ETV Bharat / bharat

આજે વિશ્વ સિંહ દિવસ, રાજકોટમાં શરૂ થશે સીરો સર્વે. આ સહિતના અન્ય સમાચારો માટે વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ

author img

By

Published : Aug 10, 2021, 6:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

ETV Bharat Top News
ETV Bharat Top News

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે વિશ્વ સિંહ દિવસ

ભારતનું ગર્વ છે એશિયાટિક લાયન ભારતની પ્રજાની પ્રકૃતિ પણ આ સિંહ જેવી હોવાની અનુભૂતિ વિશ્વ એ કરી છે. ભારતના આ ગૌરવ ને જાળવી રાખવુ જરૂરી છે. માટે જ દર વર્ષે 10 ઓગસ્ટ એ ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને આ વન્ય જીવના મહત્વ ને સમજે દર વર્ષે સિંહ દિવસ ની ઉજવણી સ્કૂલો, કોલેજોમાં રેલીઓ, અલગ અલગ નારાબાજી, સ્લોગન અને વકતૃત્વ તેમજ ચિત્રો દોરવાની સ્પર્ધાઓથી ઉજવવા વન વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.જેમાં હજારો બાળકો ભાગ લેતા હૉય છે.

2. આજથી રાજકોટમાં સીરો સર્વે થશે શરૂ

કોઈ વ્યક્તિમાં કોરોના સામે લડવા માટે એન્ટીબોડી છે કે કેમ? તે જાણવા માટે લેબોરેટરીમાં એક ટેસ્ટ થાય છે. જેમાં વ્યક્તિના શરીરમાં સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી કરવામાં આવે છે. રાજકોટમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આજથી સીરો સર્વે કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત UNSCની બેઠકમાં સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN Security Council) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને દરિયાઈ સુરક્ષા પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે, સમુદ્ર આપણી સામાન્ય ધરોહર છે, આપણા દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આ ઉપરાંત, વડાપ્રધાને પાંચ સિદ્ધાંતો પણ આપ્યા હતા.

2. 'નીરજ' માટે લ્હાણી, ફ્રી પેટ્રોલ અને ગિરનાર રોપ-વેમાં પ્રવાસ

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેમના હમનામ લોકો માટે લોટરી ખૂલી ગઈ છે. ભરૂચમાં એક પેટ્રોલ પંપ દ્વારા નીરજ નામ ધરાવતા લોકો માટે ફ્રી પેટ્રોલ અને ગિરનાર રોપ-વેમાં ફ્રી પ્રવાસની તક આપવામાં આવી રહી છે.

3. કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓ

કેનેડામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં સંસ્કારી નગરી વડોદરાની મહિલા અને MS યુનિવર્સિટીના પૂર્વ GS દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. બન્નેએ કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. MSUના પૂર્વ GS નવલ બજાજે બ્રેમ્પ્ટન બેઠક પરથી અને રિન્કુ શાહે હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

4. લોકસભામાં એક જ દિવસમાં પાસ થયા 3 બિલ

આજે સોમવારથી લોકસભાના મોનસૂન સત્રના છેલ્લા સપ્તાહનો પ્રારંભ થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સરકાર દ્વારા 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જે વગર ચર્ચાએ પાસ કરવામાં આવ્યા છે. જોકે, 3 બિલ પૈકી OBC અનામતને લગતા બિલને લઈને 21 દિવસમાં પ્રથમ વખત સરકારને વિપક્ષી સાંસદોનો સાથ મળ્યો હતો. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

  • Explainer: સોમવારે લોકસભામાં પાસ થયું OBC અનામત માટેનું બિલ, તેને લગતી તમામ માહિતી જાણવા માટે, Click Here
  • સુખીભવ: ચોંકશો નહીં, હંમેશા નુકસાનકારક જ નથી હોતી મીઠાઈ

આપણે હંમેશા અન્યો પાસેથી સાંભળતાં આવ્યાં છીએ કે ગળ્યું ખાવાથી બચવું જોઇએ કે ગળ્યું આપણાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કોમોરબિટી જ નહીં, ઘણાં ગંભીર રોગોમાં પણ તબીબો લોકોને ઓછી માત્રામાં ગળ્યું ખાવાની કે અમુક ઉમર બાદ ગળ્યું ખાવાનું છોડી દેવા સલાહ આપતાં હોય છે. પરંતુ ગળ્યું ખાવું હંમેશા જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી હોતું. યોગ્ય સામગ્રીઓ સાથે ગુણવત્તા સાથે બનાવાયેલી મીઠાઈઓ સ્વાસ્થ્ય અને પાચનતંત્રને ફાયદો પણ કરે છે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

  • સાયન્સ એન્ડ ટેક: Metaverse શું છે અને તેનાથી ફેસબૂકની દુનિયા કેવી રીતે બદલાઈ જશે?

ફેસબૂકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝ્કરબર્ગે તાજતરમાં ઘોષણા કરી છે કે કંપની સોશિયલ મીડિયા કંપની તરીકે ન રહેતાં આગળ વધી રહી છે અને મેટાવર્સ કંપની બનશે અને એમ્બોઇડેડ ઇન્ટરનેટ પર કામ કરશે. જેનાખી વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાનો મેળમિલાપ પહેલાં કરતાં વધુ ઘનિષ્ઠ થઈ જશે. સમગ્ર સમાચાર વાંચવા માટે, Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.