ETV Bharat / bharat

Guarantee Of Loot: લૂંટની ગેરંટીઃ ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું, કોંગ્રેસ માત્ર લૂંટની ગેરંટી આપી શકે છે.

author img

By PTI

Published : Oct 16, 2023, 12:59 PM IST

jp nadda
jp nadda

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ફરી એક વખત શાબ્દીક હુમલો કર્યો છે. વિધાનસભા ચૂંટણી 2023ને જોતા કોંગ્રેસ લૂંટની ગેરંટી આપનારી પાર્ટી ગણાવી છે. નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે, આ કોંગ્રેસના ભ્રષ્ટ 'ડીએનએ'નો જ એક નાનો નમૂનો છે. તેમણે કહ્યું કે, 'સત્તામાં આવતાની સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સુરસાના મુખની જેમ ફેલાઈ ગયો છે.'

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે દાવો કર્યો હતો કે, વિપક્ષી પાર્ટી ફક્ત 'લૂંટની ગેરંટી' આપી શકે છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે,તેઓ ભ્રષ્ટાચારના માધ્યમથી ધન એકત્ર કરવા માટે કર્ણાટકને એટીએમમાં બદલી રહી છે. જેથી ચૂંટણીમાં પોતાની પાર્ટીના પ્રચાર માટે પૈસા એકઠા કરી શકાય. નડ્ડાએ કર્ણાટકમા વિવિધ એજેન્સીઓનાં દરોડામાં કેટલાંક કોન્ટ્રાક્ટરો પાસે 100 કરોડ રૂપિયાથી વધુની રકમ કથિત તરીકે મળવાનો હવાલો આપતા કહ્યું કે, આ શરમજનક છે અને મતદારો સાથે ઘૃણાસ્પદ મજાક છે.

  • कांग्रेस पार्टी को वादे करने की कला में महारत हासिल है और अब यह पार्टी एक कदम आगे बढ़कर वादों के बदले में गारंटी देने लगी है।
    कर्नाटक में कतिपय ठेकेदारों के घरों से हाल ही में 100 करोड़ से अधिक की नकदी मिलने का खुलासा हुआ है जो बेहद शर्मनाक व मतदाता के साथ घिनौना मजाक है।… pic.twitter.com/0IpZCxnibL

    — Jagat Prakash Nadda (@JPNadda) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ પર પ્રહાર: નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે, આ કોંગ્રેસના ભ્રષ્ટ 'ડીએનએ'નો જ એક નાનો નમૂનો છે. તેમણે કહ્યું કે, 'સત્તામાં આવતાની સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સુરસાના મુખની જેમ ફેલાઈ ગયો છે.' તેમણે તત્કાલીન ભાજપ સરકારમાં કોન્ટ્રાક્ટરોને જંગી કમિશન ચૂકવવા માટે દબાણ કરવાના આરોપોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કૉંગ્રેસ દ્વારા સમર્થિત આજ કૉન્ટ્રાક્ટરો કર્ણાટક વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ જુઠ્ઠાણું પીરસવામાં સક્રિય હતા. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે ભ્રષ્ટાચારની આવકને મની લોન્ડરિંગ અને આગામી ચૂંટણીઓ માટે નાણાં એકત્ર કરવા માટે કર્ણાટકને એટીએમમાં ​​ફેરવી દીધું છે. દેખીતી રીતે કોંગ્રેસ જે ગેરંટી આપી શકે છે, તે હંમેશા ભ્રષ્ટાચારની ગેરંટી છે. તેમણે 'કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યાં. કોંગ્રેસની સરકારોએ છત્તીસગઢ અને રાજસ્થાનને પણ ભ્રષ્ટાચારનાં એટીએમ બનાવી દીધા છે, અને તેઓ તેલંગાણા અને મધ્યપ્રદેશને પણ આવું જ એટીએમ બનાવીને જનતાના પરસેવાની કમાણી લૂંટવા માંગે છે.

કોંગ્રેસની લૂંટની ગેરેંટી: નડ્ડાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સત્તામાં આવવાનું સપનું જોઈ રહી છે, જેથી કરીને તે ગરીબોના કલ્યાણના અને રાજ્યના વિકાસ માટેના પૈસા લૂંટી શકે. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ માત્ર લૂંટની ગેરંટી આપી શકે છે.' કોંગ્રેસ ચૂંટણીમાં ચોક્કસ કલ્યાણકારી પગલાંની ખાતરી આપવાનું વચન આપી રહી છે, અને આ ચૂંટણી વચનોની મદદથી જ તેણે કર્ણાટકની ચૂંટણીમાં સફળતા હાંસલ કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ વધુમાં કહ્યું કે, પાર્ટીએ વચનો આપવાની કળામાં મહારત હાંસલ કરી લીધી છે, અને હવે આ પાર્ટીએ એક ડગલું આગળ વધીને વચનોના બદલામાં ગેરંટી આપવાનું શરૂ કર્યું છે.

કડક મુકાબલો: આવક વેરા વિભાગના અધિકારીઓએ કર્ણાટકમાં એક કોન્ટ્રાકર, તેના દિકરા, એક જિમ પ્રશિક્ષક અને એક વાસ્તુકાર સહિત ઘણા લોકોની ઘરે દરોડા પાડીને માતબાર રકમ જપ્ત કરી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કડક મુકાબલો થવાની સંભાવના છે. બંને પક્ષો વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીધો મુકાબલો થવાના અણસાર છે. જોકે, તેલંગાણામાં આ બંને પક્ષ ઉપરાંત ભારત રાષ્ટ્ર સમિતિ પણ મજબૂત દાવેદાર છે.

  1. Telangana Assembly Election 2023 : જીતનો મંત્ર ફુંકવા આવતા અઠવાડિયે ગાંધી પરિવાર તેલંગાણામાં આવશે
  2. Nishikant Dubey allegations: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ TMC સાંસદ પર લગાવ્યો આરોપ, કહ્યું પૈસા લઈને સંસદમાં પુછ્યાં પ્રશ્નો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.