ETV Bharat / bharat

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો, પાંચ જવાનો શહીદ, બે ઘાયલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 8:43 AM IST

Updated : Dec 22, 2023, 11:42 AM IST

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે અનેક જવાન ઘાયલ થયા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

પુંછ/જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કરતાં પાંચ સૈનિકો શહીદ થયા અને અન્ય બે ઘાયલ થયા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બે શહીદ સૈનિકોના મૃતદેહ ક્ષત-વિક્ષત હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતી ઢેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચેના ધત્યાર વળાંક પર લગભગ 4.45 કલાકે હુમલો કરવામાં આવ્યો. ઘટના બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સંયુક્ત સર્ચ ઓપરેશન: ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ હુમલાની સખત નિંદા કરી છે. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF), લશ્કર-એ-તૈયબા (LeT) ની પાકિસ્તાન સ્થિત શાખા, એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જમ્મુમાં સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે આ અંગે જણાવ્યું હતું કહ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે 'મજબૂત બાતમી'ના આધારે, બુધવારે રાત્રે પુંછ જિલ્લાના ઢેરા કી ગલી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

5 જવાન શહીદ: અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈનિકો ઘટના સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ બે વાહનો - એક ટ્રક અને એક જીપ્સી પર ગોળીબાર કર્યો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે દળોએ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ચાલુ ઓપરેશનમાં પાંચ જવાનો શહીદ થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓપરેશન ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ઘટનાની દુ:ખદાયક તસવીરો અને વીડિયોમાં રસ્તા પર લોહી, સૈનિકોના તૂટેલા હેલ્મેટ અને સેનાના બે વાહનોના તૂટેલા કાચ જોવા મળે છે.

આંતકવાદીઓ કર્યો આયોજીતપૂર્વક હુમલો: અધિકારીઓએ ભીષણ અથડામણ દરમિયાન સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે હાથોહાથની લડાઈની શક્યતાને નકારી ન હતી. અધિકારીઓએ કહ્યું કે, સંભાવના છે કે જે સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો આતંકવાદીઓ તે જવાનોના હથિયારો લઈ ગયા હોઈ શકે છે. જેમ જેમ ઓપરેશન ચાલુ રહે છે તેમ, અધિકારીઓ વધુ માહિતી એકઠી કરીને આ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ઉભા ગોઠવાયેલા જોખમોને દૂર કરવા માટેનો સખત પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલાના થોડા અઠવાડિયા પહેલા જ રાજૌરી જિલ્લાના બજીમલ જંગલ વિસ્તારના ધરમસાલ પટ્ટામાં ફાયરિંગ દરમિયાન બે કેપ્ટન સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.

  1. જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના બે વાહનો પર આતંકીઓએ હુમલો કર્યો, ચાર જવાન શહીદ, ચાર ઘાયલ
  2. 30મી ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનની નવી ઈમારતનું લોકાર્પણ કરશે
Last Updated :Dec 22, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.