ETV Bharat / bharat

Covid-19 case: છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત, 14 હજારથી વધુ નવા કેસ

author img

By

Published : Oct 29, 2021, 11:27 AM IST

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona virus)14,348 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 13,198 લોકોને રજા આપવામાં આવી હતી અને 805 લોકોના મોત (Death)નોંધાયા હતા.

Covid-19 case: છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત, 14 હજારથી વધુ નવા કેસ
Covid-19 case: છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત, 14 હજારથી વધુ નવા કેસ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,348 નવા કેસ
  • જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,61,334 થઈ
  • કોવિડ-19નો રિકવરી રેટ 98.19 ટકા

નવી દિલ્હી: ભારતમાં (India)એક જ દિવસમાં 14,348 લોકો કોરોના વાયરસથી (Corona virus)સંક્રમિત જોવા મળતાં, મહામારીના કુલ કેસોની સંખ્યા વધીને 3,42,46,157 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,61,334 થઈ ગઈ છે.

કોરોના વાયરસના દૈનિક કેસ સતત 35માં દિવસે 30,000થી ઓછા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Ministry of Health)શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ ડેટા અનુસાર, સંક્રમણ કારણે 805 દર્દીઓના વધુ જીવ ગુમાવવાને કારણે મૃત્યુઆંક વધીને 4,57,191 થઈ ગયો છે. કોરોના વાયરસના દૈનિક કેસ સતત 35માં દિવસે 30,000થી ઓછા અને સતત 124મા દિવસે 50,000થી ઓછા છે.

કુલ કેસો3,42,46,157
કુલ સક્રિય કેસો1,61,334
કુલ ડિસ્ચાર્જ3,36,27,632
કુલ મૃત્યુ4,57,191
કુલ રસીકરણ1,04,82,00,966

માર્ચ 2020 પછી સૌથી ઓછી સંક્રમીતોના કુલ કેસોમાં ઘટાડો

આ આંકડા અનુસાર, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા સંક્રમીતોના કુલ કેસોમાં 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.19 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 345 કેસનો વધારો નોંધાયો છે.

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે 4 મેના રોજ તે બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયો હતો.

આ પણ વાંચોઃ અમે ભારતીય ઉદ્યોગો પર વિશ્વાસ કરીએ છીએ, ભારત બાયોટેક નિયમિત રીતે ડેટા આપે છે: WHO

આ પણ વાંચોઃ Petrol and Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત આસમાને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.