ETV Bharat / bharat

Corona Case in India: દેશમાં 230 દિવસમાં આજે કોરોનાના સૌથી વધુ દર્દી સારવાર હેઠળ

author img

By

Published : Jan 18, 2022, 11:20 AM IST

Corona Case in India: દેશમાં 230 દિવસમાં આજે કોરોનાના સૌથી વધુ દર્દી સારવાર હેઠળ
Corona Case in India: દેશમાં 230 દિવસમાં આજે કોરોનાના સૌથી વધુ દર્દી સારવાર હેઠળ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,38,018 કેસ (Corona Case in India) નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,76,18,271 થઈ છે. તો કોરોનાના કુલ કેસોમાં 'ઓમિક્રોન' વેરિયન્ટના 8,891 કેસ પણ (Omicron Cases in India) સામેલ છે.

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,38,018 કેસ નોંધાયા (Corona Case in India) છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,76,18,271 થઈ છે. કોરોનાના કુલ કેસોમાં ઓમિક્રોનના 8,891 કેસ (Omicron Cases in India) પણ સામેલ છે. મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર (Data from the Union Ministry of Health Corona) કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોરોના માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા (Patients undergoing corona treatment) વધીને 17,36,628 થઈ ગઈ છે, જે કુલ કેસના 4.62 ટકા છે. દેશમાં 230 દિવસમાં સારવાર હેઠળ દર્દીઓની (Patients undergoing corona treatment) આ સૌથી વધુ સંખ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો- Corona In Jamnagar: ધારાસભ્ય હકુભા જાડેજા કોરોના સંકમિત, પુત્ર અને પત્ની પણ કોવિડ પોઝિટિવ

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધી

છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 80,287નો વધારો (Patients undergoing corona treatment) નોંધાયો છે. તે જ સમયે કોરોનાના કારણે વધુ 310 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 4,86,761 થયો છે. તો દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 94.09 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું હતું કે, સોમવારથી દેશમાં ઓમિક્રોનના કેસોમાં (Omicron Cases in India) 8.31 ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિતના સેમ્પલની જિનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Cases in India) છે.

દેશમાં ક્યારે કેટલા કેસ વધ્યા?

દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 7 ઓગસ્ટ 2020એ 20 લાખ, 23 ઓગસ્ટ 2020એ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020એ 40 લાખને વટાવી ગઈ હતી. કોરોનાના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020એ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020એ 60 લાખ, 11 ઓક્ટોબર 2020એ 70 લાખ, 29 ઓક્ટોબર 2020એ 80 લાખ અને 20 નવેમ્બરએ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020એ દેશમાં આ કેસ એક કરોડને પાર થયા હતા. ગયા વર્ષે, 4 મેએ કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Case in India) 2 કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021એ 3 કરોડને વટાવી ગઈ હતી.

  • I've tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.

    I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.

    — N Chandrababu Naidu (@ncbn) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Dwarka Temple Closed : દ્વારકાધીશ જગત મંદિર બંધ કરવાના નિર્ણય સામે વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી દ્વારા અપાયું આવેદન પત્ર

આંધ્રપ્રદેશના પૂર્વ CM કોરોના પોઝિટિવ

તો આ તરફ TDP ચીફ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ કોરોના પોઝિટિવ (Former CM of Andhra Pradesh Chandrababu Naidu Corona positive) આવ્યા છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. નાયડુએ ટ્વિટ કરીને કહ્યું, 'હું કોરોના પોઝિટિવ થયો છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. મેં મારી જાતને મારા ઘરમાં ક્વોરન્ટાઈન કરી છે. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને હું જલ્દીથી જલ્દી કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું. સાવચેત રહો, સુરક્ષિત રહો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.