ETV Bharat / bharat

Whatsapp privacy policy: દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન પર આજે સુનાવણી

author img

By

Published : Jul 30, 2021, 12:29 PM IST

વ્હોટ્સએપ ગોપનીયતા નીતિ (Whatsapp privacy policy)ને પડકારતી પિટિશન પર આજે દિલ્હી હાઈકોર્ટ (Delhi high court) સુનાવણી કરશે.

Whatsapp privacy policy
Whatsapp privacy policy

  • નવી ગોપનીયતા નીતિ માટે વોટ્સએપ કપટપૂર્વક વપરાશકર્તાઓની સંમતિ મેળવવા ઇચ્છે છે
  • નવી ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી
  • વપરાશકર્તાનો ડેટા કોઈપણ તૃતીય પક્ષને શેર ન કરવાનો અધિકાર છીનવી લે છે

નવી દિલ્હી: વ્હોટ્સએપ ગોપનીયતા નીતિને (Whatsapp privacy policy) પડકારતી પિટિશન પર આજે દિલ્હી હાઈકોર્ટ (Delhi high court)માં સુનાવણી થવાની સંભાવના છે. આ કેસમાં કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ એ IT એક્ટનું ઉલ્લંઘન છે. કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

વોટ્સએપ વપરાશકર્તાઓને ગોપનીયતા નીતિ સ્વીકારવા દબાણ કરી રહ્યું છે

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, નવી ગોપનીયતા નીતિ માટે વોટ્સએપ કપટપૂર્વક વપરાશકર્તાઓની સંમતિ મેળવવા ઇચ્છે છે. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, વોટ્સએપનું હાલનું જાહેરનામું 24 માર્ચના કમિશનના આદેશની પુષ્ટિ કરે છે. જેમાં તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વોટ્સએપ વપરાશકર્તાઓને ચોક્કસ અંતરાળોમાં ગોપનીયતા નીતિ સ્વીકારવા માટે સૂચના મોકલીને ગોપનીયતા નીતિ સ્વીકારવા દબાણ કરી રહ્યું છે.

નવી ગોપનીયતા નીતિ લોકોના અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે

સીમા સિંહ અને મેઘન સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ લોકોના અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. વોટ્સએપની ગોપનીયતા નીતિ અનુસાર તે વપરાશકર્તાનો ડેટા કોઈપણ તૃતીય પક્ષને શેર ન કરવાનો અધિકાર છીનવી લે છે. જો વ્હોટ્સએપ ફેસબુક સાથે યુઝર્સનો ડેટા શેર કરે છે. આનો અર્થ છે કે તે દર સેકન્ડમાં વપરાશકર્તાનો ડેટા એકત્રિત કરશે અને એક રીતે તે ફેસબુક અને તેની કંપનીઓની દેખરેખ હેઠળ રહેશે જે ગેરકાયદેસર છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા એડવોકેટ એસોસિએશનની રજૂઆત

ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની ગેરહાજરીમાં યુઝર્સે પણ કંપની પર નિર્ભર રહેવું પડશે

પિટિશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની ગેરહાજરીમાં યુઝર્સે પણ કંપની પર નિર્ભર રહેવું પડશે. અરજીમાં વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી છે. વોટ્સએપએ હાઈકોર્ટમાં ફાઇલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે કોઈ પણ વપરાશકર્તા તેની ગોપનીયતા નીતિ સ્વીકારે તે ફરજિયાત નથી. વોટ્સએપે કહ્યું છે કે કાયદા અનુસાર જો વપરાશકર્તા તેની શરતો સાથે સહમત ન થાય તો કંપની તેને સેવા પૂરી પાડવા માટે બંધાયેલી નથી.

આ પણ વાંચો: Notice to Delhi Police: તાહીર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતાંDelhi High Court એ નોટિસ પાઠવી

કોઈપણ વપરાશકર્તાને ગોપનીયતા નીતિ - વોટ્સએપ સ્વીકારવાનું બંધનકર્તા નથી

વોટ્સએપે કહ્યું કે, તેના અપડેટ્સમાં કોઈપણ પ્રકારની દખલ ઇન્ટરનેટ આધારિત એપ અને વેબસાઇટ્સ સાથે સંકળાયેલા સમગ્ર ઉદ્યોગને બરબાદ કરી દેશે. વોટ્સએપે એમ પણ કહ્યું છે કે, ઘણી ખાનગી કંપનીઓ વપરાશકર્તાનો ડેટા એકત્રિત કરે છે. આરોગ્ય સેતુ, IRCTC, ભીમ એપ વગેરે જેવી સરકારી કંપનીઓ પણ વપરાશકર્તાનો ડેટા એકત્રિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.