ETV Bharat / bharat

ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ કહ્યા

author img

By

Published : Sep 23, 2022, 12:07 PM IST

આજે શુક્રવારે RSSના વડા મોહન ભાગવતને (RSS chief Mohan Bhagwat) મળ્યા બાદ અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ (Umair Ahmed Ilyasi) મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્રના ઋષિ' કહ્યા છે. આ મામલે મૌલાના ઉમર ઇલ્યાસીએ ETV Bharat સાથે વાત કરી હતી.

ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ કહ્યા
ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ કહ્યા

નવી દિલ્હી: આજે શુક્રવારે RSSના વડા મોહન ભાગવત (RSS chief Mohan Bhagwat) સાથે મુલાકાત કર્યા પછી અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ (Umair Ahmed Ilyasi) મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્ર ઋષિ' કહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા મૌલાના ઉમર ઈલ્યાસીના અંગત આમંત્રણ પર થઈ હતી. આ પ્રસંગે મોહન ભાગવતે લગભગ દોઢ કલાક મસ્જિદમાં વિતાવ્યા, ત્યારબાદ તેઓ મસ્જિદથી મદરેસા તાજવીદ-ઉલ-કુરાન ગયા, જ્યાં તેમણે બાળકોને શિક્ષણ વિશે વાત કરી હતી.

ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા : આ બેઠક બાદ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું. તેમણે ETV Bharatને કહ્યું કે હા, આ સમયે મોહન ભાગવતને રાષ્ટ્રીય સંબોધન કહેવામાં ખોટું નથી. તેઓ સંઘ પ્રજારક તરીકે રાષ્ટ્રને સમર્પિત જીવન જીવે છે. ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મૌલાના ઉમર ઇલ્યાસીના આ નિવેદનથી નવી ચર્ચા શરૂ થઈ છે. ETV Bharatના સંવાદદાતાએ મૌલાના ઉમર ઇલ્યાસીને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમના ચહેરા પર અનાદર સ્પષ્ટ દેખાતો હતો. પ્રશ્ન પૂછવા પર તેણે ઓકે કહીને ઇન્ટરવ્યુ સમાપ્ત કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.