ETV Bharat / bharat

MPના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહનું નિવેદન, એવા પણ હિન્દુઓ છે જે ખાય છે ગૌમાંસ

author img

By

Published : Dec 26, 2021, 10:04 AM IST

CONGRESS LEADER DIGVIJAYA SINGH
CONGRESS LEADER DIGVIJAYA SINGH

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે સાવરકરને (Digvijay Singh Statement) લઈને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. દિગ્વિજયે કહ્યું છે કે 'સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુ ધર્મને હિન્દુત્વ (Hindu And Hinduism) સાથે કોઈ લેવાદેવા નથી. ગૌમાંસ (Digvijay Singh About Beef) ખાવામાં કંઈ ખોટું નથી.

ભોપાલઃ સાવરકર ધાર્મિક ન હતા કહેનારા કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે તેમના જ પુસ્તકનો ઉલ્લેખ કરીને હિન્દુ, હિન્દુત્વ (Hindu And Hinduism) અને ગૌમાંસ (Digvijay Singh About Beef) વિશે ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

'સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુ ધર્મને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી'

દિગ્વિજયે (congress leader digvijaya singh) મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આ દેશ વિવિધતાઓનો દેશ છે. અહીં એવા હિન્દુઓ પણ છે જે ગૌમાંસ ખાય છે અને કહે છે કે ક્યાં લખ્યું છે કે ગૌમાંસ ન ખાવું જોઈએ અને મોટાભાગના હિન્દુઓ ગૌહત્યાના વિરોધમાં છે. તેઓ અહીં જ ન અટક્યા સાવરકરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 'સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુ ધર્મને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ લખ્યું છે કે, ગાય એક એવું પ્રાણી છે જે પોતાના મળમાં જ ફરે છે, તે આપણી માતા ક્યાંથી બની શકે છે, ગૌમાંસ ખાવામાં કોઈ નુકસાન નથી. સાવરકરે આ જ વાત કહી છે.

RSS પર પ્રહારો કર્યા

સંઘ અને ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે 'જ્યારે પણ સાવરકરની વાત થાય ત્યારે તેમની આ પુસ્તક સંઘના લોકોને બતાવો જે તમારા સાવરકરજી (Digvijay Singh About Savarkar) કહેતા હતા.' તેમણે કહ્યું કે તેમનાથી ડરશો નહીં અને જે ડરશે તે મરશે. આરપારની લડાઈ છે. દિગ્વિજયે કહ્યું કે, RSSના લોકો ક્યારેય આંદોલન કરતા નથી, વિરોધ કરતા નથી, રેલી કરતા નથી, વિપક્ષમાં હોય ત્યારે ક્યારેય લાકડીઓ ખાતા નથી કે જેલમાં જતા નથી.

'RSSના લોકો પીઠ પાછળ ખંજર ભોંકે છે'

તેમણે કહ્યું કે, આ સંસ્થા હજુ રજિસ્ટર્ડ નથી. દિગ્વિજય સિંહે સ્પષ્ટ કહ્યું કે, અમારી લડાઈ RSSની વિચારધારા વિરુદ્ધ છે. તેમણે આરોપ લગાવ્યો કે, સંઘના લોકો ગુપ્ત રીતે કામ કરે છે. સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતને દોહરાવીને કહ્યું કે, 'RSSના લોકો પીઠમાં ખંજર ભોંકવાનું કામ કરે છે અને સામેથી હુમલો કરતા નથી'. RSSની વિચારધારા આખા દેશને વિભાજિત કરવામાં લાગેલી છે, અમારી લડાઈ તેમની સાથે છે. મારે સંઘ સાથે કોઈ અંગત લડાઈ નથી પરંતુ હું આ વિચારધારાની વિરુદ્ધ છું.

'તો બંધારણ ખતમ થશે'

બીજેપી અને કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરતા દિગ્ગી રાજાએ કહ્યું કે જો 2024માં બીજેપી ફરી એકવાર સત્તામાં આવશે તો દેશમાં આવતાની સાથે જ બંધારણને ખતમ કરી દેવામાં આવશે, અનામત સમાપ્ત થશે, લોકોને સુવિધા મળતી બંધ થઈ જશે. દિગ્વિજય સિંહે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને મામુ ગણાવ્યા અને કહ્યું કે 'ઠગોને મામુ કહેવામાં આવે છે અને આપણે આવી મામુ ગેંગ સાથે લડવું પડશે'. અમે મોદી ગેંગ સાથે યુદ્ધ લડી જ રહ્યા છીએ.

પહેલા પણ આપી ચૂક્યા છે સાવરકર પર નિવેદનો

નવેમ્બરની શરૂઆતમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, 'હું સનાતન ધર્મનો અનુયાયી છું... હિન્દુત્વને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સનાતની પરંપરાઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ સનાતની પરંપરાઓથી તદ્દન વિપરીત છે. તેમણે દાવો કર્યો હતો કે, 'વિનાયક દામોદર સાવરકરજી ધાર્મિક વ્યક્તિ ન હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તમે ગાયને માતા કેમ માનો છો ? તેમણે હિન્દુની વ્યાખ્યા કરવા માટે હિંદુત્વ શબ્દ લાવ્યા, જેના કારણે લોકો મુંઝવણમાં મુકાયા હતા. RSS અફવાઓ ફેલાવવામાં માહેર છે. હવે તેમને સોશિયલ મીડિયાના રૂપમાં એક મોટું હથિયાર મળ્યું છે.'

આ પણ વાંચો: Nirav Modi Assets Auction : પીએનબી સ્કેમ ભાગેડુની 1000 કરોડની સંપત્તિની હરાજી થશે

આ પણ વાંચો: Pm Modi Addresses Nation: જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી, ફ્રન્ટ લાઇન વર્કર અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ: વડાપ્રધાન મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.