ETV Bharat / bharat

Nishikant Dubey allegations: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ TMC સાંસદ પર લગાવ્યો આરોપ, કહ્યું પૈસા લઈને સંસદમાં પુછ્યાં પ્રશ્નો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 7:46 PM IST

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાને પત્ર લખીને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે મહુઆ મોઈત્રા પર સંસદમાં પૈસા લઈને પ્રશ્ન પુછવાનો આરોપ લગાવ્યો છે. નિશિકાંત દુબેએ આ મામલાને 'વિશેષાધિકારનો ભંગ', 'ગૃહની અવમાનના' અને કલમ 120 હેઠળ ફોજદારી ગુનો ગણાવ્યો છે.

Nishikant Dubey allegations
Nishikant Dubey allegations

રાંચી: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર મોટા આરોપ લગાવતા તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે. નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્ર દ્વારા તેમણે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરવાની અને તેને તાત્કાલિક ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

  • BJP MP Nishikant Dubey writes to Lok Sabha Speaker Om Birla demanding to constitute an inquiry committee against TMC MP Mahua Moitra and her immediate suspension from the House alleging that 'bribes were exchanged between Mahua Moitra and businessman Darshan Hiranandani to ask… pic.twitter.com/aLnosIhJqZ

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિશિકાંત દુબેનો આરોપ: નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં મહુઆ મોઇત્રા અને બિઝનેસમેન દર્શન વચ્ચે લાંચની આપ-લે કરવામાં આવી હતી. આ આદાન-પ્રદાન કેટલીક રોકડ અને ભેટના રૂપમાં હીરાનંદાની સાથે થઈ હતી.

  • 11 सांसद को इसी भारतीय संसद ने प्रश्न पैसे लेने के कारण सदस्यता रद्द कर दिया था, आज भी चोरी और सीनाज़ोरी नहीं चलेगी,एक व्यापारी ख़राब लेकिन दूसरे व्यापारी से 35 जोड़ी जूते श्रीमती मारकोस की आत्मा की तरह Hermes,LV,Gucci का बैग,पर्स,कपड़े,नक़द हवाला से पैसे नहीं चलेंगे । सदस्यता तो…

    — Dr Nishikant Dubey (@nishikant_dubey) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એડવોકેટના પત્રનો આપ્યો હવાલો: નિશિકાંત દુબેએ એડવોકેટ જય અનંત દેહદ્રાઈ તરફથી મળેલા પત્રને ટાંકીને સ્પીકર બિરલા સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ ગૃહમાં પ્રશ્નો પૂછવા માટે બિઝનેસ ટાયકૂન પાસેથી રોકડ અને ભેટ લીધી હતી.

શું કહ્યું નિશિકાંત દુબેએ: આ મામલે નિશિકાંત દુબેએ ટ્વીટ પણ કર્યું છે, જોકે તેણે પોતાના આ ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી. નિશિકાંત દુબેએ લખ્યું છે કે, "આજ ભારતીય સંસદે પ્રશ્ન માટે પૈસા લેવા બદલ 11 સાંસદોની સભ્યતા રદ કરી હતી, આજે પણ ચોરી અને છેતરપિંડી નહીં ચાલે, એક વેપારી ખરાબ પરંતુ બીજા વેપારી પાસેથી 35 જોડી જૂતા શ્રીમતી માર્કોસની આત્માની જેમ Hermes, LV, Gucciનું બેગ, પર્સ, કપડાં, રોકડ હવાલાથી પૈસા નહીં ચાલે. સભ્યપદ તો જશે, રાહ જુઓ".

આ મામલાને ગણાવ્યો ગુનાકીય: આપને જણાવી દઈએ કે લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં નિશિકાંત દુબેએ આ મામલાને 'વિશેષાધિકારનો ભંગ', 'ગૃહની અવમાનના' અને કલમ 120 હેઠળ ફોજદારી ગુનો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે મહુઆ મોઇત્રાએ જાણીજોઈને એક બિઝનેસ ટાયકૂનના કહેવા પર સંસદમાં અદાણી ગ્રુપને લગતા પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે ટીએમસીના સાંસદ પર કોઈને શંકા ન થાય તે માટે વારંવાર આ મામલાને સરકાર સાથે જોડ્યો અને વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન પર નિશાન સાધ્યું.

  • Multiple breach of privileges pending against fake degreewala & other @BJP4India luminaries. Welcome any motions against me right after Speaker finishes dealing with those.
    Also waiting for @dir_ed & others to file FIR in Adani coal scam before coming to my doorstep.

    — Mahua Moitra (@MahuaMoitra) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહુઆ મોઈત્રાનો પલટવારઃ સાંસદ મહુઆ મોઈત્રાએ પણ નિશિકાંત દુબેના આ આરોપ પર પલટવાર કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, તેમણે લખ્યું કે નકલી ડિગ્રી ધારકો તેમજ અન્ય ઘણા લોકો સામે વિશેષાધિકારોના ઘણા ઉલ્લંઘનના મામલાઓ હજુ પણ વિલંબમાં છે. ભાજપના આ દિગ્ગજ નેતાઓ સામે લોકસભાના અધ્યક્ષ જ્યારે આ કાર્યવાહી પૂર્ણ કરી લેશે, ત્યાર બાદ મારા વિરૂદ્ધ કોઈપણ પ્રકારના પ્રસ્તાવ અને કાર્યવાહી માટે તેમનું સ્વાગત છે. સાથે જ તેમણે આગળ લખ્યું કે, ED અને અન્ય લોકો મારા દરવાજે આવે તે પહેલા તેઓએ અદાણી કોલસા કૌભાંડમાં FIR દાખલ કરવી જોઈએ.

DMKs Womens Rights Conference : અમે મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે સંઘર્ષ કરીશું- સોનિયા ગાંધી

BRS Manifesto Release: CM KCR તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.