ETV Bharat / bharat

માનવતા શર્મસાર: કૂતરાના મોઢામાં નવજાત બાળકનું માથું મળ્યું

author img

By

Published : Mar 14, 2022, 1:17 PM IST

માનવતા શર્મસાર: કૂતરાના મોઢામાં નવજાત બાળકનું માથું મળ્યું
માનવતા શર્મસાર: કૂતરાના મોઢામાં નવજાત બાળકનું માથું મળ્યું

હૈદરાબાદના વનસ્થલીપુરમ (newborn baby head found in Vanasthalipur) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહારા ગેટ પાસે એક દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં કૂતરો નવજાત બાળકનું માથું મોઢામાં લઈને જતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

હૈદરાબાદઃ વનસ્થલીપુરમ (newborn baby head found in Vanasthalipur) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહારા ગેટ પાસે કૂતરો નવજાત બાળકનું માથું મોઢામાં લઈને જતોૌ જોવા મળ્યો હતો. કૂતરાના મોઢામાં નવજાત બાળકનું માથું જોઈ સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થળની નજીક દૂધ બૂથ ચલાવતા વ્યક્તિએ વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Dead newborns in garbage: ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું

શેરીના કૂતરાએ નવજાત બાળકનું માથું ક્યાંથી મેળવ્યું?

પોલીસે ડોગ સ્કવોડ સાથે સ્થળ પર તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે કે, આખરે શેરીના કૂતરાએ નવજાત બાળકનું માથું ક્યાંથી મેળવ્યું? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ બાળકને કોણ, ક્યાં અને શા માટે છોડી ગયું? પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મૃત્યુ બાદ નવજાત શિશુને આ રીતે છોડવામાં આવ્યું હતું કે પછી તેને જીવતું છોડી દેવામાં આવ્યું હતું? પોલીસ આ તમામ સવાલોના જવાબ શોધી રહી છે અને ઝીણવટભરી તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: રાજકોટમાં ભુગર્ભ ગટરમાંથી બાળકનું મૃત ભ્રુણ મળી આવતા લોકોમાં આક્રોશ

ઘટના કેવી રીતે બહાર આવી

પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે મંચના કાર્તિકના પુત્ર મંચના મહેન્દ્ર (ઉમર 27) તરફથી ફરિયાદ મળી હતી. જેમણે જણાવ્યું હતું કે, 13 માર્ચેસવારે લગભગ 10 વાગ્યે ફરિયાદી વિવેકાનંદની મૂર્તિ સહારા રોડ પાસે આવેલી તેના મિત્રની દૂધની દુકાન પર બેઠો હતો, ત્યારે તેણે એક કૂતરો જોયો હતો જે તેના મોંમાં નવજાત બાળકનું માથું પકડીને રાખ્યું હતું. આ જોઈને ફરિયાદી કૂતરા પાસે ગયો અને કૂતરો બાળકનું માથું ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. ફરિયાદીએ ડાયલ 100 પર કોલ કર્યો, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરિયાદીએ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. એવી પણ ચર્ચા છે કે કેટલાક લોકો તેને માનવ બલિદાન સાથે અને કેટલાક લોકો તેને અપહરણ સાથે પણ જોડી રહ્યા છે. જોકે, પોલીસે હજુ સુધી કોઈ કારણ દર્શાવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.