ETV Bharat / bharat

Nirav Modi Assets Auction : પીએનબી સ્કેમ ભાગેડુની 1000 કરોડની સંપત્તિની હરાજી થશે

author img

By

Published : Dec 25, 2021, 7:01 PM IST

ED એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની 1,000 કરોડની સંપત્તિ જપ્ત (Nirav Modi Assets Auction) કરી છે. જેની હરાજી થશે. તેમાં પીએનબી સ્કેમ ભાગેડુ નીરવ મોદીની (PNB scam fugitive) કાલા ઘોડા સ્થિત રીધમ હાઉસ, નેપિયન સી રોડ ફ્લેટ, કૂર્લામાં ઓફિસ બિલ્ડિંગ અને ઘરેણાંઓનો સમાવેશ થાય છે.

Nirav Modi Assets Auction : પીએનબી સ્કેમ ભાગેડુની 1000 કરોડની સંપત્તિની હરાજી થશે
Nirav Modi Assets Auction : પીએનબી સ્કેમ ભાગેડુની 1000 કરોડની સંપત્તિની હરાજી થશે

મુંબઇઃ પંજાબ નેશનલ બેન્ક ગોટાળા (PNB scam 2018) ના મામલામાં આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની સંપત્તિની હરાજી (Nirav Modi Assets Auction) કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ નીરવ મોદીની 1,000 કરોડ રુપિયાની સંપત્તિની હરાજી બોલાવશે. તેમાં નીરવની મુંબઇ સ્થિત સંપત્તિઓ પણ સમાવિષ્ટ છે.

નીરવની સંપત્તિની હરાજી પહેલાં પણ થઇ છે

ED આ પહેલા પણ નીરવ મોદીની પ્રોપર્ટીની હરાજી કરી (Nirav Modi Assets Auction) ચૂકી છે. ત્યારબાદ તપાસ એજન્સીએ હીરાના વેપારીની માલિકીની કાર, પેઇન્ટિંગ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજી કરી હતી અને તેમાંથી 6 કરોડ રૂપિયા મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ નીરવ મોદી અને તેની બહેનના સ્વિસ એકાઉન્ટ થયા બ્લોક

બાકી રહેલી મિલકતોની ફરી હરાજી થશે

સૂત્રોએ જણાવ્યું કે મુંબઈમાં નીરવ મોદીની બાકી રહેલી કેટલીક મિલકતોની ફરીથી હરાજી (Nirav Modi Assets Auction) કરવામાં આવશે. EDએ નીરવ મોદીની રૂ. 1,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં કાલા ઘોડા ખાતે રીધમ હાઉસ, નેપિયન સી રોડ ફ્લેટ, કુર્લામાં ઓફિસ બિલ્ડિંગ અને આભૂષણોનો સમાવેશ થાય છે.

કોર્ટના નિર્ણયના પગલે કાર્યવાહી

તમને જણાવી દઈએ કે કોર્ટે પંજાબ નેશનલ બેંકના લેણાં વસૂલવા માટે નીરવ મોદીની સંપત્તિની હરાજી (Nirav Modi Assets Auction) કરવાનો આદેશ આપ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સંપત્તિની હરાજી માટે લિક્વિડેટરની નિમણૂક કરી છે.

આ પણ વાંચોઃ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીએ અપનાવ્યો નવો નુસખો, માનસિક આરોગ્યના આધારે લંડનની કોર્ટમાં કરેલી અરજી મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.