બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું 5 કલાકની જહેમત બાદ કરાયું રેસ્કયુ

author img

By

Published : Jan 10, 2023, 6:19 PM IST

બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું 5 કલાકની જહેમત બાદ રેસ્કયુ
બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું 5 કલાકની જહેમત બાદ રેસ્કયુ ()

ઉત્તર પ્રદેશના હાપુડમાં એક 4 વર્ષનો બાળક બોરવેલમાં (child fell borewell while playing in hapur) પડી ગયો હતો. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકને દૂધ અને પાણીની બોટલ સહિત ઓક્સિજન આપવામાં આવ્યો હતો. લગભગ 4 થી 5 કલાકમાં બાળકને સુરક્ષિત (child rescue operation sucesss by ndrf) બહાર કાઢવામાં આવ્યું છે.

બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું 5 કલાકની જહેમત બાદ રેસ્કયુ

હાપુર(ઉત્તર પ્રદેશ): હાપુડ પોલીસ સ્ટેશન ગ્રામીણ વિસ્તારના મોહલ્લા ફૂલગઢીમાં રમતી વખતે 4 વર્ષનો બાળક બોરવેલમાં (child fell borewell while playing in hapur) પડી ગયો હતો. બાળક લગભગ 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ NDRF, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે (child rescue operation sucesss by ndrf) પહોંચી હતી.

છ વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો: હાપુર ગ્રામીણ વિસ્તારના કોટલા સાદત વિસ્તારમાં મંગળવારે એક 4 વર્ષનો બાળક અચાનક બોરવેલમાં પડી ગયો હતો. બાળકનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા અને વહીવટી અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો: 50થી વધુ મુસાફરોને લીધા વિના વિમાને ઉડાન ભરી, મુસાફરો રાહ જોતા રહ્યા

બાળકનો સુરક્ષિત બચાવ: જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી ચાલી રહી છે. લગભગ 4 થી 5 કલાકમાં બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે. છેલ્લા 5 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી હતી. એસપી દીપક ભુકરે જણાવ્યું કે લગભગ 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે, તે સ્વસ્થ છે. હાલ બાળકના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.

NDRFની ટીમ બચાવ કાર્યમાં: બાળકને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ પણ આવી રહ્યો હતો. ગાઝિયાબાદથી ઘટનાસ્થળે પહોંચેલી NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી હતી. એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. રેસ્ક્યુ ટીમ બાળક માટે પાણી અને દૂધની બોટલ લાવી હતી.

આ પણ વાંચો: આખરે જોશીમઠમાં SDRF દ્વારા ક્ષતિગ્રસ્ત ઇમારતોને તોડી પાડવાનું શરૂ

બાળકને ઓક્સિજન અપાયો: જણાવવામાં આવી રહ્યું છે કે બાળકનું નામ માઉ છે અને તેના પિતાનું નામ મોહસીન છે. બાળક સાંભળી શકતું ન હતું. મંગળવારે રમતી વખતે તે બોરવેલમાં પડી ગયો હતો. અંદાજે 35 વર્ષ પહેલા પાલિકાએ કૂવો ખોદ્યો હતો. 10 વર્ષથી તેનો ઉપયોગ થતો ન હતો. બોરવેલનું મોં ખુલ્લું હતું. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.