ETV Bharat / bharat

Good news between Corona: ઝાયડસે કેન્દ્ર સરકારને કોરોનાની ZyCoV-D વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું શરૂ

author img

By

Published : Feb 2, 2022, 11:38 AM IST

ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસે કેન્દ્ર સરકારને કોરોનાની વેક્સિન ZyCoV D પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. કંપનીએ આ અંગે બુધવારે જાહેરાત (Pharmaceutical Company Zydus announced for vaccine) કરી હતી. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સારા સમાચાર (Good news between Corona) આવ્યા છે.

અમદાવાદ: ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસે બુધવારે જાહેરાત (Pharmaceutical Company Zydus announced for vaccine) કરી હતી કે, તેણે તેની કોરોનાની વેક્સિન ઝાયકોવ ડી (Zydus starts supply ZyCov D to Central Government)નો સપ્લાય ભારત સરકારને પહોંચાડવાનો શરૂ કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, ભારત સરકારને આ સપ્લાય તેના નવા કમિશન્ડ અત્યાધુનિક, ઝાયડસ વેક્સિન ટેક્નોલોજી એક્સેલન્સ સેન્ટરમાંથી તેમના આદેશ વિરુદ્ધ શરૂ (Good news between Corona) કર્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદના ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્ક (Zydus Biotech Park in Changodar) આવેલો છે.

આ પણ વાંચો- Vaccination In Gujarat: 2021માં મૃત્યુ પામેલી મહિલાને આરોગ્ય વિભાગે ગઈકાલે આપ્યો વેક્સિનનો બીજો ડોઝ!

કંપની ખાનગી બજારમાં વેક્સિન ઉપલબ્ધ કરવાની તૈયારીમાં

કંપની આ વેક્સિન ખાનગી બજારમાં ઉપલબ્ધ કરાવવાની પણ યોજના (Zydus starts supply ZyCov D to Central Government) બનાવી રહી છે. ZyCoV D એ ત્રણ ડોઝની વેક્સિન છે, જે 0 દિવસ 28 અને 56મા દિવસે દુખાવા વગર ફાર્માજેટ સોયમુક્ત સિસ્ટમ, ટ્રોપિસનો ઉપયોગ કરીને ઈન્ટ્રાડર્મલી રીતે આપવામાં આવે છે.

આ પણ વાંચો- Vaccine Use India : કોવેક્સિન અને કોવિશિલ્ડને બજારમાં વેચાણ કરવા ભલામણ

ઝાયડસના પ્લાન્ટની અંદર સમગ્ર પ્રક્રિયામાં સામગ્રી ટ્રાન્સફર ઓટોમેટેડ છે

તો આ વેક્સિનની કિંમત (Zydus starts supply ZyCov D to Central Government) પ્રતિ ડોઝ 265 રૂપિયા અને આ વેક્સિન લેનારાને પ્રતિ ડોઝ 93 રૂપિયામાં GST સિવાય ઓફર કરવામાં આવશે. Zydus VTEC સોયમુક્ત DNA પ્લાઝમિડ વેક્સિન, ZyCoV-D માટે ડ્રગ પદાર્થનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટની અંદર ઉત્પાદન પ્રક્રિયા અને પ્રક્રિયામાં સામગ્રી ટ્રાન્સફર ઓટોમેટેડ છે.

ઝાયડસે શિલ્પા મેડિકેર સાથે કરાર કર્યો

Zydus એ શિલ્પા મેડિકેર લિમિટેડ સાથે એક નિશ્ચિત કરાર (Zydus Shilpa Medicare Limited Agreement) પણ કર્યો છે, જે ZyCoV Dના પરસ્પર સંમત ડોઝનું ઉત્પાદન કરવા (Zydus starts supply ZyCov D to Central Government) કોન્ટ્રાક્ટ મેન્યૂફેક્ચરિંગ સંસ્થા છે. કંપનીએ પ્લાઝમિડ ડિએનએ વેક્સિન માટે મેન્યૂફેક્ચરિંગ લાઈસન્સ અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે રિપબ્લિક ઓફ કોરિયાના એન્ઝાઈકેમ લાઈફસાયન્સીઝ સાથે પણ કરાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.