ETV Bharat / bharat

IAF chopper crash : ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનમાં હોસ્પિટલમાં દાખલ, સાહસના કારણે મળી ચૂક્યો છે શૌર્ય ચક્ર

author img

By

Published : Dec 9, 2021, 8:31 AM IST

Updated : Dec 9, 2021, 10:15 AM IST

તમિલનાડુના કુન્નુરની પાસે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ (IAF chopper crash) થયું હતું, જેના કારણે હેલિકોપ્ટરમાં સવાર સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat death), તેમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહને (Captain Varun Singh) વેલિંગ્ટનના સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈનો સામનો કરી રહ્યા છે. તેમને પહેલા પણ તેમના સાહસના કારણે શૌર્ય ચક્ર (Captain Varun Singh Shaurya Chakra) મળી ચૂક્યો છે.

IAF chopper crash: ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનમાં હોસ્પિટલમાં દાખલ, સાહસના કારણે મળી ચૂક્યો છે શૌર્ય ચક્ર
IAF chopper crash: ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનમાં હોસ્પિટલમાં દાખલ, સાહસના કારણે મળી ચૂક્યો છે શૌર્ય ચક્ર

  • તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં 13 લોકોનું થયું નિધન
  • દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનમાં હોસ્પિટલમાં દાખલ
  • પોતાના સાહસના કારણે કેપ્ટન વરુણ સિંહને મળી ચૂક્યો છે શૌર્ય ચક્ર

દેવરિયાઃ બુધવારે તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુ સેનાનું એમઆઈ-17 V5 હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ (IAF chopper crash)થયું હતું. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat death), તેમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનું નિધન થયું છે. તો દેવરિયાના કેપ્ટન વરુણ સિંહ (Captain Varun Singh) ઈજાગ્રસ્ત થયા છે. અત્યારે વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. દેવરિયા સહિત સમગ્ર દેશમાં તેમની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો- Bipin Rawat chopper Crash: વાયુ સેનાના ચીફ વી. આર. ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા

10,000 ફિટની ઉંચાઈએ વિમાનમાં ખરાબી થઈ છતાં વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું

દેવરિયાના રુદ્રપુર તાલુકાના કન્હૌલી ગામના રહેવાસી કેપ્ટન વરુણ સિંહ તેમના સાહસ અને પરાક્રમ માટે જાણીતા છે. તેમને ગઈ 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શૌર્ય ચક્રથી (Captain Varun Singh Shaurya Chakra) સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ વિંગ કમાન્ડરને ફ્લાઈંગ કન્ટ્રોલ સિસ્ટમ ખરાબ થવા છતાં 10,000 ફિટની ઉંચાઈથી વિમાનનું સફળ લેન્ડિંગ કરાવવા બદલ આપવામાં આવ્યો હતો. કન્હૌલી ગામના રહેવાસી વિંગ કમાન્ડર વરુણ સિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે. તેમના પિતા કે. પી. સિંહ પણ સેનાથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. જ્યારે નાના ભાઈ પણ નેવીમાં કાર્યરત્ છે.

આ પણ વાંચો- Bipin Rawat Chopper Crash: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આજે સંસદમાં આપશે નિવેદન

કેપ્ટન વરુણ સિંહે અનેક લોકોનો જીવ બચાવ્યો છે

તેમણે 12 ઓક્ટોબર 2020માં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટની સાથે ઉડાન ભરી હતી. લગભગ 10,000 ફિટની ઉંચાઈ પર પહોંચતા જ વિમાનની ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. આવા મુશ્કેલ સમયમાં તેમણે પોતાના સાહસ અને ધૈર્યનો પરિચય આપી ગીચ વિસ્તારથી દૂર લઈ જઈને વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. આવું તેમણે અનેક લોકોના જીવ બચાવવાના ઉદ્દેશ સાથે કર્યું હતું. વરુણ સિંહ તેજસ વિમાનને પણ ઉડાવી ચૂક્યા છે. ગોરખપુરમાં તેઓ વર્ષ 2007થી 2009 સુધી કાર્યરત્ રહ્યા હતા.

Last Updated : Dec 9, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.