ETV Bharat / bharat

Declining Democratic Values: શું સંસદના વિશેષ સત્રમાં લોકતંત્રના નિમ્ન થતા જતા મૂલ્યો પર ચર્ચા થશે?

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 8:02 PM IST

સંસદનું વિશેષ સત્ર સોમવારે શરૂ થવાનું છે. આ સત્રમાં અનેક વિષયો પર ચર્ચા થશે. જો કે લોકતાંત્રિક મૂલ્યો આધારિત વિષયો પર ચર્ચા થાય તે આવશ્યક છે. લોકતંત્રને વધુ બહેતર બનાવી શકાય છે. બંધારણના જાણકારો કહે છે કે સ્વતંત્રતા બાદ આપણે લોકતાંત્રિક મૂલ્યોનો હ્રાસ થતો જોઈએ છીએ. જેમાં બે ઘટનાઓ મુખ્ય છે.પહેલું કટોકટી વખતે અને બીજો 2014 બાદ. વાંચો મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર એનવીઆર જ્યોતિનો ખાસ અહેવાલ

લોકસભામાં ઘટતા જતા લોકશાહીના મૂલ્યો પર ચર્ચા થશે કે કેમ?
લોકસભામાં ઘટતા જતા લોકશાહીના મૂલ્યો પર ચર્ચા થશે કે કેમ?

હૈદરાબાદઃ આજે ઈન્ટરનેશનલ લોકશાહી દિવસ છે. સોમવારે સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે સંસદના વિશેષ સત્ર અમૃતકાળમાં મળવા જઈ રહ્યું છે. જેમાં યોગ્ય વિષયો પર ચર્ચા કરીશું. વડાપ્રધાને સંસદની અંદર અને બહાર વારંવાર કહે છે કે ભારત લોકશાહીની માતા છે. સંસદના વિશેષ સત્રમાં અમૃતકાળ દરમિયાન ખાસ લોકતાંત્રિક મુદ્દાઓ પર ચર્ચા થશે.

બે વાર થયું છે લોકશાહીનું હનનઃ સબકા સાથ અને સબકા વિકાસ સૂત્ર વારંવાર સાંભળવા મળે છે પરંતુ આ સૂત્ર આપણા વિકાસમાં સાર્થક થયું છે ખરા. રાજકારણીઓ અને બંધારણના જાણકાર દેશના ઈતિહાસમાં બે વખત લોકશાહીના મૂલ્યોનું પતન થતું જોવા મળ્યું છે. એક છે કટોકટીનો કાળ અને બીજો છે 2014 પછીનું ભારત.

કટોકટીનો કપરો કાળઃ કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીએ દરેક લોકશાહી સંસ્થાઓ, ચૂંટણીઓ, વિરોધ પક્ષોની ધરપકડ, નાગરિક સ્વતંત્રતા પર રોક, સ્વતંત્ર મીડિયા પર પ્રતિબંધ જેવા હુકમોની વણઝાર લગાવી દીધી હતી. કોર્ટનો પાવર પણ ઓછો કરી દીધો હતો.

ફ્રિડમ હાઉસનું રેટિંગઃ આજની સ્થિતિ સંદર્ભે વાત કરીએ તો ભારતની આજની સ્થિતિ સંપૂર્ણ લોકશાહી અને નિરંકુશ તંત્ર વચ્ચેની છે. યુએસ ગવર્મેન્ટ ફંડેડ અને નોન પ્રોફિટેબલ સંસ્થા 'ફ્રિડમ હાઉસ' દ્વારા ભારતની રેટિંગ છેલ્લા ત્રણ વર્ષથી નેગેટિવ રાખવામાં આવી છે. આ સંસ્થાએ ભારતને આંશિક ફ્રી દેશ પણ કહ્યો છે. તેમજ વર્તમાન સરકાર હિન્દુ નેશનાલિસ્ટ છે અને તેની ભેદભાવ ભરેલી નીતિ મુસ્લીમ નાગરિકોને પ્રભાવિત કરે છે.

નિરંકુશ સરકારોની સંખ્યા વધીઃ 2020 બાદ દુનિયાના અનેક સ્થળોએ નિરંકુશ સરકારની સંખ્યા વધી છે. સ્વીડન સ્થિત વી-ડેમ નામની સંસ્થા જણાવે છે કે 2022 સુધી 42 દેશામાં સરકારો નિરંકુશ રીતે રાજ કરી રહી છે. ભારતને આ સંસ્થાએ ઈલેકટ્રોલ ઓટોક્રસીમાં મૂકી દીધું છે.

ભારતનું 53મુ સ્થાનઃ લંડનની ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2020 ડેમોક્રેટિક ઈન્ડેક્સમાં ભારતને ખોટી લોકશાહીવાળો દેશ ગણાવ્યો છે. 167 દેશોની યાદીમાં ભારતને 53મુ સ્થાન આપ્યું છે. લોકશાહીની યાદીમા ક્રમાંક માટે કેટલાક માપદંડો નિર્ધારીત કર્યા છે જેમાં નિષ્પક્ષ ચૂંટણી, સ્વસ્થ રાજકીય સ્પર્ધા, નાગરિક સ્વતંત્રતા અને સંસદીય કમિટિનું કામકાજ વગેરે.

માલદાર મુખ્ય પ્રધાનોઃ એડીઆરે 2023માં પોતાના સ્ટડીમાં અનુભવ્યું કે કેટલાક લોકનાયકો પાસે મની પાવર હોય છે. કુલ 30 મુખ્ય પ્રધાનોમાંથી આંધ્ર પ્રદેશના જગનમોહન રેડ્ડી સૌથી વધુ ધનવાર મુખ્ય પ્રધાન છે. તેમના પાસે 510 કરોડથી વધુની સંપત્તિ છે. જો કે તેમના વિરૂદ્ધ અનેક ગુનાહિત મામલા પણ દાખલ થયેલા છે. બીજા નંબરે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ છે જેમની પાસે 163 કરોડની સંપત્તિ છે. નવિન પટનાયક પાસે 63 કરોડની સંપત્તિ છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆર પાસે 23 કરોડથી વધુની સંપત્તિ છે. દેશમાં સરેરાશ એક મુખ્ય પ્રધાન પાસે 34 કરોડથી વધુની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.

બંને ગૃહમાં ગુનેગારોને સ્થાનઃ રાજ્યસભામાં ભાજપના 27 અને કૉંગ્રેસના 40 ટકા સાંસદોએ પોતાના ગુનાહિત મામલા ચૂંટણીપંચમાં નોંધાવ્યા છે. લોકસભાના તો અડધાથી વધુ સભ્યો પર ગુનાહિત મામલા નોંધાયેલા છે. 2014ની ચૂંટણી બાદ આ સંખ્યામાં વધારો થયો છે.

મોન્સૂન સત્રમાં 23 મહત્વના બિલ વગર ચર્ચાએ પાસઃ 2023માં વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 180 દેશોમાંથી 161મા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ ભારતથી આગળ 150 નંબર પર છે. મોનસૂન સત્રમાં લોકસભામાં 43 ટકા અને રાજ્યસભામાં 55 ટકા સમયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં નામ માત્રની ચર્ચા કરીને 23 મહત્વપૂણ બિલ પસાર કરવામાં આવ્યા છે.

કાર્યપદ્ધતિની સ્કૃટની ઘટી ગઈઃ 2014 બાદ કાર્યપાલિકાની કાર્યપદ્ધતિની સ્કૃટની ઓછી થઈ ગઈ છે. 2009-14 વચ્ચે 71 ટકા બિલો કમિટિ પાસે મોકલવામાં આવ્યા હતા. 2014-19ની વચ્ચે કમિટિ પાસે 25 ટકા બિલ મોકલવામાં આવ્યા છે.

વેંકૈયા નાયડુનો પ્રસ્તાવઃ પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ એક ગંભીર મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે ચૂંટણીમાં થતા ખર્ચા અને લલચામણા વાયદા પર અંકુશ લગાડવા માટે એક કાયદાની રચના કરવાની સલાહ આપી હતી. તેમણે ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વપરાતા મની પાવરના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. નાયડુએ રાજકીય પક્ષોને આ મામલે પારદર્શક રહેવાની અપીલ કરી હતી. ફિસ્કલ રેસ્પોંસ્બિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત ફિસ્કલ ડેફિસિએટ પર કેપ લગાડવામાં આવે. કેટલુ બજેટ છે અને આપ કેટલી ફ્રિ બિઝ આપી શકો છો. આમાં રાજકીય પાર્ટીઓ ખોટા વાયદા નહીં કરી શકે.

કાયદો ખરાબ રીતે ધોવાયોઃ 1985માં લવાયેલો એન્ટી ડિફેક્શન કાયદો ખરાબ રીતે ધોવાઈ ગયો. જેમાં પાર્ટીઓએ સરકારને પાડવા માટે તેનો દુરઉપયોગ કર્યો. આ મુદ્દે વિચાર કરવાનો સમય આવી ગયો છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના ડાયરેક્ટર પી.એન. વાસંતીએ કહ્યું છે કે 1998થી 2019ના વચ્ચે ચૂંટણી ખર્ચ છ ગણો વધી ગયો છે. નવ હજાર કરોડથી વધી ને 55 હજાર કરોડ થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આટલો ખર્ચ થતો નથી. 12 ટકા મતદાતાઓ કબૂલે છે કે તેમણે મતદાન માટો રોકડા રૂપિયા લીધા છે.

સંસદમાં લોકશાહીના મૂલ્યો પર ચર્ચા જરૂરીઃ તેથી સમય આવી ગયો છે કે સંસદની અંદર કેટલાક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે. જેથી આપણી લોકશાહીના મૂલ્યોનું આપણે વિવેચન કરી શકીએ. તેમજ એક દેશ, એક ચૂંટણી જેવા સંકીર્ણ, અવ્યાવહારિક અને ભાવનાત્મક મુદ્દા સુધી આપણે મર્યાદિત ન થવું જોઈએ.

  1. 'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો
  2. આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.