ETV Bharat / city

કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના, રાજકોટમાં જોવા મળ્યા 75 કેસ

author img

By

Published : Jul 22, 2021, 10:57 PM IST

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કારણે અલગ અલગ પ્રકારના રોગો સામે આવી રહ્યા છે, ત્યારે, રાજકોટમાં કેટલાક દર્દીઓને કોરોના થયા બાદ હૃદય 15થી 25 ટકા જેટલા ફૂલી ગયા હોવાની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં આ પ્રકારના અલગ અલગ હોસ્પિટલમાં 70થી વધુ કેસ જોવા મળ્યા છે.

કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના
કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના

  • કોરોનાની બીજી લહેર બાદ અન્ય રોગોનો પગ પેસારો
  • કોરોના બાદ દર્દીઓના ફૂલી રહ્યા છે હૃદય
  • રાજકોટમાં અલગ અલગ હોસ્પિટલમાં 70થી વધુ કેસ નોંધાયા

રાજકોટ: કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા બધા અન્ય રોગો પણ સામે આવ્યા હતા. જેમાં મ્યુકરમાઇકોસિસ, MIS ( મલ્ટી સિસ્ટમ ઇફ્લેમેટરી સિન્ડ્રોમ) સહિતના જીવલેણ ગંભીર રોગો સામે આવ્યા હતા. આ ઉપરાંત, કોરોનાના કારણે મોટાભાગના દર્દીઓના શરીરના અલગ અલગ અંગો પર વિવિધ અસરો પણ જોવા મળી હતી, જ્યારે કેટલાક દર્દીઓના ઓર્ગન કામ કરતા બંધ થયા હતા. આ બાદ વધું એક બિમારી સામે આવી છે. કોરોના થયા બાદ કેટલાક દર્દીઓના હૃદય 15થી 25 ટકા જેટલા ફૂલી ગયા છે. રાજકોટમાં આ પ્રકારના અલગ અલગ હોસ્પિટલમાં 70થી વધુ કેસ જોવા મળ્યા છે.

કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના

કોવિડ દર્દીઓના હૃદય 15થી 25% જેટલું ફૂલ્યા

સામાન્ય રીતે જ્યારે કોઈ માણસને હાર્ટ અટેક આવે છે, ત્યારબાદ તેની સારવાર પછી આ પ્રકારનું હૃદય 15થી 25% જેટલું ફુલવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ હવે કોરોના થયા બાદ કેટલાક દર્દીઓમાં હૃદય ફૂલી જવાની ઘટના સામે આવી છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થયો છે. પોસ્ટ કોવિડ હાર્ટ અટેકનું પ્રમાણ પણ 30થી 45વર્ષના યુવાનોમાં વધ્યું છે. જો કે આ યુવાનોને આવતા હાર્ડ અટેકમાં જે રેગ્યુલ જોવા મળતા અટેક આવવાના લક્ષણો નહોતા. કોરોના બાદ આવતા હાર્ડ અટેકમાં પાછળ શરીરનો ઇન્ફલામેન્ટરી રિસ્પોન્સ જવાબદાર છે. જેનાથી લોહી ગંઠાઈ જાય છે અને હાર્ડ અટેક આવે છે, જ્યારે આ નવા પ્રકારના કેસમાં આવું કઈ જોવા મળ્યું નથી.

રોગપ્રતિકારક શક્તિ વધવાના કારણે લોહી ઘટ્ટ

કોરોના દરમિયાન લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય છે. જેની સારવારમાં પણ રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જ્યારે આવા દર્દીઓમાં એકાએક રોગપ્રતિકારક શક્તિ વધવાના કારણે શરીરમાં લોહી ઘટ્ટ થઈ જાય છે. તેમજ આ લોહી ઘટ્ટ થવાની અસર દર્દીના હૃદય પર પડતી હોય છે. જ્યારે આ લોહી ઘટ્ટ થવાના કારણે હૃદયમાં આવેલી મહત્વની ધમનીઓ બ્લોક થઈ જતા દર્દીઓને અટેક જેવી સમસ્યાઓ થાય છે. આ લોહી ઘટ્ટ થવાના કારણે શરીરમાં માત્ર હૃદય જ નહીં પણ અલગ અલગ અવયવો પર પણ આની અસરો જોવા મળે છે.

અમારી પાસે આવા દર્દીઓ લઈ રહ્યા છે સારવાર : ડોક્ટર

રાજકોટમાં કોવિડ બાદ દર્દીઓના હૃદય ફુલાઈ જવાની ઘટના સામે આવતા સમયે આવતા ETV Bharat દ્વારા ખાનગી હોસ્પિટલના ICU સ્પેશિયાલિસ્ટ ડો. સંદીપ હરસોરાએ જણાવ્યું હતું કે, કોરોના એ એવી બીમારી નથી જે માત્ર ફેફસા પર જ અસર કરે છે, જ્યારે કોરોના દરમિયાન ઘણી વખત લોહી ઘટ્ટ થવાની પ્રક્રિયા થાય છે. જે લોહીની અસર શરીરના વિવિધ અંગે પર જોવા મળે છે. જ્યારે હાલમાં જે હૃદય ફૂલી જવાની ઘટના સામે આવી છે. આ પ્રકારના દર્દીઓ પણ અમારી પાસે આવ્યા છે, જેને અમે હૃદયના ડોક્ટર પાસે મોકલતા હોઈએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.