ETV Bharat / state

કીમ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી ચલાવાયાં, ભૂતકાળથી લીધો બોધપાઠ - Monsoon 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 2:45 PM IST

આ વર્ષે ચોમાસાનું આગમન થાય તે પહેલાં ગટરો સાફ કરવા સહિતની મહત્ત્વની કામગીરીઓ પાર પાડવાની હોય છે. ત્યારે સુરત જિલ્લાની કીમ ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.

કીમ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી ચલાવાયાં, ભૂતકાળથી લીધો બોધપાઠ
કીમ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી ચલાવાયાં, ભૂતકાળથી લીધો બોધપાઠ (ETV Bharat)

કચરાના કારણે ગટરો બ્લોક ન થાય તેની સાવચેતી (ETV Bharat)

સુરત : ઓલપાડના કીમ ગામે ચોમાસાના આગમન પહેલાં કિમ ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી.સુરત જિલ્લાની કીમ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસાનું આગમન થાય તે પહેલાં ગટરો સાફ કરવા સહિતની પ્રક્રિયાઓ કરવાનું શરુ કરવામાં આવ્યું છે.

ગટરો સાફ કરવા જેસીબી ચલાવાયું : કીમ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મારફતે ગટરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ વિસ્તારમાં ગત વર્ષે અને ભૂતકાળમાં પણ કચરાના કારણે ગટરો બ્લોક થઇ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

સારા ચોમાસાની આગાહી છે : ચોમાસાના આગમનને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે સારું ચોમાસું રહેશે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે ચોમાસા દરમિયાન લોકોને કઈ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે કીમ ગ્રામ પંચાયત દ્વારા આશિયાના નગર સહિતના વિસ્તારોમાં ગટરો સાફ કરી હતી. જેસીબીની મદદથી ગટરોમાંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.

વરસાદી પાણી ભરાવાની સમસ્યા : ઉલ્લખનીય છેકે ભૂતકાળમાં કીમ ગામે ચોમાસા દરમિયાન ગટરો બ્લોક થઇ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે ફરી આ ચોમાસુ 2024 દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.

  1. ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ નાળાની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી - Premonsoon Operations In Bhuj
  2. "પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ" : ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ - Pre Monsoon Preparedness Meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.