ETV Bharat / bharat

BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યુ, 65 કલાકમાં બીજી સફળતા

author img

By

Published : Oct 17, 2022, 9:22 AM IST

છેલ્લા 65 કલાકમાં બીએસએફના જવાનો દ્વારા ડ્રોનને તોડી પાડવાની આ બીજી સફળ ઘટના છે. (BSF Recover drone at punjab border)આ પહેલા 14 ઓક્ટોબરે સવારે 4.30 વાગ્યે સેનાએ ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોનને અજનાલા હેઠળના બીઓપી શાહપુરમાં તોડી પાડવામાં આવ્યું હતું.

BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યુ, 65 કલાકમાં બીજી સફળતા
BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યુ, 65 કલાકમાં બીજી સફળતા

અમૃતસર(પંજાબ): બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાન સ્થિત દાણચોરોના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.(BSF Recover drone at punjab border) BSFએ 65 કલાકમાં પાકિસ્તાન સરહદેથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલા બીજા ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. BSFએ ડાઉન થયેલા ડ્રોનની સાથે ડિલિવરી માટે લાવવામાં આવેલ કન્સાઈનમેન્ટ પણ રીકવર કરી લીધું છે, પરંતુ સુરક્ષાના કારણોસર હજુ સુધી કન્સાઈનમેન્ટ ખોલવામાં આવ્યું નથી.

જવાનોએ ગોળીબાર શરૂ કર્યો: આ ડ્રોન પાકિસ્તાનથી અમૃતસરની સરહદે આવેલા રાનિયા ગામ તરફ આવ્યું હતું. BSF બટાલિયન 22ના જવાન પેટ્રોલિંગમાં હતા. રાત્રે 9.15 કલાકે ડ્રોનનો અવાજ સાંભળીને જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો તથા હળવા બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ડ્રોન પર બે ગોળીઓ વાગી હતી. અવાજ બંધ થયા બાદ જવાનોએ નજીકના ખેતરોમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમને રાણિયા ગામના ખેતરોમાં ડ્રોન પડેલું જોવા મળ્યું હતું.

  • Punjab | BSF troops of 22 battalion thwarted a drone intrusion attempt at around 9.15pm by shooting down an Octa-copter (8 propellers) in BOP (Border out post) Rania in Amritsar. Drone is approx 12 kg in weight. A consignment was also recovered. Further details shall follow: BSF pic.twitter.com/UdUctCDfun

    — ANI (@ANI) October 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક પાર્સલ પણ બાંધેલું: ડ્રોન મળી આવ્યા બાદ BSFએ તપાસ શરૂ કરી છે. આ ડ્રોન 8 પ્રોપેલર્સ સાથેનું ઓક્ટા-કોપ્ટર DJI મેટ્રિક્સ છે. તેના બે પ્રોપેલરને ગોળીઓથી નુકસાન થયું હતું. સમગ્ર ડ્રોનનું કુલ વજન લગભગ 12 કિલો હોવાનું કહેવાય છે. તેની સાથે એક પાર્સલ પણ બાંધેલું હતું. જેની તપાસ કરવામાં આવી રહી છે.

સંવેદનશીલ સામગ્રી: BSSFના અધિકારીઓનું કહેવું છે કે, કન્સાઈનમેન્ટ રિકવર કરવામાં આવ્યું છે. કાળા બેગની અંદરથી NK SPORTS લખેલા બે સફેદ પેકેટ બહાર આવ્યા હતા. પરંતુ હજુ આ પેકેટો ખોલવામાં આવશે નહીં. જરૂરી નથી કે તેમાં હેરોઈન હોય. તેમાં બોમ્બ અથવા કોઈપણ સંવેદનશીલ સામગ્રી પણ હોઈ શકે છે. ચકાસણી બાદ કન્સાઇનમેન્ટ ખોલવામાં આવશે. ત્યારે જ સ્પષ્ટ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.