ETV Bharat / bharat

દેશની ટોપ ટેન શૈક્ષણિક સંસ્થામાં IIT રૂરકીને મળ્યું સ્થાન, કેન્દ્ર સરકાર 175 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડશે

author img

By

Published : Jul 15, 2022, 2:07 PM IST

IIT રૂરકીને ટોપ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ 2022ના ઈન્ડિયા રેન્કિંગમાં (India Rankings 2022) ટોપ ટેનમાં સામેલ કરવામાં આવ્યું છે. IIT રૂરકીએ સાતમું સ્થાન મેળવ્યું (Indian Institute Of Technology Roorkee) છે. તેમજ IIT રૂડકીના 175 વર્ષ પૂર્ણ થયા છે.

દેશની ટોપ ટેન શૈક્ષણિક સંસ્થામાં IIT રૂરકીને મળ્યું સ્થાન, કેન્દ્ર સરકાર ₹175નો ખાસ સિક્કો બહાર પાડશે
દેશની ટોપ ટેન શૈક્ષણિક સંસ્થામાં IIT રૂરકીને મળ્યું સ્થાન, કેન્દ્ર સરકાર ₹175નો ખાસ સિક્કો બહાર પાડશે

રૂરકી(ઉત્તરાખંડ): IIT એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (India Rankings 2022) રૂરકીની ગણના દેશની જાણીતી સંસ્થાઓમાં થાય છે. આ વખતે પણ IIT રૂરકીને ટોપ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ 2022ના ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં IIT રૂરકીને સાતમું સ્થાન મળ્યું છે.

IIT રૂરકીને સાતમું સ્થાન: વાસ્તવમાં, શિક્ષણ મંત્રાલયે ટોચની ઉચ્ચ શૈક્ષણિક (Ministry of Education) સંસ્થાઓની ઈન્ડિયા રેન્કિંગ 2022ની યાદી બહાર પાડી છે. જેમાં IIT મદ્રાસ (Indian Institute of Technology Madras) એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે IIT બેંગ્લોર બીજા અને IIT બોમ્બે ત્રીજા (IIT Roorkee) ક્રમે છે. તેમજ IIT રૂરકી (Indian Institute Of Technology Roorkee) પણ આ યાદીમાં સામેલ છે. જેણે સાતમું સ્થાન મેળવ્યું (tops Higher Educational Institutions) છે. જે ઉત્તરાખંડ માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો: મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર આજે નિર્ણય, જાણો શું હતો મામલો

175 રૂપિયાનો વિશેષ સિક્કો : IIT રૂરકીના 175 વર્ષ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર 175 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરશે. IIT રૂરકી માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. 35 ગ્રામ વજનના આ સિક્કામાં 50 ટકા ચાંદી હશે. IIT સેલિબ્રેશન કમિટીના ચેરપર્સન અરુણ કુમારે જણાવ્યું હતું કે 35 ગ્રામ વજનના આ સિક્કામાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાની સાથે પાંચ ટકા નિકલ અને ઝિંકનું મિશ્રણ હશે. સિક્કા પર અશોક સ્તંભ, સત્યમેવ જયતે તેમજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી લખવામાં આવશે. તેમજ IIT રૂરકીના ડિરેક્ટર પ્રો. એકે ચતુર્વેદીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો અને કહ્યું કે, IIT માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે 175 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર 175 રૂપિયાનો આકર્ષક વિશેષ સિક્કો (175 rupees special coin) બહાર પાડશે.

સિક્કાની વિશેષતાઓ: IIT સેલિબ્રેશન કમિટીના અધ્યક્ષ અરુણ કુમારના જણાવ્યા અનુસાર, 44 mm ગોળાકાર આ સિક્કાના મુખ્ય ભાગમાં IIT રૂરકીની મુખ્ય વહીવટી ઇમારત જેમ્સ થોમસન બિલ્ડિંગનો ફોટો હશે. આ ફોટાની નીચે 175 વર્ષ લખવામાં (175 years of IIT Roorkee) આવશે. તેની સાથે ઉપર અને નીચેના ભાગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અંગ્રેજીમાં લખવામાં આવશે.

આ પણ વાંચો: ભગવાનના રુપમાં આવ્યા CRPFના જવાનો, ગ્રામજનોને વહેતી નદી કરાવી ક્રોસ

સિક્કાની કિંમત 4 હજાર રૂપિયા: તેમજ જેમ્સ થોમસન બિલ્ડિંગની નીચે, એક બાજુ 1847 અને બીજી બાજુ 2022 લખવામાં આવશે. આ સિવાય સિક્કાની બીજી તરફ અશોક સ્તંભની નીચે સત્યમેવ જયતે અને રૂપિયાના ચિહ્ન સાથે 175 લખવામાં આવશે. એક તરફ હિન્દીમાં ભારત અને બીજી તરફ અંગ્રેજીમાં ભારત લખવામાં આવશે. અરુણ કુમારે જણાવ્યું કે, સિક્કાની અંદાજિત કિંમત લગભગ ચાર હજાર રૂપિયા હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.