ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર ક્રિકેટ બોર્ડમાં કૌભાંડ મામલે ત્રીજી વખત ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું,જાણો કેટલા કરોડનું ફુલેકું

author img

By

Published : May 31, 2022, 4:02 PM IST

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (ED summons Farooq Abdullah) EDના અધિકારીઓ સામે હાજર થયા હતા. જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘમાં કૌભાંડ (Jammu and Kashmir Cricket Association) મામલે એમની પૂછપરછ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર ક્રિકેટ બોર્ડમાં કૌભાંડ મામલે ત્રીજી વખત ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું,જાણો કેટલા કરોડનું ફુલેકું
જમ્મુ કાશ્મીર ક્રિકેટ બોર્ડમાં કૌભાંડ મામલે ત્રીજી વખત ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું,જાણો કેટલા કરોડનું ફુલેકું

શ્રીનગર: સાંસદ ડૉ ફારૂક અબ્દુલ્લા મંગળવારે EDની (Enforcement Directorate) કચેરીમાં અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘમાં (Jammu and Kashmir Cricket Association) કૌભાંડ મામલે એજન્સીએ એમની પૂછપરછ કરી છે. એજન્સીએ આ મામલે નેતાને સમન્સ (ED summons Farooq Abdullah) પાઠવ્યું હતું. EDના અધિકારીઓએ પૂછપરછ કર્યા બાદ ફારૂક અબ્દુલ્લાએ (Former President of JKCA) કહ્યું કે, ચૂંટણી સુધી આ યથાવત રહેશે. તેઓ અમને પરેશાન કરવા માગે છે. તેમણે જમ્મુના વરિષ્ઠ નેતા પ્રો.ભીમસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાર્થના કરી છે. ED એ મનીલોન્ડ્રિગ મામલે તારીખ 27 મેના રોજ ડૉ. ફારૂક અબ્દુલાને સમન્સ પાઠવ્યું હતું.

જમ્મુ કાશ્મીર ક્રિકેટ બોર્ડમાં કૌભાંડ મામલે ત્રીજી વખત ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું,જાણો કેટલા કરોડનું ફુલેકું

આ પણ વાંચો: બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2નાં મોત, 5 કલાક સુધી કેમ કરવી પડી રાહત કામગીરી?

કરોડોનું કૌભાંડ: તારીખ 31 મેના રોજ તપાસ કરનારા અધિકારીઓ સામે હાજર થવા માટે કહ્યું હતું. સુત્રોનું એવું કહેવું છે કે, તેમણે કુલ 94.06 કરોડ રૂપિયાનો ખોટો ઉપયોગ કર્યો એ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા ઑક્ટોબર 2020માં પણ ક્રિકેટ સંઘમાં કૌભાંડ મામલે એની પૂછપરછ થઈ હતી. એજન્સીએ બે વખત એમને સમન્સ પાઠવ્યું હતું. મનીલોન્ડ્રિગના કેસ અંતર્ગત એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રીજી વખત એમને પૂછપરછ માટે બોલાવ્યા છે. વર્ષ 2020માં અબ્દુલ્લાની સંપત્તિ 11.86 કરોડ રૂપિયા હતી. જેને ટાંચમાં લેવામાં આવી હતી. આ કેસમાં ઈડી આ પહેલા પણ એમની પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કઈ જગ્યાએ ઉજવશે યોગ દિવસ, જાણો

પદનો ખોટો ઉપયોગ: ED એ એવો દાવો કર્યો હતો કે, ભૂતકાળમાં તેમણે પોતાના પદનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમણે બોર્ડમાં રહીને કેટલીક ભરતી પણ કરી હતી. જેથી એ પદનો ખોટી રીતે આગળ પણ ઉપયોગ થઈ શકે. આ ભરતી નિયમોની વિરૂદ્ધ છે. તેમણે બોર્ડને 46 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. હાઈકોર્ટના આદેશ પર તપાસ માટે કેસ સીબીઆઈને પણ સોંપવામાં આવ્યો હતો.માત્ર ફારૂખ અબ્દુલ્લા જ નહીં પણ એમના સાથીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આ મામલાથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ફરી આક્ષેપબાજીનો માહોલ ઊભો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.