ETV Bharat / bharat

દિવ્યાંગને મળી માઈક્રોસોફ્ટમાંથી 47 લાખના પેકેજની ઓફર, 3 ઈન્ટરવ્યૂમાં પાસ

author img

By

Published : Aug 30, 2022, 4:57 PM IST

ઇન્દોરના દિવ્યાંગ વિદ્યાર્થી યશે દૃઢ નિશ્ચયનું એક મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. વિદ્યાર્થી યશને માઇક્રોસોફ્ટ કંપનીએ 47 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કર્યું છે. વિદ્યાર્થીની પ્રતિભા જોઈને કંપનીએ વિદ્યાર્થીને આ સુવર્ણ તક આપી છે. યશની આ સિદ્ધિ પર તેની સંસ્થાના તમામ શિક્ષકો અને વાલીઓને ગર્વ છે. Indore Blind student got job, microsoft company Package Offer, IT Company Microsoft

દિવ્યાંગને મળી માઈક્રોસોફ્ટમાંથી 47 લાખના પેકેજની ઓફર, 3 ઈન્ટરવ્યૂમાં પાસ
દિવ્યાંગને મળી માઈક્રોસોફ્ટમાંથી 47 લાખના પેકેજની ઓફર, 3 ઈન્ટરવ્યૂમાં પાસ

ઈન્દોરઃ કહેવાય છે કે જો કોઈ વસ્તુ માટે દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરવામાં આવે તો કોઈ પણ સમસ્યા સફળતામાં અડચણ બનતી નથી. આવી જ એક સક્સેસ સ્ટોરી મઘ્ય પ્રદેશના ઈન્દૌર શહેરના (Indore Blind student got job) એક અંધ વિદ્યાર્થીની છે. જેને માઇક્રોસોફ્ટ કંપનીએ વાર્ષિક રૂપિયા 47 લાખનું (package 47 lakh offered by Microsoft) પેકેજ ઓફર કર્યું છે. રાજ્યની પ્રતિષ્ઠિત ગોવિંદરામ સક્સેરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ એટલે કે SGSITSના એક દિવ્યાંગ વિદ્યાર્થીને રેકોર્ડ કહી શકાય એવું પેકેજ મળ્યું છે. માઈક્રોસોફ્ટ કંપનીએ (IT Company Microsoft in india) એમને વેલકમ કહ્યું છે. ખાસ વાત એ છે કે, આ દિવ્યાંગને આંખેથી એટલું ખાસ કંઈ દેખાતું નથી.

આ પણ વાંચોઃ ચેઈન સ્નેચિંગ ગૅંગના બે શખ્સો ઝડપાયા, મહિલાઓ રહેતી ખાસ નજર

સૌથી મોટું પેકેજઃ SGSITSમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવનાર યશ સોનાકિયાએ સંસ્થાની સિદ્ધિઓમાં ઉમેરો કર્યો છે. સત્ર 2021માં 7.2 CGPA સાથે ડિગ્રી મેળવનાર યશને માઇક્રોસોફ્ટ કંપની તરફથી નોકરીની ઓફર મળી હતી. સંસ્થા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, SGSITS માં અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ 44 લાખ રૂપિયાનું છે. તે જ સમયે, યશને મળેલું પેકેજ સંસ્થાનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ માનવામાં આવે છે.

ત્રણ તબક્કામાં ઇન્ટરવ્યુઃ યશના કહેવા પ્રમાણે તેણે અભ્યાસ દરમિયાન નોકરી માટે કંપનીઓની યાદી બનાવી હતી. જે બાદ કંપનીઓએ અરજી કરી હતી. માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તેમનો ત્રણ વખત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં બે ઈન્ટરવ્યુ ઓફલાઈન અને એક ઈન્ટરવ્યુ ઓનલાઈન લેવામાં આવ્યો હતો. જે બાદ તેને આ ઓફર આપવામાં આવી છે, તેનું જોઇનિંગ બેંગ્લોર કેમ્પસ માટે કરવામાંથી આવ્યું છે. યશની આ સિદ્ધિ પર SGSITSના ડાયરેક્ટર પ્રોફેસર રાકેશ સક્સેનાએ યશ અને તેના પિતા યશપાલ સોનાકિયાનું સન્માન કર્યું છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સિલેક્શન થવા બાદ પણ સુરતના ચૌહાણ નિશાંત ભાગ લઈ શકશે નહીં

મિત્રને યાદ કર્યાઃ માતા-પિતા, મિત્રો અને સંસ્થાની મદદથી તે સફળતાનો શ્રેય સંસ્થાના શિક્ષકો અને મિત્રોને આપ્યો હતો. પિતા યશપાલે પણ તેની સાથે ખુશી વ્યક્ત કરી, યશ કહે છે કે તેને બાળપણથી દેખાતું નથી. પરંતુ તેણે શાળાના અભ્યાસ દરમિયાન જ એન્જિનિયર બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો, જેમાં તેણે સફળતા મેળવી છે. હવે દુનિયાની સફળ ગણાતી કંપનીમાં જઈને મોટી સિદ્ધિ મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.