ETV Bharat / bharat

Web series Fraud : હવે વેબ સિરીઝના નામે પણ છેતરપિંડી, દેહરાદૂનની પ્રોડકશન કંપની ઝાંસામાં આવી ગઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 2:55 PM IST

Web series Fraud : હવે વેબ સિરીઝના નામે પણ છેતરપિંડી, દેહરાદૂનની પ્રોડકશન કંપની ઝાંસામાં આવી ગઇ
Web series Fraud : હવે વેબ સિરીઝના નામે પણ છેતરપિંડી, દેહરાદૂનની પ્રોડકશન કંપની ઝાંસામાં આવી ગઇ

આજકાલ વેબ સિરીઝ પ્રચલિત છે ત્યારે વેબ સિરીઝના નામે છેતરપિંડી પણ થઈ રહી છે. વેબ સિરીઝ બનાવવાના નામે દેહરાદૂનમાં એક પ્રોડક્શન કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. હવે પોલીસે કંપનીના ભાગીદારની ફરિયાદ પર કેસ નોંધ્યો છે.

દેહરાદૂન : ઉત્તરાખંડમાં વેબ સિરીઝ બનાવવાના નામે મુંબઈના એક આરોપીએ દેહરાદૂનની એક પ્રોડક્શન કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે મુંબઈ નિવાસી આરોપી વિરુદ્ધ નેહરુ કોલોની પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને કેસની તપાસ કરી રહી છે.

પ્રોડક્શન કંપની સાથે છેતરપિંડી : બંગાળી કોઠી પાસે આવેલી જેએસઆર પ્રોડક્શન નામની કંપનીના પાર્ટનર તરુણસિંહ રાવતે ફરિયાદ નોંધાવી છે કે તેમની કંપનીએ ઉત્તરાખંડ તેમજ દેશવિદેશમાં ઘણી ફિલ્મો, ગીતો અને વેબ સિરીઝનું રેકોર્ડિંગ કર્યું છે. નવેમ્બર 2021માં, તેમના ભાગીદાર જય શેખે તેને પ્રમુખ હાઈટ્સ, વીરા દેસાઈ રોડ, અંધેરી વેસ્ટ, મુંબઈમાં રહેતા ચંદ્રકાંતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો. તરુણ સિંહ હરિદ્વાર બાયપાસ રોડ પરની જેએસઆર હોટલના સંચાલક પણ છે. આ હોટલમાં જ ચંદ્રકાંતસિંહને મળ્યાં હતાં. ચંદ્રકાંતસિંહે પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા દિગ્દર્શક ગણાવ્યાં હતાં. તેણે કહ્યું કે તેણે ઘણા નિર્માતાઓ સાથે ફિલ્મો બનાવી છે. આ પછી ચંદ્રકાંતસિંહ જાન્યુઆરી 2023માં તરુણને મળ્યો હતો અને તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ઉત્તરાખંડમાં ફેશન સ્ટ્રીટ નામની વેબ સિરીઝ બનાવવા માટે લાલચ આપી સાથે ફિલ્મ રેકોર્ડિંગ પર સબસિડીની પણ વાતો કરી હતી.

જાણીતા કલાકારોના નામથી તૂત ચલાવ્યું : ચંદ્રકાંતસિંહે ઝાંસો આપતાં કહ્યું હતું કે આ વેબ સિરીઝમાં અભિનેતા હેમંત પાંડે સહિત 17 જાણીતા કલાકારો કામ કરશે. જેને લઇ તરુણસિંહ રાવત આરોપીઓના ઝાંસામાં આવી ગયા અને સાથે કામ કરવા સંમત થયા. આ ઉપરાંત વેબ સિરીઝના નિર્માણ માટે પણ આરોપીઓ સાથે કરાર કરવામાં આવ્યો હતો. તે પછી ચંદ્રકાંતસિંહે તરુણસિંહ રાવતની આખી હોટેલ ઘણી વખત બુક કરી અને ફિલ્મ પ્રોડક્શન માટેના તમામ સાધનો બુક કરાવ્યાં. આવું ઘણી વખત કરવામાં આવ્યું હતું. આ પછી પણ કોઈ રેકોર્ડિંગ થયું ન હતું. આરોપી દરેક વખતે પીડિતને છેતરતો હતો.

છેવટે વિવિધ કલમો હેઠળ કેસ નોંધાવાયો : ચંદ્રકાંતસિંહેએ કહ્યું કે જો રેકોર્ડિંગ થઈ જશે તો તે આખા નુકસાનની ભરપાઈ કરશે, પરંતુ આવું કંઈ થયું નથી. અત્યાર સુધીમાં પીડિતને રૂ. 1.25 કરોડથી વધુનું નુકસાન થયું છે. જે બાદ ચંદ્રકાંતસિંહે તરુણસિંહ ચેક આપ્યો હતો, પરંતુ તે પણ બાઉન્સ થયો હતો. મામલાને લઇને પોલીસ સ્ટેશન નેહરુ કોલોનીના ઈન્ચાર્જ મોહનસિંહે જણાવ્યું કે તરુણસિંહ રાવતની ફરિયાદના આધારે આરોપી ચંદ્રકાંતસિંહ વિરુદ્ધ છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  1. બચત યોજનાના નામે છેતરાતા નહિ; ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈએ 31 લોકોના 39.64 લાખ ઠગ્યા
  2. બેંક અધિકારીના નામે ઠગાઈ, OTP આપો કહી ગઠિયાએ 8 લાખ ગાયબ કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.