ETV Bharat / bharat

30મી ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનની નવી ઈમારતનું લોકાર્પણ કરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 10:17 PM IST

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ. આ ઘટના પરથી સ્પષ્ટ છે કે વડા પ્રધાન મોદી 30મી ડિસેમ્બરે રેલવે સ્ટેશનની નવી ઈમારત અને એરપોર્ટનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન એક જનસભાને પણ સંબોધશે. PM Modi Inaugurate Ayodhya Shri Ram Airport December 30 Flag Off Vande Bharat Train Railway Station

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યાનો પ્રવાસ કરશે. વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટની સાથે અયોધ્યા રેલવે સ્ટેશનની નવી ઈમારતનું પણ લોકાર્પણ કરવાના છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે વડા પ્રધાન માત્ર વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરશે, પરંતુ યોગી આદિત્યનાથે રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ તેનાથી સ્પષ્ટ થાય છે કે એરપોર્ટની સાથે રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ થશે.

હવે વડા પ્રધાન મોદી અયોધ્યા રેલવે સ્ટેશનથી અયોધ્યાથી દિલ્હી તરફ જતી અને દરભંગાથી દિલ્હી જવા વાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરશે. આ બંને ટ્રેન અયોધ્યાથી પસાર થવાની છે. ગુરુવારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના પૂર્વ આયોજિત કાર્યક્રમ અંતર્ગત અયોધ્યાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સૌ પ્રથમ પ્રસિદ્ધ સિદ્ધ પીઠ હનુમાનગઢીમાં શ્રી રામ જન્મભૂમિમાં દર્શન પૂજા કર્યા.

ત્યારબાદ તેમણે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનની નવ નિર્મિત ઈમારતનું પણ નિરીક્ષણ કર્યુ. સમગ્ર વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી નક્કી કરવામાં આવ્યું કે આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા આ નવી ઈમારતને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે. જેનાથી અયોધ્યા આવનારી યાત્રાળુઓની ભીડને નિયંત્રિત કરી શકાય તેમજ યાત્રિકોને બહેતર સુવિધા મળી રહે.

આ નવી ઈમારતમાં ઓટોમેટિક એસ્કેલેટર, એસી હોલ, વિશાળ વેટિંગ એરીયા, હાઈટેક રિઝર્વેશન સેન્ટર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ દરેક સુવિધાને લઈને મુખ્ય પ્રધાને લાગતા વળગતા વિભાગો સાથે ચર્ચા કરી છે. ત્યારબાદ 30 ડિસેમ્બરે વડા પ્રધાન દ્વારા આ નવી ઈમારતના લોકાર્પણનો નિર્ણય લેવામાં આવ્યો.

અયોધ્યા રેલવે જંકશન પર બનેલ આ નવી ઈમારત રામ મંદિરના આકાર સાથે મેળ ખાય છે. આ ઈમારત ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. 30 ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ એરપોર્ટ પર પહોંચીને વડા પ્રધાન મોદી સૌથી પહેલા અયોધ્યાથી દિલ્હી જતી ફ્લાઈટને રવાના કરશે. દિલ્હીથી આવેલ પહેલી ફ્લાઈટ આ એરપોર્ટ પર લેન્ડ કરશે ત્યારબાદ ઈન્ડિગોની એરબસ અયોધ્યાથી દિલ્હી જવા રવાના થશે. આ એરપોર્ટ પર ઈનોગ્રલ ટેકઓફ થશે. ત્યારબાદ દિલ્હી અને અમદાવાદથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ થશે. જેની ટિકિટોનું વેચાણ પણ શરુ થઈ ગયું છે. ત્યારબાદ આ એરપોર્ટ પાસેના વિશાળ મેદાનમાં એક જનસભાને પણ સંબોધન કરશે. આ જનસભામાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ અને નાગરિકો એકત્ર થવાની સંભાવના છે. પોતાની અયોધ્યા મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે અયોધ્યાના વરિષ્ઠ સંતો સાથે મુલાકાતો કરી હતી.

  1. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: અડવાણી અને જોશીને ટ્રસ્ટે પાઠવ્યું આમંત્રણ, કહ્યું મહેરબાની કરીને ન આવતા
  2. અયોધ્યાના રામ મંદિરમાં પુજારી તરીકે મોહિત પાંડેની પસંદગી, દૂધેશ્વર વેદ વિધ્યાપીઠના રહી ચુક્યાં છે વિદ્યાર્થી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.