ETV Bharat / bharat

PM Modi visit to Tamil Nadu: પીએમ મોદીના તામિલનાડુ પ્રવાસ પહેલા ત્રિચીમાં 4 દિવસ માટે ડ્રોન પર પ્રતિબંધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 8:54 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમિલનાડુના ત્રિચીની મુલાકાત પહેલા, 17 થી 20 જાન્યુઆરી સુધી એમ 4 દિવસ સુધી ડ્રોનના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગેજેટ્સના ઉપયોગ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ કેરળમાં પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુરુવાયુરના શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન અને પુજા કરી હતી અને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટેની કામના કરી હતી.

PM Modi visit to South india
PM Modi visit to South india

ત્રિચી (તમિલનાડુ): ત્રિચી જિલ્લા વહીવટીતંત્રે 20 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રિચી શ્રીરંગમ શ્રી રંગનાથસામી મંદિરની મુલાકાત પહેલાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે, બુધવારે બહાર પડાયેલા એક સત્તાવાર જાહેરનામામાં જણાવાયું છે કે, ત્રિચી શહેરમાં 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી: ત્રિચીના જિલ્લા કલેક્ટર પ્રદીપ કુમારે વડા પ્રધાનની તમિલનાડુ પ્રવાસ દરમિયાન ડ્રોન અને અન્ય વસ્તુઓ ઉડાડવા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, બુધવારે સત્તાવાર જાહેરનામામાં કહેવામા આવ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ એમ ત્રણ રાજ્યોની મુલાકાતે છે અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જે અંતર્ગત પીએમ મોદીએ કેરળની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બુધવારે શ્રીકૃષ્ણ મંદિર, ગુરુવાયુર ખાતે દેશના નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ અંગેની એક પોસ્ટ પણ શેર કરી હતી અને જણાવ્યું હતું. આ મંદિરની દૈવી ઉર્જા અપાર છે. મેં પ્રાર્થના કરી કે દરેક ભારતીય સુખી અને સમૃદ્ધ રહે,"

કેરળના ગુરુવાયુર મંદિરમાં કરી પ્રાર્થના: કેરળમાં સ્થિત ગુરુવાયુર મંદિર ભગવાન ગુરુવાયુરપ્પન (ભગવાન કૃષ્ણ)ને સમર્પિત છે અને હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ પૂજા સ્થળ છે. PM મોદી વિવિધ રાજ્યોની તેમની મુલાકાતો દરમિયાન સ્થાનિક પોશાક પહેરવાનો સામાન્ય નિયમ જાળવતા હોવાથી, વડાપ્રધાને મંદિરમાં દર્શન અને પૂજા કરતી વખતે પરંપરાગત કેરળનો પોશાક, 'મુંડુ' (ધોતી) અને 'વેષ્ટી' (ઉપરના શરીરને ઢાંકતી શાલ) પહેરવાનું પસંદ કર્યું હતું.

  1. PM Modi Kerala Visit : PM મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં પૂજા અને દર્શન કર્યા
  2. Lata Mangeshkar Bhajan : રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ લતા મંગેશકરને કર્યા યાદ, શેર કર્યું તેમનું છેલ્લું ભજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.