિત્ત નિગમની સ્થાપના વિકાસીય પરિયોજના અને નવી શરૂઆતોને નાણાકીય ફંડિંગ થઈ શકે તે માટે કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી 21: જમ્મુ કાશ્મીર સરકારે 1 એપ્રિલ 2023થી જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ વેરો લગાવાશે તેવી જાહેરાત કરી. જે અનુસાર જમ્મુ કાશ્મીર નગરપાલિકા અધિનિયમ, 2000ની ધારા 71 એ અને ઉપધારા 65 તેમજ ધારા 73ની ઉપધારા 1 અંતર્ગત નગરપાલિકા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોએ તેમની રેસિડેન્શિયલ અને નોન રેસિડેન્શિયલ સંપત્તિઓ પર સંપત્તિ વેરો ભરવો પડશે.

જૂન 18: સાર્વજનિક સેવાઓની સમયબદ્ધ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે પ્રશાસનિય કાર્યદક્ષતા અને પારદર્શિતા વધારવા માટે જમ્મુ અને કાશ્મીર લોક સેવા ગેરંટી અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું.

જુલાઈ 12: ભૂમિ રાજસ્વ પ્રશાસનમાં સુધારો કરીને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને જમીનની લેણદેણમાં વધુ સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા જમ્મુ કાશ્મીર ભૂમિ અધિનિયમ,2023ની રજૂઆત કરવામાં આવી.

આ નિર્ણયોના પરિણામો એક અલગ જ દ્રષ્ટિકોણને રજૂ કરે છે. સમર્થકોનો વિકાસ, શાસન સુધારો અને સ્થાનિક સંસ્થાઓના સશક્તિકરણ પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમનો તર્ક છે કે આ પહેલોમાં સમગ્ર વિસ્તારનો વિકાસ અને ભૂતકાળમાં ક્ષેત્રિય વિકાસમાં જે નડતર આવ્યા હતા તેમને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આનાથી વિપરિત વિરોધીઓએ સાંસ્કૃતિક વિશિષ્ટતાને નુકસાન પહોચાડતા, જનગણનાકીય પરિવર્તન અને પર્યાવરણીય વેપાર બંધ કરવા સંદર્ભે શંકા-કુશંકાઓ વ્યકત કરી છે.

  1. Jammu Kashmir News : जम्मू कश्मीर में अनुच्छेद 370 हटने से लेकर बाद के बदलाव पर डालिए नजर
  2. કલમ 370ની નાબૂદી બાદ પહેલીવાર 36 કેન્દ્રીય પ્રધાન લેશે જમ્મુ કાશ્મીરની મુલાકાત
  3. કલમ 370 નાબુદ કરવાના નિર્ણયને અમેરિકાનું સમર્થન, કાશ્મીરની પરિસ્થિતિ પર દર્શાવી ચિંતા
Last Updated : Aug 5, 2023, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.