ETV Bharat / bharat

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન, PM Modiએ દુઃખ વ્યક્ત કર્યું

author img

By

Published : Sep 2, 2021, 12:35 PM IST

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન, PM Modiએ દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન, PM Modiએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું આજે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ આપી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મેં આજે સવારે પોતાના સૌથી નજીકના મિત્ર, પાયોનિરના સંપાદક અને પૂર્વ સાંસદ ચંદન મિત્રાને ગુમાવી દીધા છે.

  • રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન
  • રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ આપી માહિતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કરી આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું આજે નિધન થયું છે. ત્યારે આ અંગે માહિતી આપતા રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યું હતું કે, મેં આજે સવારે ખૂબ જ અંગત મિત્ર, પાયોનિરના સંપાદક અને પૂર્વ સાંસદ ચંદન મિત્રાને ગુમાવી દીધા છે.

  • I lost my closest friend—editor of Pioneer & former MP Chandan Mitra—this morning. We were together as students of La Martiniere & went on to St Stephen’s & Oxford. We joined journalism at the same time & shared the excitement of Ayodhya & the saffron wave. 1/2

    — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ચંદન મિત્રાને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ કરવામાં આવે છે. તેમણે મીડિયા અને રાજનીતિની દુનિયામાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.

  • I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9

    — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- કલ્યાણ સિંહના પાર્થિવ શરીર પર ત્રિરંગાની ઉપર ભાજપનો ઝંડો, સર્જાયો વિવાદ

ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું

ચંદન મિત્રાના નિધન પર ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ દુઃખ વ્યક્ત કરતા તેમની સાથે જોડાયેલી યાદ તાજા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, અમે બંને સાથે લા માર્ટિનિયર કોલેજ અને પછી સ્ટિફન ઓક્સફોર્ડમાં ભણ્યા હતા. બંને એક સાથે પત્રકારત્વથી જોડાયા હતા. અયોધ્યા અને ભગવા લહેરના ઉત્થાનનો ઉત્સાહ પણ સાથે સાથે જોયો હતો.

  • Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્વપ્ન દાસગુપ્તાએ ચંદન મિત્રા સાથે જૂનો ફોટો શેર કર્યો

સ્વપ્ન દાસગુપ્તાએ ચંદન મિત્રાની સાથે પડાવેલો જૂનો ફોટો શેર કર્યો હતો. આ સાથે જ તેમણે લખ્યું હતું કે, વર્ષ 1972માં જ્યારે હું અને ચંદન મિત્રા સ્કૂલ ટ્રિપ પર ગયા હતા. આ ત્યારનો ફોટો છે. તેમણે પોતાના મિત્ર ચંદન મિત્રાને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું મિત્ર તમે જ્યાં પણ રહો ખુશ રહો. ઓમ શાંતિ.

ચંદન મિત્રા પહેલી વખત 2003માં સાંસદ બન્યા હતા

આપને જણાવી દઈએ કે, ચંદન મિત્રા 2 વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા હતા. પહેલી વખત આ ઓગસ્ટ 2003થી 2009 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા. પછી ભાજપે 2010માં તેમણે મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ બન્યા હતા. વર્ષ 2018માં ચંદનમાં ચંદન મિત્રા તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (TMC) જોઈન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.