Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Sep 22, 2021, 12:15 PM IST

Updated : Sep 22, 2021, 12:51 PM IST

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 383 લોકોના કોરોના કારણે મૃત્યું થયા છે.

  • છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા
  • 34,167 લોકો કોરોનાથી સાજા પણ થયા
  • છેલ્લા 24 કલાકમાં 383 કોરોના સંક્રમિત લોકો મૃત્યું પામ્યા છે

નવી દિલ્હી: કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવનો સમયગાળો ચાલુ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જારી કરાયેલા કોરોના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા 26,115 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 383 કોરોના સંક્રમિત લોકો મૃત્યું પામ્યા છે. 34,167 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

કેરળમાં કોવિડના 15,768 નવા કેસ નોંધાયા

મંગળવારના રોજ કેરળમાં કોવિડના 15,768 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં સંક્રમણનાં કારણે 214 લોકોના મોત થયા હતા. આ સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 45 લાખ 39 હજાર 953 છે. જ્યારે મૃત્યુઆંક 23,897 થયો છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,61,195 છે.

આ પણ વાંચો: Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા

3 કરોડ 27 લાખ 83 હજાર લોકો સાજા થયા

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 35 લાખ 31 હજાર લોકોને કોરોના સંક્રમત થયા છે. આમાંથી 4 લાખ 45 હજાર 768 લોકોના મોત થયા છે. 3 કરોડ 27 લાખ 83 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા લગભગ ત્રણ લાખ છે. કુલ 3 લાખ 1 હજાર 989 કોરોના સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 5 કેસ

82 કરોડ 65 લાખ 15 હજાર ડોઝ આપવામાં આવ્યા

આ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 21 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીના 82 કરોડ 65 લાખ 15 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 75.57 લાખ રસીઓ આપવામાં આવી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 55.67 કરોડ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 16 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

Last Updated :Sep 22, 2021, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.