ETV Bharat / city

Dead newborns in garbage: ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું

author img

By

Published : Mar 12, 2022, 6:48 PM IST

Updated : Mar 12, 2022, 9:24 PM IST

લીંબાયત સ્થિત ગણેશ નગર પાસે મેઈન રોડ ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી (Dead newborns in garbage) મળ્યું. ગુજરાતમાં હજુ પણ આવા અસામાજિક તત્વોને(Antisocial elements) કારણે નવજાત શિશુનો આકસ્મિક જન્મ(Accidental birth) તથા અનિચ્છનીય ગર્ભધારણ થવાથી નવજાત શિશુ મૃતદેહોને ત્યજી દેવામાં આવે છે.

Dead newborns in garbage: ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું
Dead newborns in garbage: ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું

સુરત: લીંબાયત સ્થિત ગણેશ નગર પાસે મેઈન રોડ ડિવાઈડર નજીક પડેલા કચરામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે (Surat police)ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. સુરતના લીંબયાત ગણેશ નગર 1 પાસે કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના મેઈન રોડના ડીવાઈડર પાસે પડેલા કચરામાંથી એક નવજાત શિશુ ગર્ભનાળ (Newborn with umbilical cord)સાથે મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળામાંથી લોકોએ આ બનાવની જાણ 108 અને પોલીસને કરી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો(Surat police convoy) ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108ની ટીમે તપાસ કરતા જન્મતા વેત જ બાળકીને ત્યજી દેવામાં આવી હતી અને મૃત હાલતમાં હતું.

આ પણ વાંચો: પાટણમાં હારીજના માલસુંદમાંથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું

ત્યજી દેનાર વ્યક્તિ સામે ફિટકાર

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ ત્યાં હાજર લોકોએ બાળકીને ત્યજી દેનાર વ્યક્તિ સામે ફિટકાર વરસાવી હતી. આ મામલે પોલીસે હાલ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો: Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું

Last Updated :Mar 12, 2022, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.