ETV Bharat / bharat

CBSE Decision : CBSEએ તમામ શાળાને લખ્યો પત્ર, બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા સુચના

author img

By

Published : Jul 22, 2023, 4:41 PM IST

CBSE એ શાળામાં વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આગામી સત્રથી તમામ વિદ્યાર્થીઓને 22 અનુસૂચિત ભાષાઓમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

તમામ શાળા શિક્ષણમાં વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાઓ ઉપયોગ કરશે
તમામ શાળા શિક્ષણમાં વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાઓ ઉપયોગ કરશે

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની શાળાઓને વૈકલ્પિક શિક્ષણ માધ્યમ તરીકે ભારતીય ભાષાઓનો ઉપયોગ કરવા વિચારવાનું રહ્યું છે. બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રાલય અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ, 2020 હેઠળ બહુવિધ ભાષાઓમાં શિક્ષણ દાખલ કરવાનાં પગલાં લીધાં છે. CBSE બોર્ડે તેની શાળાઓને ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા અને બહુભાષી શિક્ષણમાંથી શ્રેષ્ઠ બનાવવા માટે એકબીજા સાથે સહયોગ કરવા જણાવ્યું છે.

નિયામકની સુચના : શાળાઓને લખેલા પત્રમાં CBSEના શૈક્ષણિક નિયામક જોસેફ એમેન્યુઅલે જણાવ્યું હતું કે, ભારતીય ભાષાઓ દ્વારા શિક્ષણની સુવિધા માટે પહેલ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને CBSE સાથે જોડાયેલી શાળાઓ ભારતીય ભાષાઓનો ઉપયોગ અને વર્તમાન વિકલ્પો ઉપરાંત વૈકલ્પિક માધ્યમ તરીકે કરવાનું વિચારી શકે છે. જેમાં ભારતના બંધારણની અનુસૂચિ 8 માં ઉલ્લેખિત ભારતીય ભાષાઓ સામેલ છે.

જેમ ઉચ્ચ શિક્ષણ આ જરૂરિયાતને પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે. તેમ શાળા શિક્ષણ તેનો પાયો હોવો જોઈએ. શાળા શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણના માધ્યમ તરફના અભિગમમાં સાતત્ય હોવું જોઈએ. તેથી CBSE સાથે જોડાયેલી શાળાઓએ ભારતીય ભાષાઓના માધ્યમથી શિક્ષણ આપીને આ ઉમદા પ્રયાસમાં મહત્વની ભૂમિકા ભજવવાની જરૂર છે.-- જોસેફ એમેન્યુઅલ (શૈક્ષણિક નિયામક, CBSE)

શાળાઓને પત્ર : આ પત્રમાં જણાવામાં આવ્યું છે કે, શાળાઓ ઉપલબ્ધ સંસાધનોનું અન્વેષણ કરી શકે છે. ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લઈ શકે છે. CBSE શાળાઓમાં બહુભાષી શિક્ષણને વાસ્તવિક બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ આપ-લે કરી અન્ય શાળાઓ સાથે સહયોગ કરી શકે છે. NCERT આ ગંભીર કાર્યને પ્રાથમિકતા આપી છે. જેથી આગામી સત્રથી તમામ વિદ્યાર્થીઓને 22 અનુસૂચિત ભાષાઓમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય.

દરેક ભાષામાં પાઠ્યપુસ્તક : શાળા શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ સત્તાધિકારીએ પણ ઘણી ભાષાઓમાં શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. ઉપરાંત વિવિધ ભાષાઓમાં પરીક્ષાઓ લેવાનું શરૂ કર્યું છે. તકનીકી, તબીબી, વ્યાવસાયિક, કૌશલ્ય, કાયદાનું શિક્ષણ વગેરેની પાઠ્યપુસ્તકો હવે ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ પહેલ : શિક્ષણ મંત્રાલય દ્વારા NCERT ને 22 અનુસૂચિત ભારતીય ભાષાઓમાં નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સૂચના છે. NCERT એ આ ગંભીર કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા પર હાથ ધર્યું છે. જેથી આગામી સત્રથી તમામ વિદ્યાર્થીઓને 22 અનુસૂચિત ભાષાઓમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પહેલ શાળાઓ માટે બહુભાષી શિક્ષણનો પાયો બને તે મહત્વનું છે.

  1. CBSE 10th Result 2023 : સીબીએસઇ બોર્ડ પરિણામમાં રાજકોટના તેજસ્વી તારલા કોણ બન્યાં જૂઓ
  2. ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.