ETV Bharat / bharat

ડોક્ટરોએ Droneથી દવા મોકલાવી 16 મહિનાના બાળકને બચાવ્યું, જૂઓ વીડિયો

author img

By

Published : Sep 28, 2021, 4:39 PM IST

આધુનિક ટેકનોલોજીના વપરાશ માટેના એવા એવા દાખલાઓ સામે આવે છે કે ઘડીક અચંબિત થઇ જવાય કે હા, તેનો આમ પણ ઉપયોગ હોઇ શકે છે. ડ્રોનના (drone ) કાર્યોની જગતના ચૌટે ઘણી ચર્ચાઓ છે જ એવામાં ડ્રોનના ઉપયોગથી તેલંગણામાં સવા વરસના બાળકની જિંદગી બચાવી શકાયાનો કિસ્સો બહાર આવ્યો છે.

ડોક્ટરોએ Droneથી દવા મોકલાવી 16 મહિનાના બાળકને બચાવ્યું, જૂઓ વીડિયો
ડોક્ટરોએ Droneથી દવા મોકલાવી 16 મહિનાના બાળકને બચાવ્યું, જૂઓ વીડિયો

  • કામરેડ્ડીના કુર્તી ગામમાં ડ્રોનનો અદભૂત ઉપયોગ
  • 16 મહિનાના બાળકનો જીવ બચાવવામાં ડ્રોન બન્યું ઉપયોગી
  • ડ્રોન મારફતે તબીબી સ્ટાફે દવાઓ મોકલાવી બાળકને બચાવ્યું

કામરેડ્ડીઃ કુર્તી ગામમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ગામમાં કોઇ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ન હતી. આવા સમયમાં એક બાળકને ભારે તાવ અને પેટમાં દુઃખાવો થઇ રહ્યો હતો. ગામલોકોએ તાત્કાલિક તબીબી સભ્યોને માહિતી આપી. એ લોકોએ કંઇક નવી રીતે વિચાર્યું અને એ બાળકની જિદગી બચી ગઈ. ડોક્ટરોએ 16 મહિનાના બાળકને ડ્રોન (drone ) મારફતે દવાઓ મોકલાવીને બચાવી લીધું હતું.

ડ્રોનના ઉપયોગથી સવા વરસના બાળકની જિંદગી બચાવી શકાઇ

ડ્રોન દ્વારા દવાઓ મોકલવામાં આવી

કામરેડ્ડી જિલ્લાના (Kamareddy district ) પિતલમ મંડળનું કુર્તી ગામ છેલ્લા પાંચ દિવસથી પાણીમાં ફસાઈ ગયું છે. ભારે વરસાદના પગલે મંજીરા નદીના પુલ ઉપરથી પાણી વહે છે ત્યારે ગામમાં જવાનો કોઈ રસ્તો બચતો નથી. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ સમયે કન્નૈયા નામનું 16 મહિનાનું બાળક ભારે તાવ અને પેટના દુઃખાવાથી પીડાતું હતું. તેની હાલતને લઇને પરિવારના સભ્યોએ ગ્રામજનો મારફત ઝોનલ મેડિકલ ઓફિસરને જાણ કરી હતી.

નિજાનસાગર દરવાજા ખોલાતાં ગામ અટૂલું પડી જાય છે

બાળકની સ્થિતિને લઇને ચિંતામાં મૂકાયેલા તબીબી સભ્યોએ બાળક સુધી સારવાર કેવી રીતે પહોંચાડવી તે વિશે કંઇક અલગથી વિચારવું પડે તેમ હતું કારણ કે ગામમાં જઇને સારવાર કરવામાં પાણીનો અવરોધ હતો. ત્યારે તેઓએ રામપુર ગામમાં ઉપલબ્ધ ડ્રોનની (drone ) સહાય લીધી. ગામની નજીકથી ડ્રોનમાં મૂકીને ગ્રામજનોને દવાઓ પહોંચાડવામાં આવી હતી. નિજાનસાગર દરવાજા ખોલવામાં આવતા દર વર્ષે કુર્તી ગામની આજુબાજુ મંજીરા નદીના પ્રવાહને લઇને ગામમાં કોઈ પરિવહન થઇ શકતું નથી.

આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારતથી પ્રેરિત થઈ સુરતના બે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયું હેન્ડમેડ ડ્રોન

આ પણ વાંચોઃ નવી ડ્રોન પોલિસી કરાઈ જાહેર, રજીસ્ટ્રેશન કે લાઇસન્સ ઇશ્યૂ કરવા માટે કોઇ મંજૂરીની જરૂર નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.