ETV Bharat / bharat

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે થાઈલેન્ડથી વતન તરફ વળ્યા

author img

By

Published : Sep 3, 2022, 9:48 AM IST

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે સ્વદેશ પરત ફર્યા છે. શ્રીલંકાથી લગભગ બે મહિના ભાગ્યા બાદ તે સ્વદેશ પરત ફર્યો છે. રાજપક્ષે 13 જુલાઈના રોજ દેશ છોડીને ભાગી ગયા હતા. Gotabaya Rajapaksa returns to Sri Lanka, Gotabaya returns from Thailand

પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે થાઈલેન્ડથી શ્રીલંકા ફર્યા છે પરત
પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે થાઈલેન્ડથી શ્રીલંકા ફર્યા છે પરત

કોલંબો: શ્રીલંકાથી ભાગ્યાના લગભગ બે મહિના પછી પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa returns to Sri Lanka) થાઇલેન્ડથી સ્વદેશ પરત ફર્યા છે. અભૂતપૂર્વ આર્થિક કટોકટી વચ્ચે 9 જુલાઈના રોજ શ્રીલંકામાં તેમના રાજીનામાની માંગણીના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા બાદ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ દેશ છોડીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી ભયાનક પૂર, એક તૃતિયાંશ ભાગ પાણીમાં ગરકાવ

પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા ફર્યા પરત : વિરોધીઓએ કોલંબોમાં રાષ્ટ્રપતિ નિવાસ સહિત અન્ય ઘણી સરકારી ઇમારતો પર હુમલો કર્યો હતો. ગોટાબાયા રાજપક્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અહીંના બંધારનાઈકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના ઘણા પ્રધાનો અને સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટથી પરત ફર્યા છે.

સુરક્ષા માટે મોટી સુરક્ષા ટુકડી તૈનાત કરવામાં આવશે : તેમના કહેવા પ્રમાણે, તેઓ પાછા આવવા માટે પહેલા થાઈલેન્ડથી સિંગાપોર ગયા હતા કારણ કે, થાઈલેન્ડના બેંગકોક અને શ્રીલંકાના કોલંબો વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. ડેઇલી મિરરે અહેવાલ આપ્યો છે કે, ગોટાબાયા રાજપક્ષે અહીં વિજેરામા મવાથા પાસેના સરકારી બંગલામાં રોકાશે અને વિસ્તારની સુરક્ષા માટે મોટી સુરક્ષા ટુકડી તૈનાત કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષે સરકારી બંગલો અને અન્ય સુવિધાઓના હકદાર છે.

ગોટાબાયા રાજપક્ષે 14 જુલાઈના રોજ મોકલ્યું હતું રાજીનામું : ગોટાબાયા રાજપક્ષે અગાઉ શ્રીલંકા એરફોર્સના વિમાન દ્વારા કોલંબોથી માલદીવ ભાગી ગયા હતા. માલદીવથી તેઓ સિંગાપોર જવા રવાના થયા, જ્યાંથી તેમણે 14 જુલાઈના રોજ રાજીનામું મોકલ્યું હતું. બાદમાં રાજપક્ષે કામચલાઉ આશ્રયની શોધમાં થાઈલેન્ડ ગયા હતા. થાઈલેન્ડના વિદેશ પ્રધાન ડોન પ્રમુદવિનાઈએ કહ્યું છે કે, રાજપક્ષે 90 દિવસ સુધી દેશમાં રહી શકે છે કારણ કે તેમની પાસે હજુ પણ રાજદ્વારી પાસપોર્ટ છે.

આ પણ વાંચો : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તલંગાણામાં રાશન દુકાનોનું કર્યું નિરીક્ષણ

રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે : રાજપક્ષેની હકાલપટ્ટી પછી, શ્રીલંકાની સંસદે તત્કાલીન કાર્યકારી રાષ્ટ્રપતિ અને 6 વખતના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને તેમના અનુગામી તરીકે ચૂંટ્યા હતા. વિક્રમસિંઘેને 225 સભ્યોની સંસદમાં સૌથી મોટી પાર્ટી શ્રીલંકા પોદુજાના પેરામુનાનું (SLPP) સમર્થન હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે રાજપક્ષેના નેતૃત્વવાળી SLPPની વિનંતી પર તેમના સ્વદેશ પરત આવવાની વ્યવસ્થા કરી છે. એસએલપીપીના મહાસચિવ સાગર કરિયાવાસમે 19 ઓગસ્ટે કહ્યું હતું કે, પ્રમુખ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં આ સંબંધમાં વિનંતી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.