ETV Bharat / bharat

India Canada Controversy: ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને કેનેડા પ્રવેશ પર પ્રતિબંધ લાદોઃ હિન્દુ ફોરમ કેનેડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 1:19 PM IST

હિન્દુ ફોરમ કેનેડાના વકીલે કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન માર્ક મિલરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ખાલીસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુના એક ઓનલાઈન વીડિયોને હેટ સ્પીચ ગણાવી છે. પન્નુ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે. વાંચો સમગ્ર સમાચાર.

ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને કેનેડા પ્રવેશ પર પ્રતિબંધ લાદોઃ હિન્દુ ફોરમ કેનેડા
ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને કેનેડા પ્રવેશ પર પ્રતિબંધ લાદોઃ હિન્દુ ફોરમ કેનેડા

ઓટાવાઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની મુદ્દે વિવાદ છેડાયેલો છે. ભારત અને કેનેડા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આવામાં ભારત તરફથી હિન્દુ ફોરમ કેનેડા(HFC)એ ખાલીસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. જેમાં પન્નુના એક ઓનલાઈન વીડિયોને HFCએ હેટ સ્પીચ ગણાવી છે. પન્નુની સ્પીચથી કેનેડામાં રહેતા ભારતીયો જ નહીં પરંતુ કેનેડિયન નાગરિકોમાં પણ ભય વ્યાપી ગયો છે. HFCએ કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન માર્ક મિલરને પત્ર લખી પન્નુના કેનેડા પ્રવેશ પર પ્રતિબંધ લાદવાની માંગણી કરી છે.

શું છે હિન્દુ ફોરમ કેનેડાઃ કેનેડાના ઓંટારિયોમાં હિન્દુ ફોરમ કેનેડા(HFC) એક નોન પ્રોફિટેબલ એનજીઓ સક્રીય છે. જે કેનેડામાં માઈનોરિટી માટે લાભદાયી નીતિઓનું સમર્થન કરે છે. HFC પોતાના એક્સ હેન્ડલ પર કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન મિલરને પત્ર લખ્યો છે. આ પત્રમાં પન્નુએ કેનેડામાં વસતા ભારતીયો વિરૂદ્ધ હેટ સ્પીચ આપી હોવાથી તેને કેનેડામાં ન પ્રવેશવાની અપીલ કરવામાં આવી છે.

કેનેડિયન ઈમિગ્રેશન પ્રધાનને પત્રઃ HFCના વકીલ પીટર થોર્નિંગે પોતાના પત્રમાં લખ્યું છે કે પન્નુનો એક ઓનલાઈન વીડિયો વાયરલ થયો છે. જેમાં તે દરેક હિન્દુઓને કેનેડા છોડવા અને ભારત પરત ફરવા માટે કહી રહ્યો છે. ઉપરાંત પન્નુ ભારતીયો માટે ઉશ્કેરણી જનક નિવેદન પણ કરતો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો વીડિયો ચિંતાજનક બાબત છે. કેનેડાએ પોતાના આંતરિક વિસ્તારમાં ચોક્કસ સમૂહ વિરૂદ્ધ હિંસાને સમર્થન ન આપવું જોઈએ. કેનેડા પન્નુની આ હેટ સ્પીચને નજર અંદાજ ન કરે તે આવશ્યક છે. આ હેટ સ્પીચનો દુષ્પ્રભાવ શાળા-કોલેજ-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા યુવાનો પર પરડશે.

ઈન્ડિયન વર્લ્ડ ફોરમની પણ માંગણીઃ HFCના વકીલ જણાવે છે કે પન્નુને સુરક્ષાના કારણો સર પણ કેનેડામાં પ્રવેશ ન આપવો જોઈએ. ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમય સુધી દ્વિપક્ષીય સંબંધો જળવાયા છે. જે લોકશાહી અને પારસ્પરીક સંબંધોની પરંપરા પર આધારિત છે. આ અગાઉ ઈન્ડિયન વર્લ્ડ ફોરમ(IWF) દ્વારા બુધવારે કેનેડમાં વસતા ભારતીયોને નિશાન બનાવતી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા શીખ ફોર જસ્ટિસ જેવા સંગઠનોની ટીકા કરવામાં આવી હતી. IWF દ્વારા કેનેડિયન સરકારને અર્શદીપ સિંહ ઢલ્લા સહિત અનેક પ્રખ્યાત આતંકવાદીઓ પર ગંભીર કાર્યવાહીની માંગણી કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

  1. Rajsthan Crime News: NIAનો સપાટો, રાજસ્થાના 13 જિલ્લાઓમાં રેડ
  2. India Canada Controversy: ખાલીસ્તાની સમર્થકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે કેનેડા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.