ETV Bharat / bharat

મેળામાંથી પરત ફરતી સગીરાને જોઈ, ચાર નરાધમોએ પીંખી નાખી

author img

By

Published : Oct 4, 2022, 7:26 PM IST

મુઝફ્ફરપુરમાં એક સગીર સાથે ચાર લોકોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે. બાળકીને ગંભીર હાલતમાં SKMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દુષ્કર્મ બાદ બદમાશો બાળકીને બેભાન કરીને સ્થળ પરથી ભાગી ગયા હતા.(gang rape with minor in Muzaffarpur) ઘટનાની જાણ થતાં ઔરાઈ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી.

મેળાથી પરત ફરતી સગીરને જોઈ, ચાર નરાધમોએ જંગલમાં લઈ જઈ પીંખી નાખી
મેળાથી પરત ફરતી સગીરને જોઈ, ચાર નરાધમોએ જંગલમાં લઈ જઈ પીંખી નાખી

મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.(gang rape with minor in Muzaffarpur) મેળો જોઈને પરત ફરી રહેલા સગીરાને બે બાઇક પર આવેલા ચાર યુવકોએ ઉપાડીને જંગલમાં લઈ ગયા હતા. ત્યાં ચારે આરોપીઓએ મળીને બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ બાળકીની હાલત નાજુક છે. (gangrape with minor girl ) તેને પહેલા ઔરાઈ PHCમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેની ગંભીર હાલત જોઈને ડોક્ટર્સે તેને SKMCH હોસ્પિટલમાં રિફર કરી દીધી હતી. આ ઘટના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

સગીરા SKMCHમાં દાખલ: મુઝફ્ફરપુરમાં મેળો જોઈને પરત ફરી રહેલી ધોરણ 6ની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેને રસ્તા પરથી ઉપાડીને, બાઇક પર આવેલા ત્રણ યુવકો તેને જંગલ તરફ લઈ ગયા. પછી વારાફરતી દુષ્કર્મ કર્યું. આ ઘટના જિલ્લાના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. દુષ્કર્મ બાદ બદમાશો બાળકીને બેભાન કરીને સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઔરાઈ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. બાળકીને સારવાર માટે ઔરાઈ PHCમાં મોકલવામાં આવી હતી. અહીંથી ડોક્ટરોએ તેને SKMCHમાં રીફર કરી હતી. જ્યાં બાળકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

દીકરી બેભાન પડી હતી: આ અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતુ કે, ઘટના બાદ અમે જંગલ તરફ દોડી ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે દીકરી બેભાન પડી હતી. તેઓ તેને ઔરાઈ PHCમાં લઈ આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીને PHCમાંથી SKMCHમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અહીં ઔરાઈ પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.