ETV Bharat / bharat

Lata Mangeshkar Bhajan : રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ લતા મંગેશકરને કર્યા યાદ, શેર કર્યું તેમનું છેલ્લું ભજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 12:25 PM IST

Etv Bharat
Etv Bharat

પીએમ મોદીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પાંચ દિવસ પહેલા મોડી રાત્રે લતા મંગેશકરને યાદ કર્યા હતા. આવી સ્થિતિમાં પીએમ મોદીએ લતા દી દ્વારા ગાયેલું છેલ્લું ભજન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તમે પણ સાંભળો તે ભજન...

મુંબઈઃ ઉત્તર પ્રદેશના રામ નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે. રામભક્તો માટે 22મી જાન્યુઆરીની રાહ જોવી મુશ્કેલ બની રહી છે. રામના સ્વાગત માટે દરેક ઘરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પહેલા મોડી રાત્રે લતા મંગેશકરને યાદ કર્યા છે. આ સંદર્ભમાં પીએમ મોદીએ તેમની એક્સ-પોસ્ટમાં લતાજીનું છેલ્લું ધાર્મિક ભજન શેર કર્યું છે.

  • As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi.

    Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX

    — Narendra Modi (@narendramodi) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લતા દી નું છેલ્લું ભજન : રામ મંદિરના અભિષેક પહેલા, પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઇ રહ્યું છે. પરંતું સૌથી વધારે લતા દિદિની કમી જોવા મળશે. તેમના દ્વારા છેલ્લું ગવાયેલ ભજન શેર કરુ છું. તેમના પરિવાર દ્વારા જણાવવમાં આવ્યું કે, આ ભજન લતા દિદિ દ્વારા ગાયેલું છેલ્લું ભજન છે. આ ભજન સાંભળીને તમે પણ મંત્રમુદ્ધ થઇ જાશો.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવશે બી-ટાઉનના સ્ટાર્સ : 16 જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને તેના સ્ટાર ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે રામ મંદિરના અભિષેકમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. આ સ્ટાર કપલ સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણદીપ હુડા, કંગના રનૌત, સાઉથ સ્ટાર ધનુષ, રામ ચરણ સહિતના ઘણા સ્ટાર્સને રામ મંદિરના અભિષેકના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ તમામ સ્ટાર્સ રામ મંદિરના અભિષેકમાં ભાગ લેવા માટે રાહ જોઈ રહ્યા છે.

  1. Ram Mandir : હનુમાન બાગમાં 5 ડિસેમ્બરે મળેલી બેઠકમાં વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવાની બની હતી યોજના. જાણો 1992ની વાત...
  2. Ramlala Pran Pratistha : આજે ધાર્મિક વિધિનો બીજો દિવસ, રામલલા ભ્રમણ પછી પરિસરમાં કરશે પ્રવેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.