ETV Bharat / bharat

બાળકોની વેક્સિનનું ટ્રાયલ રિઝલ્ટ સપ્ટેમ્બર સુધી આવશે, નવા સ્ટ્રેઈન માટે Booster Doseની જરૂરઃ ગુલેરિયા

author img

By

Published : Jul 24, 2021, 1:08 PM IST

કોરોનાના નવા સ્ટ્રેઈન અંગે AIIMSના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયા (AIIMS President Dr. Randeep Guleria)એ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના નવા સ્ટ્રેન (Corona's new strain) માટે વેક્સિનના બુસ્ટર ડોઝ (Booster doses of the vaccine)ની જરૂર છે. કોવેક્સિન (Covaxin) બનાવનારી કંપની ભારત બાયોટેક (India Biotech) બાળકો માટે જે વેક્સિન બનાવી રહી છે. તેના ટ્રાયલ પરિણામ સપ્ટેમ્બર સુધી આવવાની આશા છે.

બાળકોની વેક્સિનનું ટ્રાયલ રિઝલ્ટ સપ્ટેમ્બર સુધી આવશે, નવા સ્ટ્રેઈન માટે Booster Doseની જરૂરઃ ગુલેરિયા
બાળકોની વેક્સિનનું ટ્રાયલ રિઝલ્ટ સપ્ટેમ્બર સુધી આવશે, નવા સ્ટ્રેઈન માટે Booster Doseની જરૂરઃ ગુલેરિયા

  • દિલ્હી AIIMSના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (AIIMS President Dr. Randeep Guleria) કોરોનાના નવા સ્ટ્રેન (Corona's new strain) અંગે આપ્યું નિવેદન
  • કોરોનાના નવા સ્ટ્રેઈન (Corona's new strain) માટે વેક્સિનના બુસ્ટર શોટ્સની (Booster doses of the vaccine) જરૂર છેઃ ડોક્ટર રણદીપ ગુલેરિયા
  • આગળ જતા ઈમ્યુનિટીમાં (Immunity) ઘટાડો થશે, બુસ્ટર ડોઝ સેકન્ડ જનરેશન વેક્સિન હશેઃ ગુલેરિયા

નવી દિલ્હીઃ AIIMSના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (AIIMS President Dr. Randeep Guleria) જણાવ્યું હતું કે, કોરોનાના નવા સ્ટ્રેઈન (Corona's new strain) માટે વેક્સિનના બુસ્ટર શોટ્સ (Booster shots of the vaccine)ની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટ્સ માટે બુસ્ટર શોટ્સ (Booster shots of the vaccine)ની જરૂર પડી શકે છે. કારણ કે, આગળ જતા ઈમ્યુનિટીમાં (Immunity) ઘટાડો થશે. બુસ્ટર ડોઝ સેકન્ડ જનરેશન વેક્સિન (Booster dose second generation vaccine) હશે. તેમણે કહ્યું હતું કે, સેકન્ડ જનરેશન વેક્સિન સારી ઈમ્યુનિટી સાથે જ અલગ-અલગ પ્રકારના વેરિયન્ટ પર વધુ પ્રભાવી હશે. બુસ્ટર શોટ્સનું ટ્રાયલ ચાલુ છે અને આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ હશે. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે એક વાર સંપૂર્ણ રીતે તમામ લોકોનું રસીકરણ પૂર્ણ થઈ જાય.

આ પણ વાંચો- India Corona Update : છેલ્લા 24માં દેશમાં કોરોનાના 39,097 કેસો નોંધાયા

બાળકોની વેક્સિનની ટ્રાયલ (Vaccine trail)

AIIMS પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક (Bharat Biotech) બાળકો માટે વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં છે. અને તેનું ટ્રાયલ રિઝલ્ટ સપ્ટેમ્બર સુધી આવવાની સંભાવના છે. ભારત બાયોટેકનું (Bharat Biotech) ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને અમે તેનો ડેટા સપ્ટેમ્બર સુધી મળી શકે છે. આ ટ્રાયલ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે, જેમાં અલગ અલગ વાયુ વર્ગના બાળકોનું વર્ગીકરણ કર્યું છે. પહેલું ટ્રાયલ 12-18 વર્ષના વર્ગ માટે કરવામાં આવ્યું છે. પછી 6થી 12 વર્ષ અને 2થી 6 વર્ષના બાળકો પર ટ્રાયલ ચાલુ છે.

આ પણ વાંચો- કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના, રાજકોટમાં જોવા મળ્યા 75 કેસ

ઝાયડસે (Zydus) ઉપલબ્ધ કરાવ્યો ડેટા

AIIMS પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ઝાયડસ-કેડિલા દ્વારા બનાવવામાં આવેલી બાળકો માટેની વેક્સિનનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમણે બાળકોની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે. તેમણે 12-18 વર્ષનું ટ્રાયલ પુરુ કર્યું છે અને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. અમદાવાદમાં આવેલી કંપનીએ ત્રણ ડોઝની વેક્સિન તૈયાર કરી છે, જે વિશ્વની પહેલી પ્લાઝ્માઈડ વેક્સિન (Plasmid vaccine) છે. ટૂંક જ સમયમાં ડીસીજીઆઈ (DCGI)ની મંજૂરી મળવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.