ETV Bharat / bharat

BREAKING NEWS : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 20, 2021, 9:10 AM IST

Updated : Jun 20, 2021, 9:46 PM IST

BREAKING NEWS
BREAKING NEWS

21:46 June 20

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

20:01 June 20

સુરતના ઓલપાડના કુદસદમાંથી 7 બકરીની ચોરી

સુરતના ઓલપાડના કુદસદમાં બકરી ચોર ત્રાટકયા

કુદસદના સમૂહ વસાહતમાં મુસ્લીમ પરિવારની સાત બકરીઓ ઉઠાવી ગયા

ગત રાત્રિના સાડા ત્રણ વાગ્યા આસપાસ તસ્કરો 7 બકરીઓને કારમાં ભરી લઇ ગયા

સવારે જાણ થતાં પરિવારે ઘટનાની જાણ પોલીસને કરી

સમગ્ર ઘટના CCTVમાં કેદ

પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરી

19:29 June 20

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આજે 651 કોરોના દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

આજે રાજ્યમાં 4 કોરોના દર્દીઓના મોત થયા 

  • કુલ ડિસ્ચાર્જની સંખ્યા 8,06,193
  • રાજ્યનો રિકવરી રેટ - 98.04

હાલ રાજ્યમાં કુલ 6106 એક્ટિવ કેસ છે 

  • જેમાંથી 142 દર્દીઓ વેન્ટિલેટર પર છે
  • 5967 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10032 પર પહોંચ્યો છે.

19:00 June 20

રાજસ્થાનના બીકાનેરમાં ઇમારત ઘરાશાયી, 3ના મોત 9 ઇજાગ્રસ્ત

રાજસ્થાનના બીકાનેરમાં ઇમારત ઘરાશાયી, 3ના મોત 9 ઇજાગ્રસ્ત

બાંધકામ હેઠળ ઇમારત ધરાશાયી થતાં 3 લોકોના મોત

આ અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે

આ સાથે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

હાલ બચાવ કામગીરી ચાલુ છે

18:13 June 20

નવસારીથી મેલી નજર લાગી હોવાનો ડર બતાવી પૈસા પડાવતી મહારાષ્ટ્રીયન ટોળકી પકડાઈ

નવસારીથી મેલી નજર લાગી હોવાનો ડર બતાવી પૈસા પડાવતી મહારાષ્ટ્રીયન ટોળકી પકડાઈ

મહારાષ્ટ્રીયન ટોળકી નંદી સાથે રાખી ધાર્મિક તથા તાંત્રીક વિધિના નામે નવસારીના પરિવારને ફસાવી પડાવ્યા હતા 5 હજાર રૂપિયા

પરિવારે છેતરાયા બાદ ટાઉન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી

આરોપીઓના નામ

  • પુંડલીક કાકાજી ભીસે
  • અમર પુંડલીક ભીસે
  • રાજેન્દ્ર પુંડલીક ભીસે
  • રણજીત કાનડે

18:07 June 20

પાલનપુરના ધનિયાણા ચોકડી પાસે જાહેર માર્ગ પર નીકળ્યો વરઘોડો

બનાસકાંઠામાં હજૂ પણ કોરોના મામલે લોકો બેદરકાર

પાલનપુરના ધનિયાણા ચોકડી પાસે  જાહેર માર્ગ પર નીકળ્યો વરઘોડો

વરઘોડામાં ઘોડી પર ચડેલા વરરાજા સહિત તમામ લોકો માસ્ક વગર નજરે પડ્યા

વરઘોડા મોટી સંખ્યામાં જાનૈયાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નાચતા નજરે પડ્યા

કોરોના ગાઈડલાઇનનો ભંગ કરીને નીકળ્યો વરઘોડો

સમગ્ર ઘટનાથી પાલનપુર પોલીસ અજાણ

17:42 June 20

21 જૂનના રોજ મહેસાણા જિલ્લાના વિવિધ 25 કેન્દ્રો ખાતેથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો મહાનુભાવોના હસ્તે સવારે 9 કલાકે પ્રારંભ થશે

21 જૂનના રોજ મહેસાણા જિલ્લાના વિવિધ 25 કેન્દ્રો ખાતેથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો મહાનુભાવોના હસ્તે સવારે 9 કલાકે પ્રારંભ થશે

17:42 June 20

નવસારીમાં આજે 4 લોકો કોરોના સંક્રમિત થયા

નવસારીમાં આજે 4 લોકો કોરોના સંક્રમિત થયા

આજે 10 દર્દીઓ કોરોનાથી સાજા થયા

જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 71 પર પહોંચી

જિલ્લામાં આજે કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

17:41 June 20

ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિરને એક ભક્તે 5 કિલો ગ્રામ ચાંદી ચઢાવી

સાબરકાંઠા - ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિરને એક ભક્તે 5 કિલો ગ્રામ ચાંદી ચઢાવી

નામ જાહેર કર્યા વગર જ મંદિરમાં 5 કિલો ચાંદી મંદિરને અર્પણને કરી

ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરના ગર્ભ ગૃહને પહેલાથી જ સોના અને ચાંદીથી મઢેલો છે

ભક્તો દ્વારા સોના અને ચાંદીને ચઢાવવામાં આવશે

16:19 June 20

મહુવામાં કોરોના કાળમાં બંધ રહેલા ધર્મ સ્થાનો ફરી ખૂલ્યા

મહુવામાં કોરોના કાળમાં બંધ રહેલા ધર્મ સ્થાનો ફરી ખૂલ્યા

રવિવારના રોજ ઉંચા કોટડા ખાતેમાં ચામુંડાનું મંદિર ખૂલ્યું

મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી

આ સાથે અન્ન ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું

કોરોનાની ત્રીજી લહેરની નથી ભક્તોમાં કોઇ ચિંતા

15:56 June 20

માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12ના પરિણામથી અસંતુસ્ટ નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવા કર્યું આયોજન

ગાંધીનગર - માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12ના પરિણામથી અસંતુસ્ટ નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવા કર્યું આયોજન

કોરોના સંક્રમણને લઈ માસ પ્રમોશનમાં ગુણાંકન પદ્ધતિ અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યું છે પરિણામ

આ પરિણામથી અસંતુસ્ટ વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ બોર્ડની કચેરીમાં જ કરવાનું રહેશે

આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવશે પરીક્ષા

15:22 June 20

ગીર સોમનાથ જિલ્લામાં ખારાશ અટકાવવા દરિયાકાંઠે 101 કરોડની કેનાલનું થશે નિર્માણ

રાજ્ય સરકારનો ગીર સોમનાથ જિલ્લા માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગીર સોમનાથ જિલ્લામાં ખારાશ અટકાવવા દરિયાકાંઠે 101 કરોડની કેનાલનું થશે નિર્માણ

આદ્રી બંધારાથી મૂળ દ્વારકા સુધીના વિસ્તારમાં ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિમીની કેનાલ

દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિમીની સ્પ્રેડિંગ કેનાલ આશીર્વાદ રૂપ સાબિત થશે

રાજ્ય સરકારે 101 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી

યોજનાને પગલે જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 24 ગામોની અંદાજે 2110 હેક્ટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકશે

જમીન વધુ ફળદ્રુપ બનશે

આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતાં તેનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકાશે

સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કુવા, તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે

સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે

વેરાવળ-સુત્રાપાડામાં ભૂગર્ભ જળ પીવાલાયક બનશે

વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘૂસવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે

15:21 June 20

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કરનારા બે વિદ્વાનોને કરાયા સન્માનિત

બન્ને વિદ્વાનોને રૂપિયા 1 લાખના પુરસ્કાર સાથે શાલ અને સન્માનપત્ર એનાયત કરાયા

15:02 June 20

ખેડાના યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડાના યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

પ્રથમ વરસાદમાં જ ડાકોર નગરપાલિકાની પોલ ખુલી

રણછોડરાયજી મંદિર બહાર ભરાયા પાણી

રવિવારને લઈ ભક્તોની ભારે ભીડ

વરસાદ શરૂ થતાં જ ભક્તોએ વરસાદથી બચવા કરી દોડધામ

15:00 June 20

જામનગર જાબુડા પાટિયા પાસેથી ચોરાઉ ડિઝલનો જથ્થો ઝડપાયો

જામનગર જાબુડા પાટિયા પાસેથી ચોરાઉ ડિઝલનો જથ્થો ઝડપાયો

બે શખ્સોની 4.31 લાખના ડીઝલના જથ્થો જામનગર LCBએ ઝડપી લીધા

13:42 June 20

IBના રિપોર્ટમાં માત્ર મંદિર પરિસરમાં યાત્રા યોજવાનો ઉલ્લેખ

સેન્ટ્રલ IBના આ રિપોર્ટમાં રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન આ વખતે રદ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો

IBના રિપોર્ટમાં માત્ર મંદિર પરિસરમાં યાત્રા યોજવાનો ઉલ્લેખ

રથયાત્રાને લઈ 24 જૂન બાદ રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે

IB એ પોતાના રિપોર્ટમાં IMAના તારણોનો હવાલો પણ આપ્યો

જ્યાં સુધી 100 ટકા વેક્સિનેશન ન થાય ત્યાં સુધી ધાર્મિક જમાવડાઓ યોજવા યોગ્ય નથી એવો દાવો સેન્ટ્રલ IB ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રથયાત્રાને લઈ હવે સેન્ટ્રલ IB પણ સતર્ક જોવા મળી

13:35 June 20

રથયાત્રાને લઈ સ્ટેટ IBએ અમદાવાદ શહેરમાં આપ્યું એલર્ટ

રથયાત્રાને લઈ સ્ટેટ IBએ અમદાવાદ શહેરમાં આપ્યું એલર્ટ

IBએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રથયાત્રાને લઈ એલર્ટ રહેવા કડક સૂચના આપી

રથયાત્રા ન યોજાવવા કેન્દ્રને IBએ આપ્યો રિપોર્ટ- સૂત્રો

રથયાત્રા યોજાશે તો થર્ડ વેવમાં અતિ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જશે - રિપોર્ટ

IBએ રિપોર્ટમાં ગંભીરતાની નોંધ લેવા જણાવ્યું

12:47 June 20

સુરતના અડાજણ અને રાંદેરના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતના અડાજણ અને રાંદેરના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના હસ્તે કાર્યકર્તાઓએ ખેસ ધારણ કરીને વિધિવત જોડાયા

11:19 June 20

સ્ટાફ નર્સ વર્ગ 3ની સવારે 11 કલાકથી પરીક્ષા થઈ શરૂ

સ્ટાફ નર્સ વર્ગ 3ની સવારે 11 કલાકથી પરીક્ષા થઈ શરૂ

 39,500 ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા

રાજ્યના 11 શહેરોના 58 સેન્ટરો પર પરીક્ષાનું આયોજન

અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, આણંદ, મહેસાણા, વલસાડ, સુરતમાં લેવાઈ રહી છે પરીક્ષા

તમામ પ્રકારના કોરોના નિયમોના પાલન સાથે કરાયું પરીક્ષાનું આયોજન

11:04 June 20

રાજકોટની સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇકોસીસના 100 જેટલા દર્દીઓને બાટલો ચડાવ્યા બાદ તબિયત લથળી

રાજકોટની સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇકોસીસના 100 જેટલા દર્દીઓને બાટલો ચડાવ્યા બાદ તબિયત લથળી

ગત મોડી રાતે બનાવ બન્યાની ચર્ચા

દર્દીઓને બાટલો અને ઇન્જેક્શન આપ્યા બાદ ઝાલા-ઉલ્ટીની સમસ્યા સર્જાઈ

દર્દીઓને રીએક્શન આવ્યાંનું પ્રાથમિક કારણ,
બે થી ત્રણ દર્દીઓની તબિયત વધુ લથળી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

દર્દીઓને રીએક્શન ક્યાં કારણસર આવ્યું તે બહાર આવ્યું નથી, મોટાભાગના દર્દીઓની હાલત ભયમુક્ત

09:31 June 20

આજે GPSC દ્વારા લેવાશે પરીક્ષા

આજે GPSC દ્વારા લેવાશે પરીક્ષા

કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા ફરી શરુ

રાજકોટમાં 54 કેન્દ્રો પર  યોજાઈ રહી છે પરીક્ષા

રાજકોટ જિલ્લાના 12365 ઉમેદવારો આપશે પરીક્ષા

516 બ્લોકમાં કોરોનાની તમામ ગઇડ લાઇન સાથે યોજાશે પરીક્ષા

પહેલું પેપર સવારે 10 થી 1  જયારે બીજું પેપર બપોરે 3 થી 6 દરમિયાન લેવામાં આવશે

જિલ્લા વહીવટી તંત્રની સ્કોડ ટીમ જુદા જુદા કેન્દ્રોની લેશે મુલાકાત

જિલ્લાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ

સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ પરીક્ષા  કેન્દ્રો પર પોલીસનો ચપતો બંદોબસ્ત

06:54 June 20

BREAKING NEWS : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ

સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વિજયનગરમાં નોંધાયો

ઇડરમાં દોઢ ઇંચ, ખેડબ્રહ્મા તેમજ વડાલીમાં એક ઇંચ વરસાદ

જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો

Last Updated : Jun 20, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.