ETV Bharat / bharat

Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

author img

By

Published : Nov 26, 2021, 5:29 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજનેતાઓએ બંધારણ દિવસના (Constitution Day 2021) અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. બંધારણ દિવસને યાદ કરીને દરેક વ્યક્તિએ તેનું મહત્વ અને બંધારણના નિર્માણમાં ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકર (Bharat Ratna Dr. B.R. Ambedkar), ડૉ. રાજેન્દ્ર પ્રસાદના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી
Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટમાં કહ્યું "સંવિધાન દિવસની શુભેચ્છા."
  • દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે વ્યક્ત કરેલા વિચારોનો ઉલ્લેખ કર્યો
  • ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર અને તમામ મહાપુરુષોને નમન કરું છું : અમિત શાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને બંધારણ દિવસના (Constitution Day 2021) અવસર પર શુભેચ્છા પાઠવી હતી અને બંધારણ અપનાવવા માટે બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા બિલ દરમિયાન ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરના (Bharat Ratna Dr. B.R. Ambedkar) ભાષણનો એક ભાગ પણ શેર કર્યો હતો. નોંધનીય છે કે, બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કારણ કે, આ દિવસે 1949માં બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું. 2015થી બંધારણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટમાં કહ્યું "સંવિધાન દિવસની શુભેચ્છા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટમાં કહ્યું કે, "સંવિધાન દિવસની શુભેચ્છા." દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે વ્યક્ત કરેલા વિચારોનો ઉલ્લેખ કરતાં તેમણે અન્ય એક ટિ્વટમાં કહ્યું હતું કે, કોઈપણ બંધારણ ભલે ગમે તેટલું સુંદર, સુવ્યવસ્થિત અને મજબૂત હોય, જો સાચા, નિર્દોષ, બંધારણ ન કરી શકે. જો દેશના સાચા, નિ:સ્વાર્થ સેવકો ન હોય તો બંધારણ કંઈ કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, "ડો. રાજેન્દ્ર પ્રસાદની આ ભાવના માર્ગદર્શક સમાન છે. "વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકારણીઓએ બંધારણ દિવસ (Constitution Day)2021ના અવસર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. બંધારણ દિવસને યાદ કરીને, કેન્દ્રીય ગૃહ અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ તેના મહત્વ અને બંધારણના નિર્માણમાં ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકર (Bharat Ratna Dr. B.R. Ambedkar) અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

  • कोई भी संविधान चाहे वह कितना ही सुंदर, सुव्यवस्थित और सुदृढ़ क्यों न बनाया गया हो, यदि उसे चलाने वाले देश के सच्चे, निस्पृह, निस्वार्थ सेवक न हों तो संविधान कुछ नहीं कर सकता। डॉ. राजेंद्र प्रसाद की यह भावना पथ-प्रदर्शक की तरह है। pic.twitter.com/UFpvSIpEXJ

    — Narendra Modi (@narendramodi) November 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કર્યું 'બંધારણ લોકશાહીનો આત્મા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કર્યું કે, 'બંધારણ લોકશાહીનો આત્મા છે અને સાથે જ ભારતની એકતા અને પ્રગતિનો મૂળભૂત આધાર છે. બંધારણ દિવસ પર હું ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર અને તમામ મહાપુરુષોને નમન કરું છું. મોદી સરકાર બાબાસાહેબના પગલે ચાલીને દેશના દરેક વર્ગના કલ્યાણ અને અધિકારો માટે પ્રતિબદ્ધ છે.

  • संविधान लोकतंत्र की आत्मा होने के साथ-साथ भारत की एकता व प्रगति का मूल आधार है।

    संविधान दिवस पर भारतीय संविधान के शिल्पी बाबासाहेब अंबेडकर व सभी महापुरुषों को नमन करता हूँ।
    मोदी सरकार बाबासाहेब के पदचिन्हों पर चलकर देश के हर वर्ग के कल्याण व उन्हें अधिकार दिलाने हेतु कटिबद्ध है। pic.twitter.com/5hPGbtZvr3

    — Amit Shah (@AmitShah) November 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટિ્વટ કર્યું

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટિ્વટ કર્યું કે, 'આપણે બધા ભારત રત્ન બીઆર આંબેડકરને સ્વતંત્ર ભારતમાં તેમના યોગદાન અને આજે આપણી પાસે જે ભારતનું બંધારણ છે તેને આપવા માટે યાદ કરીએ છીએ. આ દિવસે 1949માં બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતુ.

  • Paid tributes to BabaSaheb Dr BR Ambedkar Ji on Constitution Day in Imphal, Manipur.

    Govts may come and govts may go, but our democracy and fundamental rights must flourish - we got this power from the Constitution of India. pic.twitter.com/QKOZRwPabA

    — Jagat Prakash Nadda (@JPNadda) November 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: બંધારણ દિવસની ઉજવણી LIVE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.