ETV Bharat / bharat

મારી વિરુદ્ધ જૂઠ ફેલાવાય રહ્યું છે, પાકિસ્તાની પત્રકારના આરોપો પર હમીદ અંસારીની પ્રતિક્રિયા

author img

By

Published : Jul 13, 2022, 10:01 PM IST

હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને લઈને નિવેદન (Hamid Ansari on pakistani journalist) આપ્યું છે. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં તેમના પર પાકિસ્તાની પત્રકાર સાથે ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ હતો. તેમણે કહ્યું કે તેમની વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં એક પાકિસ્તાની પત્રકારે આરોપ લગાવ્યો છે કે તે UPAના સમયે હામિદ અન્સારીના આમંત્રણ પર ભારત આવ્યો હતો.

મારી વિરુદ્ધ જૂઠ ફેલાવાય રહ્યું છે, પાકિસ્તાની પત્રકારના આરોપો પર હમીદ અંસારીની પ્રતિક્રિયા
મારી વિરુદ્ધ જૂઠ ફેલાવાય રહ્યું છે, પાકિસ્તાની પત્રકારના આરોપો પર હમીદ અંસારીની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પર પાકિસ્તાનના એક પત્રકારે સનસનાટીભર્યા આરોપ (nusrat mirza pak journo on hamid ansari ) લગાવ્યા છે. તેનું કહેવું છે કે, તેને ઘણી ગોપનીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. પાકિસ્તાની પત્રકારના આ દાવા અંગે ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો છે. હામિદ અંસારીએ (Hamid Ansari on pakistani journalist) આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

  • Insinuations and innuendos by a spokesperson of the BJP against Sonia Gandhi, Congress President & Hamid Ansari, former Vice-President of India, are to be condemned in the strongest possible language: Jairam Ramesh, Congress General Secretary in-charge Communications

    (File pic) pic.twitter.com/WKhjNWVttq

    — ANI (@ANI) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મારી વિરુદ્ધ જૂઠાણું: અંસારીએ કહ્યું, (information shared by hamid ansari) "મીડિયા અને ભાજપના સત્તાવાર પ્રવક્તા દ્વારા મારી વિરુદ્ધ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. જાણીતી હકીકત એ છે કે, ભારતના VP દ્વારા વિદેશી મહાનુભાવોને આમંત્રણો સામાન્ય રીતે વિદેશ મંત્રાલય દ્વારા સરકાર સાથે પરામર્શમાં હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં 11મી ડિસેમ્બર 2010ના રોજ આતંકવાદ પરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય પ્રથાની જેમ આમંત્રિતોની યાદી આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવી હશે. મેં તેને (પાકિસ્તાની પત્રકાર)ને ક્યારેય આમંત્રણ આપ્યું નથી અને ન તો મળ્યા છે.

  • Ex-VP & Congress leader Hamid Ansari issues a statement regarding Pak journalist Nusrat Mirza.

    "...falsehood unleashed on me in sec of media&by official spox of BJP...known fact that invitation to foreign dignitaries by VP of India is on advice of Govt generally through MEA..." pic.twitter.com/BMX1Ft50IF

    — ANI (@ANI) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજુર, કોર્ટ ગાદલું આપવા સહમત

પત્રકારે કહ્યું હતું કે તે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો અને અહીંથી એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ માહિતી પોતાના દેશની ગુપ્તચર સંસ્થા ISIને આપી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાની કથિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેણે અન્સારીના આમંત્રણ પર ભારતની મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. ભાટિયાએ કહ્યું હતું કે જો કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત તત્કાલિન ઉપાધ્યક્ષ, સત્તાધારી પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર મૌન રહે છે, તો તે તેમના આ "પાપો" ની કબૂલાત સમાન હશે.

આ પણ વાંચો: મોહમ્મદ શમીએ તે કર્યું જે અકરમ સ્ટેન અને એન્ડરસન ન કરી શક્યા

મિર્ઝાના ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે દર્શાવે છે કે તે ભારતમાં આતંકવાદના મુદ્દા પર આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો, જેને અંસારીએ પણ સંબોધિત કર્યો હતો. ભાટિયાએ કહ્યું, 'ભારતના લોકો તમને આટલું સન્માન આપે છે અને તમે દેશ સાથે છેતરપિંડી કરી રહ્યા છો. શું આ દેશદ્રોહ નથી? સોનિયા ગાંધી, રાહુલ અને હામિદ અંસારીએ આગળ આવીને આનો જવાબ આપવો જોઈએ.

ઈન્ટરવ્યુમાં દાવો: તેમણે કહ્યું કે મિર્ઝાએ પાકિસ્તાનમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, અંસારીએ તેમને 2005-11 દરમિયાન પાંચ વખત ભારતમાં આમંત્રણ આપ્યું હતું અને અત્યંત સંવેદનશીલ અને ગોપનીય માહિતી શેર કરી હતી. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે, "તેણે (મિર્ઝા) અન્સારી પાસેથી માહિતી મેળવી હતી અને તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો હતો." તેમણે કહ્યું કે મિર્ઝાને આતંકવાદના મુદ્દે એક સેમિનારને સંબોધવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ભાજપનું ષડયંત્ર: કોંગ્રેસે આ સમગ્ર વિવાદને ભાજપનું ષડયંત્ર (hamid ansari counters bjp allegation) ગણાવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે ભાજપ જાણીજોઈને કોઈના ચારિત્ર્યને મારી નાખે છે. તેમણે કહ્યું કે ભાજપ જુઠ્ઠાણું ફેલાવવામાં માહેર છે. ભાજપ અને પીએમ મોદી આટલી હદે નીચે પડી જશે, તે તેમની માનસિક નાદારી દર્શાવે છે. રમેશે કહ્યું કે ભાજપે સમગ્ર વિવાદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હામિદ અંસારીના નામ લીધા છે. જ્યારે જે કાર્યક્રમની વાત કરવામાં આવી રહી છે તેની સંપૂર્ણ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.