ETV Bharat / bharat

Cadaver search for studies: ડેડી બોડી જોઈએ છે, 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક મૃતદેહના હાથમાં, શું છે સમગ્ર મામલો જાણો અહીં...

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 8:14 PM IST

400 વિદ્યાર્થીઓ અને આખું સરકારી તંત્ર એક મૃતદેહ શોધવામાં વ્યસ્ત, પરંતુ હાથ લાગી નિરાશા. મૃતદેહના કારણે 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મૂકાયું છે. લગભગ એક વર્ષથી સમગ્ર સરકારી તંત્ર એક મૃતદેહને શોધવામાં વ્યસ્ત છે, પરંતુ નિષ્ફળતા મળી છે, આખરે એક ડેડ બોડીમાં એવું શું ખાસ છે ? વાંચો આ અહેવાલમાં...

Etv Bharat
Etv Bharat

પલામૂ : 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક ડેડ બોડી પર ટકેલું છે. કહાની થોડી ફિલ્મ જેવી જરૂરથી લગાશે, પરંતુ ફિલ્મી નથી. કારણ કે એક ડેડ બોડીએ પલામૂ જિલ્લાના 400 વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધારામાં રાખ્યું છે. ખરેખર તો પલામૂ જિલ્લાની એક કોલેજમાં અભ્યાસ કરનારા 400 જેટલાં વિદ્યાર્થીઓને એક ડેડ બોડી એટલે કે મૃતદેહની જરૂરિયાત છે. છેલ્લાં એક વર્ષથી આ વિદ્યાર્થીઓ એક મૃતદેહની શોધ કરી રહ્યાં છે. પરંતુ તેમને ડેડ બોડી હજી સુધી મળી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે, આવી ડેડ બોડી સાથે તેમનું ભવિષ્ય જોડાયેલું હોય છે. એટલું જ નહીં આખે આખું સરકારી તંત્ર પણ આ ડેડ બોડીની તપાસમાં લાગેલું છે. પરંતુ તેમને પણ આ ડેડ બોડીનો કોઈ સુરાગ મળ્યો નથી. શું છે આ સમગ્ર પ્રકરણ આવો જાણીએ.

ડેડી બોડીની શોધ : વાસ્તવમાં, પલામુ જિલ્લાના 400 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડેડ બોડીની જરૂર છે. આ તમામ મેદિનીરાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. આ શબ દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને મળતું નથી. શબને લઈને મેડિકલ કોલેજ દ્વારા પલામુના ડીસી અને એસપીને પત્ર પણ લખવામાં આવ્યો છે. શબ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરી શકતા નથી. પલામુમાં મેડિકલ કોલેજની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી. હાલમાં મેદિનીરાઈ મેડિકલ કોલેજમાં ચાર બેચના વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજ અત્યાર સુધીમાં માત્ર એક જ વખત શબ મળી શક્યું છે.

શું છે કેડેવર ? મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા મૃતદેહને કેડેવર કહેવામા આવે છે. આવા મૃતદેહ દ્વારા વિદ્યાર્થીઓને માણસના શરીરની રચના વિશે જણાવવામાં આવે છે. તેના દ્વારા રોગ અને મૃત્યુનો ક્રમ પણ શોધી કાઢવામાં આવે છે. કેડેવર એ બિનવારસી મૃતદેહ હોય છે, જેમાં શરીરનો કોઈપણ ભાગ નુકસાનગ્રસ્ત નથી હોતું. મેડિકલ કોલેજના શબઘરમાં તેને ખાસ સુરક્ષિત રાખવામાં આવે છે. નિષ્ણાતોના મતે, દર 10 વિદ્યાર્થીઓ માટે એક શબ જરૂરી છે. પરંતુ શબની અછતના કારણે માત્ર એક જ શબથી કામ ચલાવવું પડે છે.

મેડિકલ કોલેજમાં એક પણ શબ નથી : પલામુના કમિશનર મનોજ જયસ્વાલે કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમને શબ વિશે જણાવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક બાબતો સામે આવી છે. મેડિકલ કોલેજના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો હાથ ધરાયા છે. મેદિનીરાઈ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કામેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, શબ માટે ડીસી અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે. મેડિકલ કોલેજમાં કોઈ શબ નથી, એક વર્ષથી વધુ સમયથી તેની શોધ ચાલી રહી છે.

  1. Surat Crime : પ્રતિષ્ઠિત વ્યક્તિના નામે રૂપિયા પડાવતો ભેજાબાજ ઠગ ઝડપાયો, સુરત ક્રાઈમબ્રાંચની કાર્યવાહી
  2. Ahmedabad Crime : શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ, નજીવી બાબતે લુખ્ખાએ જાહેરમાં યુવતીને માર માર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.